Home » National News » Latest News » National » Meghalaya Conrad Sangma Takes Oath, Bjp Amit Shah Rajnath Singh will present

મેઘાલય: કોનરાડ સંગમા આજે લેશે CM પદના શપથ, શાહ રહેશે હાજર

Divyabhaskar.com | Updated - Mar 06, 2018, 09:36 AM

21 સીટ જીતનાર કોંગ્રેસ સરકાર બનાવવામાં સફળ રહી નથી, બીજેપીને માત્ર 2 સીટો મળી હતી

  • Meghalaya Conrad Sangma Takes Oath, Bjp Amit Shah Rajnath Singh will present
    +6બીજી સ્લાઈડ્સ જુઓ

    શિલોંગ: નેશનલ પીપુલ્સ પાર્ટી (એનપીપી)ના નેતા સંગમાએ મંગળવારે મુખ્યમંત્રી પદના શપથ લીધા. શપથ ગ્રહણ સમારોહમાં અમિત શાહ અને રાજનાથ સિંહ પણ સામેલ થયા. મેઘાલયની ગઠબંધન સરકારમાં બીજેપી, એનપીપી, યુનાઈટેડ ડેમોક્રેટિક પાર્ટી (યૂડીપી), હિલ સ્ટેટ પીપુલ્સ ડેમોક્રેટિક પાર્ટી (એસએસપીડીપી) અને પીપુલ્સ ડેમોક્રેટિક ફ્રન્ટ (પીડીપી) સામેલ છે. 21 સીટ જીતનારી કોંગ્રેસને અહીં સરકાર બનાવવામાં સફળતા મળી નથી. ભાજપને માત્ર બે સીટ જ મળી છે.

    કોનરાડને સોંપી હતી 34 ધારાસભ્યોના સમર્થનની ચિઠ્ઠી


    - રવિવારે સાંજે કોનરાડે ગવર્નર ગંગા પ્રસાદ સાથે મુલાકાત કરીને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. તે સાથે જ 34 ધારાસભ્યોના સમર્થનની ચિઠ્ઠી પણ આપી હતી.
    - ગવર્નરને મળ્યા પછી કોનરાડ સંગમાએ કહ્યું હતું કે, ગઠબંધનવાળી સરકાર ચલાવવી સરળ નથી હોતી, પરંતુ મને વિશ્વાસ છે કે, અમારી સાથે આવેલા ધારાસભ્યો રાજ્ય અને રાજ્યની જનતા પ્રતિ પ્રતિબદ્ધ છે. અમે રાજ્યના વિકાસ માટે મળીને કામ કરીશું.
    - બીજેપીના હેમંત બિસ્વાએ કહ્યું કે, કોનરાડ સંગમા રાજ્યના સીએમ બનશે. નવી સરકારમાં કોઈ ડેપ્યૂટી સીએમ નહીં હોય. ગઠબંધનમાં સામેલ દળોના દર બે ધારાસભ્યોમાંથી 1 ધારાસભ્ય સરકારનો ભાગ હશે. આવા સંજોગોમાં બીજેપીના એક ધારાસભ્ય સરકારનો હિસ્સો બનશે.

    કોણ છે કોનરાડ સંગમા?


    - કોનરાડ સંગમાનો જન્મ 27 જાન્યુઆરી 1978માં થયો હતો. તેઓ મેઘાલયના પૂર્વ મુખ્યમંત્રી (1988-91) અને લોકસભા સ્પીકર (1996-98) રહેલા પીએ સંગમાના દીકરા છે. તેમની બહેન આગાથા સંગમા કોંગ્રેસના યુપીએ ગઠબંધનમાં કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે. કોનરાડના ભાઈ જેમ્સ સંગમા ગઈ વધાનસભા (2013-18)માં વિપક્ષના નેતા રહ્યા છે.
    - તે સિવાય કોનરાડ સેલ્સેસાના ધારાસભ્ય અને વિપક્ષના નેતા રહી ચૂક્યા છે.
    - તેઓ સાઉથ તુરા સીટથી સાંસદ છે.

    આવું છે સરકાર બનાવવાનું ગણીત


    - મેઘાલયમાં કુલ સીટ 60 છે, તેમાંથી 59 સીટ પર ચૂંટણી થઈ હતી. એક સીટ પર ઉમેદવારનું નિધન થયું હોવાથી ત્યાં મતદાન કરાયું નહતું.
    - બહુમત માટે 30 ધારાસભ્યોની જરૂર છે.
    - નોંધનીય છે કે, રાજ્યમાં બીજેપીએ ચૂંટણી પહેલાં કોઈ પણ પાર્ટી સાથે ગઠબંધન કર્યું નહતું, તે એકલી જ મેદનામાં ઉતરી હતી.

  • Meghalaya Conrad Sangma Takes Oath, Bjp Amit Shah Rajnath Singh will present
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • Meghalaya Conrad Sangma Takes Oath, Bjp Amit Shah Rajnath Singh will present
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • Meghalaya Conrad Sangma Takes Oath, Bjp Amit Shah Rajnath Singh will present
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • Meghalaya Conrad Sangma Takes Oath, Bjp Amit Shah Rajnath Singh will present
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • Meghalaya Conrad Sangma Takes Oath, Bjp Amit Shah Rajnath Singh will present
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    કોનરાડ સંગમા આજે લેશે CM પદના શપથ
  • Meghalaya Conrad Sangma Takes Oath, Bjp Amit Shah Rajnath Singh will present
    મેઘાલયમાં બનશે ગઠબંધન વાળી સરકાર
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ