Home » National News » Desh » Meghna Shrivastav from Noida who scored 499 out of 500 in CBSE 12th Board exam

14 વર્ષોમાં પહેલીવાર CBSEમાં કોઇએ મેળવ્યા 500માંથી 499, આ રીતે મેળવી સફળતા

Divyabhaskar.com | Updated - May 27, 2018, 03:01 PM

મેઘનાએ જણાવ્યું કે ભણતી વખતે તેણે ક્યારેય કલાકો ગણ્યા નથી, બસ સમયસર સતત આખું વર્ષ ભણતી રહી

 • Meghna Shrivastav from Noida who scored 499 out of 500 in CBSE 12th Board exam
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  મેઘનાના પપ્પા ગૌતમ શ્રીવાસ્તવ એક કોલેજમાં એસોસિયેટ પ્રોફેસર છે અને માતા અલ્પના શ્રીવાસ્તવ ગુડગાંવની એક એમએનસીમાં એચઆર પ્રોફેશલન છે.

  નોઇડા: સફળતાનો કોઇ શોર્ટકટ નથી હોતો. તેના માટે તમારે દરરોજ મહેનત કરવી પડે છે. સીબીએસઈ 12મા ધોરણમાં ઓલ ઇન્ડિયા ટોપર નોઇડાની મેઘના શ્રીવાસ્તવે પણ આ જ કહ્યું. મેઘનાએ જણાવ્યું કે ભણતી વખતે તેણે ક્યારેય કલાકો ગણ્યા નથી. બસ સમયસર સતત આખું વર્ષ ભણતી રહી. સખત મહેનત કરી. સ્કૂલમાં ભણવાનું અને હોમવર્ક ક્યારેય પેન્ડિંગ નથી રાખ્યું. ટ્યૂશન અથવા કોચિંગની જરૂર જ નથી પડી. હંમેશાં પ્રોપર નોટ્સ બનાવી. રૂમમાં સ્ટડી ટેબલની સામે એક નાનું બોર્ડ લગાવ્યું હતું. તેના પર દરરોજ પ્લાનિંગ કરીને કયા વિષયનું કયું ચેપ્ટર વાંચવાનું છે, તેનું ટાર્ગેટ લખતી હતી.

  પેરેન્ટ્સનો સપોર્ટ, ઘરમાં હંમેશાં પોઝિટિવ માહોલ બનાવ્યો

  - મેઘનાના પપ્પા ગૌતમ શ્રીવાસ્તવ એક કોલેજમાં એસોસિયેટ પ્રોફેસર છે અને માતા અલ્પના શ્રીવાસ્તવ ગુડગાંવની એક એમએનસીમાં એચઆર પ્રોફેશલન છે.

  - બંનેએ જણાવ્યું કે અમે બાળક પર ક્યારેય અમારી ઇચ્છાઓ નથી થોપી. બસ હંમેશાં એટલું જ કહ્યું કે તું તારી મહેનત કર, તારું બેસ્ટ આપ.
  - ઘરનો માહોલ હંમેશાં સકારાત્મક રાખ્યો. એ વાતનું ખાસ ધ્યાન રાખ્યું હતું, કે તે નેગેટિવ વિચારો ધરાવતા લોકોના સંપર્કમાં ન આવે. એ વાતનું હંમેશાં ધ્યાન રાખતા હતા કે તે સારું અને હેલ્ધી ખાવાનું ખાય. સમય પર સૂઇ જાય અને સવારે જાગે.
  - ભવિષ્યમાં શું કરવાનું છે, બાળકો જાતે નક્કી કરે. અમે બંને દરેક પરિસ્થિતિમાં તેની સાથે છીએ.

  મેઘનાએ કહ્યું- પેરેન્ટ્સે ફક્ત એટલું કહેવું તારું બેસ્ટ આપ, બી પોઝિટિવ

  - પોતાના મમ્મી-પપ્પા વિશે મેઘનાએ જણાવ્યું કે તેમણે ક્યારેય નથી કહ્યું કે આટલા પર્સેન્ટ લાવવાના છે. ક્યારેય નથી કહ્યું કે આટલા કલાક વાંચવાનું છે.

  - સોશિયલ મીડિયાથી દૂર રહેવાનું પણ ક્યારેય નથી કહ્યું. મેં ફેસબુક પર પણ ફોટા અપલોડ કર્યા છે. હા એટલું જરૂર કહેલું કે જે કામ કરો તેમાં પોતાનું બેસ્ટ આપો. હંમેશાં પોઝિટિવ વિચારો. નેગેટિવ વાતોથી દૂર રહો.
  - પરીક્ષામાં સારું કરીશ એ તો વિચાર્યું હતું પરંતુ ઓલ ઇન્ડિયા ટોપ કરીશ એવું નહોતું વિચાર્યું. રિઝલ્ટ પણ પપ્પા જ જોઇ રહ્યા હતા. જ્યારે જણાવ્યું કે ઓલ ઇન્ડિયા ટોપ કર્યું છે તો વિશ્વાસ ન થયો.

  આગળ શું?, ભવિષ્યમાં શું કરવું છે બહુ વિચાર્યું નથી, મોકો મળ્યો તો કોમ્યુનિટી સર્વિસ કરીશ

  - મેઘનાએ કહ્યું કે પસંદગીનો વિષય સાયકોલોજી છે. એટલે તેમાં જ આગળ ભણવા માંગું છું. ભારતની સાથે વિદેશમાં પણ આગળનું શિક્ષણ મેળવવા માટે અપ્લાય કરીશ.

  - જો યુનિવર્સિટી ઑફ કોલંબિયામાં મોકો મળ્યો તો ત્યાંથી જ ભણવાનું પસંદ કરીશ. ભવિષ્યમાં શું કરવું છે, તેના વિશે મેઘનાએ જણાવ્યું કે હાલ વધુ કશું વિચાર્યું નથી. હા, કોમ્યુનિટી સર્વિસના ફિલ્ડમાં કંઇક કામ કરવા માંગું છું. ઉત્તરાખંડના 2 ગામોમાં કોમ્યુનિટી સર્વિસ પણ કરી ચૂકી છું.
  - ત્યાંનો અનુભવ બહુ આનંદ આપનારો હતો. એટલે મેં વિચાર્યું છે કે ભવિષ્યમાં મોકો મળ્યો તો કોમ્યુનિટી સર્વિસ કરીશ.

  પેપર લીક થવા પર થોડી નિરાશ થઇ હતી, પણ બીજીવાર પહેલાથી પણ સારું કર્યું અને 100માંથી 100 મળ્યા

  - સીબીએસઈમાં ઇકોનોમિક્સનું પેપર લીક થયા પછીની સ્થિતિ વિશે મેઘનાએ જણાવ્યું કે બીજીવાર પરીક્ષા આપવાની જાણ થઇ તો નિરાશ થઇ હતી. મારું પેપર ઘણું સારું ગયું હતું.

  - પણ મેં હંમેશાં પ્લાનિંગ અને ટાર્ગેટ બનાવીને તેને પૂરું કરવા પર ધ્યાન આપ્યું છે. મેં જ્યારે ફરી પેપર આપ્યું તો તે ઘમું સારું ગયું. રિઝલ્ટ જોયું તો તે વિષયમાં પૂરા 100 માર્ક્સ મળ્યા.

  મેઘના પહેલા નોઇડાથી જ રક્ષા ગોપાલ રહી હતી ગયા વર્ષે ટોપર

  તે ટાર્ગેટને પૂરું કરવા માટે ભણતી હતી. ત્યારે ક્યારેય કલાકો નથી ગણ્યા. આમ તો 7-8 કલાક રોજ થઇ જ જતા હશે. તે જ મહેનતનું પરિણામ છે કે મેઘનાને 500માંથી 499 માર્ક્સ મળ્યા છે. મેઘનાને અર્થશાસ્ત્ર, ભૂગોળ, સાયકોલોજી અને ઇતિહાસમાં પૂરા 100 માર્ક્સ મળ્યા છે. ફક્ત અંગ્રેજીમાં 99 માર્ક્સ છે. આ પહેલા, 2017માં પણ નોઇડાથી જ સીબીએસઈ 12મા ધોરણની ટોપર રક્ષા ગોપાલ રહી હતી. રક્ષા ગોપાલને 498 માર્ક્સ મળ્યા હતા.

 • Meghna Shrivastav from Noida who scored 499 out of 500 in CBSE 12th Board exam
  મેઘના શ્રીવાસ્તવ ફાઇલ ફોટો
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ