Home » National News » Desh » દુપટ્ટો ઓઢીને આ IPSએ પકડ્યો હતો ઘૂસણખોર ઈન્સપેક્ટર| Meet The Dabang IPS Shivdeep Lande

દુપટ્ટો ઓઢી આ IPSએ પકડ્યો હતો ઘૂસણખોર ઈન્સપેક્ટર, છોકરીઓ કહે છે 'રિયલ સિંઘમ'

Divyabhaskar.com | Updated - May 31, 2018, 12:57 PM

શિવદીપ હાલ મુંબઈમાં એન્ટી નારકોટિક્સ સેલમાં ડીએસપી છે. ઘણાં ગોરખધંધા પાડ્યા ઉઘાડા

 • દુપટ્ટો ઓઢીને આ IPSએ પકડ્યો હતો ઘૂસણખોર ઈન્સપેક્ટર| Meet The Dabang IPS Shivdeep Lande
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  દુપટ્ટો ઓઢીને આ IPSએ પકડ્યો હતો ઘૂસણખોર ઈન્સપેક્ટર

  ભાગલપુર: બિહારમાં અત્યારે કહલગામના DSP દિલનવાઝ અહમદ ચર્ચામાં છે. તેમણે એક ગોરખધંધાનું કૌભાંડ બહાર પાડ્યું છે. આ ગોરખધંધો પોલીસ અને ખાણવિભાગની સાઠગાંઠથી ખુલ્લેઆમ ચાલતો હતો. આ કૌભાંડ પકડી પાડવા માટે DSPએ ડ્રાઈવરનો વેશ ધારણ કર્યો હતો. સમગ્ર ઘટનાના ખુલાસા પછી મુંગેર SP આશિષ ભારતીએ સ્વીકાર્યું છે કે, ભાગલપુર જિલ્લામાં આ ધંધો ચાલતો હતો. આ દરમિયાન અમે તમને IPS શિવદીપ વામનરાવ લાંડે વિશે જણાવીએ છીએ. આરોપીઓને તેમનો ડર હોવાની સાથે સાથે છોકરીઓ તેમને રિયલ સિંઘમ કહીને બોલાવે છે તેવી તેમની પ્રતિભા છે. શિવદીપ હાલ મુંબઈમાં એન્ટી નારકોટિક્સ સેલમાં ડીએસપી છે.

  જ્યારે ફિલ્મી સ્ટાઈલથી ઘુસણખોરને પકડ્યો


  - જાન્યુઆરી 2015માં શિવદીપ પટનાના ડાક બંગલા ચાર રસ્તા પાસે ઘુસણખોરી લઈ રહેલા ઈન્સપેક્ટર સરંવચંદને ફિલ્મી અંદાજમાં દુપટ્ટો ઓઢીને આરોપીને પકડ્યા હોવાથી ચર્ચામાં આવ્યા હતા.
  - યુપી પોલીસના ઈન્સપેક્ટર સર્વચંદ પર આરોપ હતો કે, તે પટનાના બે વેપારી ભાઈઓનો એક જૂનો કેસ પતાવવા માટે લાંચ લઈ રહ્યો હતો.
  - આ બંને ભાઈઓએ આ વિશેની માહિતી ડિએસપી શિવદીપ લાંડેને આપી રાખી હતી. ત્યારપછી લાંડેએ વેશ બદલીને યુનિફોર્મની જગ્યાએ ટીશર્ટ પહેરીને અને માથા પર દુપટ્ટો પહેરીને ઈન્સપેક્ટર સર્વચંદનો ડાક બંગલા પર રાહ જોતો હતો.
  - સર્વચંદ જ્યારે ત્યાં લાંચની રકમ લેવા પહોંચ્યો ત્યારે શિવદીપે તેને અરેસ્ટ કરી દીધો હતો. જોકે ત્યારપછી પુરાવા અભાવે થોડી જ વારમાં સર્વચંદને છોડી દેવામાં આવ્યો છે.

  દંબગ અને સિંઘમના નામથી ફેમસ છે શિવદીપ


  - શિવદીપ તેની દબંગ સ્ટાઈલના કારણે તે યુવાનોની વચ્ચે ફેમસ છે.
  - યંગસ્ટર્સ તેમને દબંગ અને સિંઘમ નામથી જ બોલાવે છે.
  - 1976માં વિદર્ભના અકોલા જિલ્લામાં જન્મેલા શિવદીપ લાંડે બિહારના પટના, અરણિયા, પૂર્ણિયા અને જમાલપુરમાં રહી ચૂક્યા છે.
  - ખેડૂત પરિવારમાં જન્મેલા શિવદીપે વિપરીત સંજોગોમાં એજ્યુકેશન પૂરુ કર્યું છે. 2006માં આઈપીએસમાં સિલેક્શન પછી તેમને બિહાર કેડર મળી હતી. ત્યાંના નક્સલગ્રસ્ત વિસ્તારમાં તેમની ટ્રેનિંગ થઈ હતી.
  - રોહતાસ એસપીમાં રહેતા શિવદીપે ગેરકાયદેસર ચાલતો માઈનિંગ બિઝનેસ બંધ કરાવી દીધો હતો. આ સિવાય શહેરની વચ્ચે જ 3 દારૂડિયાઓથી એક યુવતીને બચાવીને પણ તેઓ હીરો બન્યા બતા.

  મહારાષ્ટ્રના મિનિસ્ટરની દીકરી સાથે થયા લગ્ન


  - લાંડેના લગ્ન મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને પુણેના પુરંદરથી એમએલએ વિજય શિતવારેની દીકરી મમતા સાથે થયા હતા.
  - એક ફ્રેન્ડના ઘરે આયોજિત પાર્ટીમાં શિવદીપ અને મમતાની પહેલી મુલાકાત થઈ હતી.
  - આ મુલાકાત આગળ જઈને પહેલા પ્રેમ અને પછી લગ્નમાં પરિણમી હતી. બંનેના લગ્ન 2 ફેબ્રુઆરી 2014માં મુબંઈમાં થયા હતા. તેમને એક દીકરી પણ છે.

  આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધિત અન્ય તસવીરો

 • દુપટ્ટો ઓઢીને આ IPSએ પકડ્યો હતો ઘૂસણખોર ઈન્સપેક્ટર| Meet The Dabang IPS Shivdeep Lande
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  યંગસ્ટર્સ તેમને દબંગ અને સિંઘમના નામે બોલાવે છે
 • દુપટ્ટો ઓઢીને આ IPSએ પકડ્યો હતો ઘૂસણખોર ઈન્સપેક્ટર| Meet The Dabang IPS Shivdeep Lande
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  શિવદીપ હાલ મુંબઈમાં એન્ટી નારકોટિક્સ સેલમાં ડીએસપી છે.
 • દુપટ્ટો ઓઢીને આ IPSએ પકડ્યો હતો ઘૂસણખોર ઈન્સપેક્ટર| Meet The Dabang IPS Shivdeep Lande
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ