જાણો એ વ્યક્તિ વિશે જેણે મુકેશ અંબાણીના દીકરાને બનાવ્યો FAT to FIT

મુંબઈના વિનોદ ચન્ના ભારતના પ્રખ્યાત ફિટનેસ ટ્રેનર છે, બોલિવૂડ એક્ટ્રેસને પણ રાખે છે ફિટ

divyabhaskar.com | Updated - Apr 30, 2018, 07:00 AM
અનંતે 18 મહિનામાં ઉતાર્યું 108 કિલો વજન
અનંતે 18 મહિનામાં ઉતાર્યું 108 કિલો વજન

આજે જે વ્યક્તિ વિશે અમે તમને કહેવા જઈ રહ્યા છીએ તે ભારતના ખૂબ પ્રખ્યાત ફિટનેસ ટ્રેનર છે. આ એ જ વ્યક્તિ છે જેમણે 18 મહિનાથી ઓછા સમયમાં મુકેશ અંબાણીના દીકરા અનંતનું 108 કિલો વજન ઓછુ કરવામાં મદદ કરી હતી.

મુંબઈ: આજે જે વ્યક્તિ વિશે અમે તમને કહેવા જઈ રહ્યા છીએ તે ભારતના ખૂબ પ્રખ્યાત ફિટનેસ ટ્રેનર છે. આ એ જ વ્યક્તિ છે જેમણે 18 મહિનાથી ઓછા સમયમાં મુકેશ અંબાણીના દીકરા અનંતનું 108 કિલો વજન ઓછુ કરવામાં મદદ કરી હતી. જોકે તે માટે તેમણે જે પરસેવો વહેવડાવ્યો છે તેને શબ્દોમાં વર્ણવો મુશ્કેલ છે.

જાણો કોણ છે અનંત અંબાણીના ફિટનેસ ટ્રેનર...

- મિડલ ક્લાસ પરિવાર સાથે સંબંધ ધરાવતા મુંબઈના વિનોદ ચન્ના આજે ભલે એક સફળ ફિટનેસ ટ્રેનર છે પરંતુ આ ઉંચાઈ સુધી પહોંચવા માટે તેમને ખૂબ સ્ટ્રગલ કરવી પડી છે.
- ઘરની આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે એક સમયનું જમવાનું પણ મુશ્કેલથી મળતુ હતું. તે દિવસોને યાદ કરતા વિનોદે જણાવ્યું કે, એવા ઘણા દિવસો પસાર થતા જ્યારે પરિવાર એક સમયનું જમીને ગુજરાન ચલાવતા હતા.
- આજે વિનોદે અફોર્ડ કરવું દરેક વ્યક્તિ માટે શક્ય નથી. એક રિપોર્ટ પ્રમાણે વિનોદની 12 સેશન્સની ફિ અંદાજે રૂ. 1.5 લાખ છે.
- જ્યારે ઘરે પર્સનલ ટ્રેનિંગ આપવામાં તે રૂ. 3.5થી 5 લાખ સુધીનો ચાર્જ પણ કરે છે.

સોટી જેવો કહીને ફ્રેન્ડ્સ ઉડાવતા હતા મજાક


- વિનોદ જણાવે છે કે, તે બાળપણમાં ખૂબ દુબળો-પાતળો હતો. મોટા ભાગના મિત્રો તેને સોટી જેવો કહીને ચીડાવતા હતા.
- અંતે મે બોડિ બિલ્ડિંગનો નિર્ણય કર્યો. મે રૂ. 50માં મહિનો એવું લોકલ જિમ જોઈન કરી લીધું.
- અહીં બોડિ બલ્ડિંગની સાથે સાથે પ્રોફેશનલ ટ્રેનર બનવા માટે ટ્રેનિંગ આપવામાં આવતી હતી.
- તેની આ જ મહેનતના કારણે વિનોદ બોડિ બિલ્ડર બની ગયો. ત્યારપછી જીવનમાં તેને હંમેશા સફળતા જ મળી હતી.

ફિટનેસ ટ્રેનર તરીકે પહેલી નોકરી મળી અહિંયા


- 1994માં વિનોદ બોડિ બિલ્ડિંગના પ્રોફેશનમાં આવ્યા હતા. ત્યારપછી તેણે મિસ્ટર મુંબઈ સહિત જૂનિયર લેવલ લોકલ બોડિ બિલ્ડિંગ કોમ્પિટિશનમાં ઘણાં અવોર્જ ડીત્યા હતા.
- આ દરમિયાન એક મિત્રના રેફરન્સથી તેને 'તલવલકર'માં ફિટનેસ ટ્રેનર તરીકે પહેલી નોકરી મળી હતી. અહીં તેમની સેલરી મહિનાની રૂ. 4,000 નક્કી કરવામાં આવી હતી.
- મારી ખુશીનો પાર નહતો રહ્યો. કારણકે આ પહેલાં તેણે જ્યાં પણ નોકરી કરી હતી ત્યાં તેને રૂ. 1500 કરતા વધારે નહતા મળ્યા.
- આ સિવાય તેમણે 2008માં મુંબઈ ગોલ્ડ મેડલ, મિસ્ટર મહારાષ્ટ્ર, મિસ્ટર મુંબઈ ચેમ્પિયન ઓફ ચેમ્પિયન, મિસ્ટર જોગેશ્વરી, મિસ્ટર ગિરગાંવ જેવા ઘણાં અવોર્ડ જીતી લીધા હતા.

આ રીતે ઘટાડ્યું અનંત અંબાણીનું 108 કિલો વજન


1. રનિંગ- કાર્ડિયો પર રોજનું 21 કિમીનું વર્કઆઉટ
2. યોગ- અનંતના ફિટનેસ માટે યોગની પણ મદદ લેવામાં આવી હતી. યોગ ગુરુના મત પ્રમાણે રેગ્યુલર યોગથી વજન ઘટાડી શકાય છે.,
3. વેટ ટ્રેનિંગ- કેલરી બર્ન માટે વેટ ટ્રેનિંગ પણ ખૂબ જરૂરી છે. તેનાથી બોડિના મસલ્સ ફિટ થાય છે.
4. ફંક્શનલ ટ્રેનિંગ- મસલ્સ ફિટ રાખવા માટે ફંક્શન ટ્રેનિંગ જરૂરી છે. તેનાથી બોડિની સ્ટેબિલિટિ વધે છે.
5. કાર્ડિયો એક્સરસાઈઝ- ફેટ બર્ન કરવા માટે હાઈ ઈન્ટેસિંટી કાર્ડિયો એક્સરસાઈઢ ખૂબ મહત્વની છે. તેનાથી હાર્ટ રેટ વધે છે અને ખૂબ ઓછા સમયમાં વધારે ફેટ ઉતારી શકાય છે. તેનાથી મેટાબોલિઝમ પણ મજબૂત થાય છે.
6. ડાયટ- વજન ઉતારવા માટે ખાસ ડાયટ પ્લાન ખૂબ જરૂરી છે. અનંતના શુગરલેસ અને લો કાર્બોહાઈડ્રેટ ટાઈટને ફોલો કર્યું. બ્રેડ, સ્વિટ, પાસ્તા, સોફ્ટ ડ્રિન્ક એકદમ બંધ કર્યું.

આગળની સ્લાઈજમાં જુઓ અન્ય સંબંધિત તસવીરો

શિલ્પા શેટ્ટીના પણ ટ્રેનર છે વિનોદ
શિલ્પા શેટ્ટીના પણ ટ્રેનર છે વિનોદ
વિનોદની ફી ખૂબ વધારે હોય છે
વિનોદની ફી ખૂબ વધારે હોય છે
જ્હોન અબ્રાહમને પણ ફિટનેસની ટ્રેનિંગ આપી ચૂક્યા છે વિનોદ
જ્હોન અબ્રાહમને પણ ફિટનેસની ટ્રેનિંગ આપી ચૂક્યા છે વિનોદ
વિનોદે અનંત પાછળ ખૂબ મહેનત કરવી પડી હતી
વિનોદે અનંત પાછળ ખૂબ મહેનત કરવી પડી હતી
X
અનંતે 18 મહિનામાં ઉતાર્યું 108 કિલો વજનઅનંતે 18 મહિનામાં ઉતાર્યું 108 કિલો વજન
શિલ્પા શેટ્ટીના પણ ટ્રેનર છે વિનોદશિલ્પા શેટ્ટીના પણ ટ્રેનર છે વિનોદ
વિનોદની ફી ખૂબ વધારે હોય છેવિનોદની ફી ખૂબ વધારે હોય છે
જ્હોન અબ્રાહમને પણ ફિટનેસની ટ્રેનિંગ આપી ચૂક્યા છે વિનોદજ્હોન અબ્રાહમને પણ ફિટનેસની ટ્રેનિંગ આપી ચૂક્યા છે વિનોદ
વિનોદે અનંત પાછળ ખૂબ મહેનત કરવી પડી હતીવિનોદે અનંત પાછળ ખૂબ મહેનત કરવી પડી હતી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App