મેઘાલય / ખાણમાંથી 1 કરોડ લિટર પાણી કાઢ્યું, મજૂરોને કાઢવા રિમોટથી ચાલતા 5 વાહનો લગાવ્યા

Meghalaya case- 1 million taka from mine Remote water, 5 remote-driven vehicles to remove workers

  • 13 ડિસેમ્બરથી ગેરકાયદે કોલસાની ખાણમાં પાણી ભરાઈ જવાથી 15 મજૂરો ફસાયા
  • રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું- મજૂરોને કાઢવા માટે દરેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે
  • ખાણમાં નદીમાંથી સતત પાણી આવતું હોવાથી રેસ્ક્યૂમાં તકલીફ થઈ રહી છે

divyabhaskar.com

Jan 11, 2019, 05:21 PM IST

નવી દિલ્હી: પૂર્વી જયંતિયા હિલ્સ જિલ્લામાં આવેલી ગેરકાયદે ખાણમાં ફસાયેલા મજૂરોને કાઢવા માટે ભારતીય નૌસેનાએ રિમોર્ટથી ચાલતા 5 વાહનો લગાવ્યા છે. ખાણમાંથી 1 કરોડ લિટર પાણી કાઢવામાં આવ્યું છે પરંતુ બાજુમાં જ નદી હોવાથી સતત આવતા પાણીના કારણે રેસ્ક્યુમાં તકલીફ આવે છે.

ખાણ ચલાવનાર લોકોની ધરપકડ કરાઈ- રાજ્ય સરકાર


જસ્ટિસ એકે સિકરી અને જસ્ટિસ એસ અબ્દુલ નઝીરની બેન્ચે સરકારને પૂછ્યું હતું કે, રાજ્ય સરકારે ગેરકાયદે ચાલતી ખાણ સામે શું કાર્યવાહી કરી છે? તે વિશે જવાબ આપતા સરકાર તરફથી રજૂ થયેલા વકીલે કહ્યું કે, જે ખાણમાં મજૂરો ફસાયા છે તે ખાણ ચલાવનાર વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી છે.


સરકારે જણાવ્યું કે, ખાણમાં ફસાયેલા મજૂરોને કાઢવા માટે દરેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. એરફોર્સે હેલિકોપ્ટર અને પ્લેન પણ તહેનાત કર્યા છે. આ કેસની વધુ સુનાવણી 18 જાન્યુઆરીએ થવાની છે.

13 ડિસેમ્બરથી ખાણમાં ફસાયેલા છે મજૂર


13 ડિસેમ્બરથી મજૂરો ખાણમાં હતા. આ દરમિયાન બાજુમાંથી વહેતી લેટિન નદીનું પાણી તેમાં ભરાઈ ગયું અને જેના કારણે મજૂરો તેમાં ફસાઈ ગયા હતા. આ ખાણને રેટ હોલ કહેવામાં આવે છે. એનજીટીએ અહીં આવી ખાણો પર પ્રતિબંધ લગાવ્યો છે. તેમ છતાં ગેરકાયદેસર રીતે કામ ચાલી રહ્યું છે.

X
Meghalaya case- 1 million taka from mine Remote water, 5 remote-driven vehicles to remove workers
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી