1,000 વાછરડાંની મા કહેવાય છે આ જર્મન મહિલા, આ કારણથી છોડવું પડશે ભારત

સુદેવી દાસીએ વિઝાની મુદ્દત વધારવા માટે મથુરાના સાંસદ હેમા માલિનીનો સંપર્ક કર્યો છે

divyabhaskar.com | Updated - Apr 02, 2018, 07:00 AM
1,000 વાછરડાંની મા કહેવાય છે આ જર્મન મહિલા,
1,000 વાછરડાંની મા કહેવાય છે આ જર્મન મહિલા,

છેલ્લા 40 વર્થથી અહીં હજારો અસહાય ગાવોની સેવા કરી રહેલી જર્મન મુળની મહિલા સુદેવી દાસીને તેનો ગૌપ્રેમ છોડવા માટે મજબૂર કરવામાં આવી રહી છે. કારણ માત્ર એટલું છે કે, તેના વિઝાની મુદ્દત પુરી થવા આવી છે.

મથુરા: છેલ્લા 40 વર્થથી અહીં હજારો અસહાય ગાવોની સેવા કરી રહેલી જર્મન મુળની મહિલા સુદેવી દાસીને તેનો ગૌપ્રેમ છોડવા માટે મજબૂર કરવામાં આવી રહી છે. કારણ માત્ર એટલું છે કે, તેના વિઝાની મુદ્દત પુરી થવા આવી છે. વીઝાની મુદ્દત વધારવા માટે સુદેવીએ સરકારી ઓફિસના ઘણાં આટાં-ફેરા કર્યા પરંતુ કોઈ પરિણામ મળ્યું નથી. હવે કંટાળીને સુદેવીએ સ્થાનિક સાંસદ હેમા માલિની પાસે મદદ માગી છે.

શું કહ્યું સાંસદે?


- સુદેવીએ વિઝા એક્સટેન્શન માટે મથુરાના સાંસદ હેમા માલિનીની મદદ માગી છે. સાંસદ હેમા માલિનીએ સુદેવીને આશ્વાસન આપ્યું છે કે, તેઓ વિઝા એક્સટેન્શન માટે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને વાત કરશે.
- તે સાથે જ સાંસદે તેમની ગૌસેવાના વખાણ કરતા કહ્યું છે કે, ભારતીયોએ પણ તેમની પાસેથી શીખ લેવી જોઈએ.

ભારત ફરવા આવી હતી, કરવા લાગી ગૌસેવા


- વિદેશી મહિલા સુદેવીનો જન્મ 2 માર્ચ 1958માં જર્મન શહેરમાં થયો હતો. તેનું અસલી નામ ફ્રેડરિક ઈરિન બ્રુનિગ છે.
- 1972માં જર્મનથી ભારત ફરવા આવેલી હવે અહીં હતી. અહીં ફર્યા દરમિયાન તેણે રસ્તા ઉપર ઘણી ફરતી, તડપતી, ભુખી-તરસી ગાયો જોઈ હતી. આ જોઈને તેને ઘણી તકલીફ થઈ હતી. ત્યારપછી તેણે રસ્તા ઉપર ફરતી ગાયોની સેવા કરવાનો સંકલ્પ કર્યો હતો.
- સુદેવીએ કૌનહાઈ ગામમાં 5 વીધા જમીન ભાડે લઈને રસ્તા ઉપર જઅસાહય અને બીમાર ગાયોનો આશ્રમ અને ગૌસેવા શરૂ કરી દીધી હતી.

આજે કરી રહી છે 1300 ગાયોની સેવા...

- 59 વર્ષની ફ્રિયેડરિક ઇરિના બ્રૂનિંગ જર્મનીથી ભારત ફરવા આવી હતી. તે મથુરામાં એક ગુરુને મળવા આવી હતી જેથી તેમને તેમની લાઇફનો કોઇ હેતુ મળી રહે. ત્યારે તેઓએ સડક પર બેઠેલી ગાયોને જોઇ. તેમને ખ્યાલ આવ્યો કે જ્યારે આ ગાયો દૂધ આપવાનું બંધ કરી દે છે ત્યારે માલિકો તેને સડક પર છોડી દે છે. આ વાતથી દુઃખી થઇને બ્રૂનિંગે ભારતમાં રહીને આ ગાયોની સેવા કરવાનું નક્કી કર્યું.

- બ્રૂનિંગે આવારા અને સડકો પર ફરતી ગાયોની સેવા કરવા માટે સુરભિ ગૌસેવા નિકેતનની શરૂઆત કરી. આજે અહીં લગભગ 1300 ગાયો રહે છે. તેમાં બીમાર ગાયોનો ઇલાજ કરાય છે અને તેમની સેવા પણ કરવામાં આવે છે.

દર વર્ષે આવે છે 22 લાખ રૂપિયાનો ખર્ચ

આ નિકેતનમાં લગભગ 60 લોકો કામ કરે છે. તેમને પગાર આપવા સિવાય નિકેતનની દેખરેખ માટે 22 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. બ્રૂનિંગના પિતા જર્મનીથી તેમને રૂપિયા મોકલતા પણ હવે તે રિટાયર થયા છે. એવામાં બ્રૂનિંગ જર્મનીમાં પોતાની થોડી પ્રોપર્ટી વેચીને આ નિકેતનમાં ગાયોની સેવા કરી રહી છે. પણ હવે વીઝાની સમસ્યાના કારણે તેમને મુશ્કેલી આવી રહી છે. હાલમાં બ્રૂનિંગ પણ ગાયોની સેવામાં જોડાયેલી છે.

આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

40 વર્ષથી ગાય-વાછરડાંની કરે છે સેવા
40 વર્ષથી ગાય-વાછરડાંની કરે છે સેવા
5 વીઘા જમીનમાં ગૌસેવાનો આશ્રમ ચલાવે છે
5 વીઘા જમીનમાં ગૌસેવાનો આશ્રમ ચલાવે છે
સુદેવીની વિઝાની મુદ્દત પુરી થવા આવી છે
સુદેવીની વિઝાની મુદ્દત પુરી થવા આવી છે
સુદેવીએ સ્થાનિક સાંસદ હેમા માલિની પાસે મદદ માગી છે.
સુદેવીએ સ્થાનિક સાંસદ હેમા માલિની પાસે મદદ માગી છે.
X
1,000 વાછરડાંની મા કહેવાય છે આ જર્મન મહિલા,1,000 વાછરડાંની મા કહેવાય છે આ જર્મન મહિલા,
40 વર્ષથી ગાય-વાછરડાંની કરે છે સેવા40 વર્ષથી ગાય-વાછરડાંની કરે છે સેવા
5 વીઘા જમીનમાં ગૌસેવાનો આશ્રમ ચલાવે છે5 વીઘા જમીનમાં ગૌસેવાનો આશ્રમ ચલાવે છે
સુદેવીની વિઝાની મુદ્દત પુરી થવા આવી છેસુદેવીની વિઝાની મુદ્દત પુરી થવા આવી છે
સુદેવીએ સ્થાનિક સાંસદ હેમા માલિની પાસે મદદ માગી છે.સુદેવીએ સ્થાનિક સાંસદ હેમા માલિની પાસે મદદ માગી છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App