મેઘાલયમાં પહેલીવાર બીજેપી VS કોંગ્રેસ, નાગાલેન્ડના CM પહેલાં જ જીત્યા

મેઘાલય, નાગાલેન્ડ અને ત્રિપુરા વિધાનસભા ચૂંટમીના પરિણામો એક સાથે 3 માર્ચે આવશે

divyabhaskar.com | Updated - Feb 27, 2018, 09:03 AM
મેઘાલય-નાગાલેન્ડમાં મતદાન શરૂ
મેઘાલય-નાગાલેન્ડમાં મતદાન શરૂ

મેઘાલય અને નાગાલેન્ડમાં વિધાનસભાની ચૂંટણી માટે વોટિંગ શરૂ થઈ ગયું છે. બંને રાજ્યોમાં વિધાનસભાની 60-60 સીટો છે. નાગાલેન્ડ અને મેઘાલયની 59-59 સીટ પર આ વખતે ચૂંટણી કરવામાં આવી રહી છે. આ ચૂંટણીમાં કુલ 599 ઉમેદવારો છે.

કોહિમા: મેઘાલય અને નાગાલેન્ડમાં વિધાનસભાની ચૂંટણી માટે વોટિંગ શરૂ થઈ ગયું છે. બંને રાજ્યોમાં વિધાનસભાની 60-60 સીટો છે. નાગાલેન્ડ અને મેઘાલયની 59-59 સીટ પર આ વખતે ચૂંટણી કરવામાં આવી રહી છે. નાગાલેન્ડમાં 11 વાગ્યા સુધી 38% અને મેઘાલયમાં થયું 20 % મતદાન થયું છે.

આ ચૂંટણીમાં કુલ 599 ઉમેદવારો છે. વોટિંગ પ્રોસેસ સવારે સાત વાગે શરૂ થઈ ગઈ છે અને જે સાંજે 4 વાગ્યા સુધી ચાલશે. જોકે અમુક દૂરના પહાડી વિસ્તારોમાં વોટિંગ 3 વાગે જ પુરૂ થઈ જશે. મેઘાલયમાં પહેલીવાર બીજેપી અને કોંગ્રેસ વચ્ચે ટક્કર છે. નોંધનીય છે કે, મેઘાલય, નાગાલેન્ડ અને ત્રિપૂરા ચૂંટણીના પરિણામો 3 માર્ચે આવશે.

2 સીટો પર નહીં થાય મતદાન


- મેઘાલયના વિલિયમનગર સીટથી એનસીરી કેન્ડિડેટ જેએન સંગમાની 18 ફેબ્રુઆરીએ આઈઈડી બ્લાસ્ટમાં મોત થયું હતું.
- નાગાલેન્ડની નોર્ધન અંગામી-2 સીટ પર એનડીપીપી ચીફ નેફ્યૂ રિયો વોટિંગ પહેલા નિર્વિરોધ ચૂંટણી જીતી ગયા છે.

ચૂંટણીમાં કેટલા મતદારો સામેલ થશે


- મેઘાલયમાં કુલ મતદારોની સંખ્યા 18.4 લાખ છે. જેઓ 3083 પોલિંગ સ્ટેશન પર 372 ઉમેદવારોનું ભવિષ્ય નક્કી થશે.
- નાગાલેન્ડમાં કુલ 11.70 લાખ મતદારો છે. રાજ્યમાં 2156 પોલિંગ સ્ટેશન પર કુલ 227 ઉમેદવારોનું ભવિષ્ય નક્કી થશે.

મેઘાલય


1. પહેલીવાર બીજેપી અને કોંગ્રેસમાં ટક્કર


- મેઘાલયમાં આ વખતે બીજેરી-કોંગ્રેસ વચ્ચે ટક્કર છે. રાજ્યમાં દરેક ચૂંટણીમાં અપક્ષ મોટી સંખ્યામાં જીતે છે. ગઈ વખતે 13 અપક્ષ ઉમેદવાર જીત્યા હતા. 27 ટકા વોટ તેમને મળ્યા હતા. આ વખતે 84 અપક્ષ ઉમેદવાર મેદાનામાં છે.


2. કઈ પાર્ટીમાં કેટલા ઉમેદવાર?


- આ વખતે ચૂંટણીમાં 60 સીટ પર 372 ઉમેદવાર છે. તેમાં 32 મહિલાઓ છે.
- બીજેપી 47 સીટ પર ચૂંટણી લડી રહી છે, બાકીની 13 સીટ સ્થાનિક પક્ષની છે.
- કોંગ્રેસ 59 અને એનપીપી 57 સીટ પર ચૂંટણી લડી રહી છે.


3. મેઘાલયમાં કોંગ્રેસની શું સ્થિતિ છે?


- અહીં કોંગ્રેસના 29 ઘારાસભ્યો છે. મેઘાલયના મુખ્યમંત્રી મુકુલ સંગમા સતત 4 વખત ધારાસભ્ય બની છે.
- કોંગ્રેસના કેરળના પૂર્વ સીએમ ઓમાન ચાંડી અને બીજેપીના કેન્દ્રીય મંત્રી કે જે અલ્ફોંસને ચૂંટણીની કમાન સોંપી છે.

નાગાલેન્ડ


1. બીજેપીએ 15 વર્ષ જૂનું ગઠબંધન તોડ્યું


- પૂર્વ સીએમ અને એનડીપીપી નેતા નેફ્યૂ રિયો વોટિંગ પહેલા જ જીતી ગયા છે. જ્યારે નોર્દર્ન અંગામી-2 સીટથી ચૂંટણી લડી રહ્યા છે.
- રિયો તાજેતરમાં જ એનપીએફથી એનડીપીપીમાં સામેલ થયા છે. તેઓ 3 વખત નાગાલેન્ડના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે.
- તેઓ સીએમ ટીઆર જેલિયાંગ 7- પેરેન સીટથી ચૂંટણી લડી રહ્યા છે.

2. કઈ પાર્ટીના કેટલાં ઉમેદવાર


- નાગાલેન્ડ 60માંથી 59 સીટ પર મતદાન કરવામાં આવી રહ્યું છે. તેમાં કુલ 195 ઉમેદવાર છે. તેમાં 5 મહિલાઓ છે.
- એનડીપીપી 40 અને બીજેપી20 સીટથી ચૂંટણી લડી રહ્યા છે.એનપીએફ 58 સીટ પર ચૂંટણી લડી રહ્યા છે.
- બીજેપીએ ચૂંટણી પહેલા એનપીએફથી 15 વર્ષ જૂનો સંબંધ તોડીને એનડીપીપી સાથે ગઠબંધન કરી લીધુ છે.
- કેન્દ્રીય મંક્ષી કિરણ રિજ્જૂ નાગાલેન્ડમાં બીજેપીના ચૂંટણી પ્રભારી બની ગયા છે.

આગળની સ્લાઈડમાં જુઓ મતદાન સમયની અન્ય તસવીરો

100 વર્ષના માજીએ મેઘાલયમાં કર્યું મતદાન
100 વર્ષના માજીએ મેઘાલયમાં કર્યું મતદાન
મતદાન સવારે સાત વાગે શરૂ થયું છે, સાંજે 4 વાગ્યા સુધી ચાલશે
મતદાન સવારે સાત વાગે શરૂ થયું છે, સાંજે 4 વાગ્યા સુધી ચાલશે
નાગાલેન્ડમાં પેહલેથી જ સીએમ જીતી ગયા છે
નાગાલેન્ડમાં પેહલેથી જ સીએમ જીતી ગયા છે
X
મેઘાલય-નાગાલેન્ડમાં મતદાન શરૂમેઘાલય-નાગાલેન્ડમાં મતદાન શરૂ
100 વર્ષના માજીએ મેઘાલયમાં કર્યું મતદાન100 વર્ષના માજીએ મેઘાલયમાં કર્યું મતદાન
મતદાન સવારે સાત વાગે શરૂ થયું છે, સાંજે 4 વાગ્યા સુધી ચાલશેમતદાન સવારે સાત વાગે શરૂ થયું છે, સાંજે 4 વાગ્યા સુધી ચાલશે
નાગાલેન્ડમાં પેહલેથી જ સીએમ જીતી ગયા છેનાગાલેન્ડમાં પેહલેથી જ સીએમ જીતી ગયા છે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App