Home » National News » Desh » વિદ્યાર્થીનીએ એનેસ્થેસિયાનો હાઈડોઝ લઈ કરી આત્મહત્યા| Medical Student Committed Suicide In Indore

વિદ્યાર્થીનીએ એનેસ્થેસિયાનો હાઈડોઝ લઈ કરી આત્મહત્યા, 4 દિવસમાં લખી 12 પેજની સુસાઈડ નોટ

Divyabhaskar.com | Updated - Jun 13, 2018, 04:29 PM

પિતાએ જણાવ્યું કે, રૂ. 9.9 લાખ ફી ભરવાની નોટિસ આપી હોવાથી તણાવમાં હતી દીકરી

 • વિદ્યાર્થીનીએ એનેસ્થેસિયાનો હાઈડોઝ લઈ કરી આત્મહત્યા| Medical Student Committed Suicide In Indore
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  સ્મૃતિએ એનેસ્થેસિયાનો હાઈડોઝ લઈને કર્યું સુસાઈડ (ફાઈલ)

  ભોપાલ: ઈન્ડેક્સ મેડિકલ કોલેજની એનેસ્થેસિયા વિભાગની ફાઈનલ યરની વિદ્યાર્થિનીએ ઈન્ટ્રા કૈથ દ્વારા એનેસ્થેસિયાનો હાઈ ડોઝ લઈને આત્મહત્યા કરી લીધી. વિદ્યાર્થિની સાંજે 6 વાગ્યા સુધી ડ્યૂટી પર હતી. ડ્યૂટી પૂરી થતાં તે દર્દીઓને લગાવવામાં આવતા ઈંન્ટ્રા કૈથને લઈને હોસ્ટેલના રૂમમાં ગઈ હતી. તેણે મોબાઈલ પર કોઈની સાથે લાંબી વાત કરી અને ચેટિંગ પણ કર્યું.

  - રાતે અંદાજે 1.15 વાગે વિદ્યાર્થીનીના મોતની ખબર તેના ફ્રેન્ડ અને પીજી ગ્રૂપના સાથી ડોક્ટર પ્રખર ગુપ્તાએ હોસ્ટેલ મેનેજમેન્ટને આપી હતી. પ્રખરે પોલીસને જણાવ્યું કે, મૃતક સ્મૃતિ અને તે સાથે જ આવતા જતા હતા. તેઓ ખૂબ સારા મિત્રો હતા. રવિવારે તે ભોપાલથી આવ્યો ત્યારે તેણે સ્મૃતિને લઈને રેડિસન ચાર રસ્તા બોલાવી હતી. સ્મૃતિ પણ બાઈક ચલાવતી હતી. જોકે એ દિવસે સ્મૃતિ તેને લેવા આવી નહતી.
  - રાતે 12.45 વાગે પ્રખરે ફરી સ્મૃતિને ફોન કર્યો હતો. પરંતુ તેણે ફોન ન ઉપાડ્યો. ત્યારપછી પ્રખર જ્યારે તેના રૂમમાં પહોંચ્યો ત્યારે તેના રૂમમાંથી સ્મૃતિની એક સુસાઈડ નોટ મળી આવી હતી. સુસાઈડ નોટ વાંચીને પ્રખર દોડીને સ્મૃતિના રૂમ બાજુ તોડ્યો હતો. ત્યારપછી તેણે કોલેજ મેનેજમેન્ટને અને તેમણે પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. પ્રખરે જ સ્મૃતિના પરિવારજનોને પણ બોલાવ્યા હતા. પોલીસે પૂછપરછ કરીને મોડી રાતે પ્રખરને છોડી દીધો હતો.

  ચાર દિવસમાં લખી 12 પેજની સુસાઈડ નોટ


  - પોલીસના જણાવ્યા પ્રમાણે સ્મૃતિએ 12 પેજની સુસલાઈડ નોટ લખી હતી. તેમાં તેણે બંને એન્જિનિયર ભાઈ સ્પર્શ અને સ્પંદન, માતા અને પિતા સહિત અમુક મિત્રોના નામ લખીને કંઈકને કંઈક લખ્યું છે. તેણે દરેકની માફી પણ માગી છે. આ સુસાઈડ નોટ 3-4 દિવસમાં લખવામાં આવી છે.

  રૂ. 9.9 લાખની ફી ભરવા માટે આપી હતી નોટિસ: પિતા


  - ઈન્ડેક્સ મેડિકલ કોલેજની એનેસ્થેસિયા વિભાગમાં ફાઈનલ યરની વિદ્યાર્થીની ડૉ. સ્મૃતિ સાહરપુરેના મોત મામલે પિતાએ આરોપ લગાવ્યો છે કે, કોલેજ મેનેજમેન્ટ દીકરીને રૂ. 9 લાખ 90 હજારની ફી ભરવા માટેની નોટિસ આપી હતી. ત્યારથી મારી દીકરી તણાવમાં રહેતી હતી. તેથી જ તેણે આવું પગલું લીધું છે.
  - સ્મૃતિના પિતા સેન્ટ્રલ બેન્કમાં મેનેજર હતા. જૂન 2016માં તેમની દીકરી પીજી કોર્સમાં સિલેક્ટ થઈ હતી. શનિવારે સ્મૃતિએ તેના ભાઈ સ્પંદન સાથે વાત કરી હતી અને તેની તબિયત ખરાબ હોવાનું જણાવ્યું હતું. દીકરીએ ઈન્ડેક્સ કોલેજમાં એડ્મિશન લીધું ત્યારે તેને ખબર પડી કે આ કોલેજમાં ફાઈનાન્સ સીટ પર એડ્મિશન મળી શકે છે. મેનેજમેન્ટે તેને પ્રાઈવેટ યુનિવર્સિટી બનાવી દીધી છે. દીકરીએ વિદ્યાર્થીઓને એક જૂથ કરીને હાઈકોર્ટમાં કેસ કર્યો હતો. તેનો નિર્ણય છોકરીઓના પક્ષમાં જ આવ્યો હતો.
  - કોર્ટના નિર્ણય પછી કોલેજ વિદ્યાર્થીઓને અમુક સુવિધાઓ આપવી પડી હતી. થોડા દિવસ પહેલાં દીકરી સાથે કેસ કરનાર વિદ્યાર્થીઓ કોલેજ મેનેજમેન્ટને મળ્યા તો કોલેજના મેનેજમેન્ટે મારી દીકરીનું ખૂબ અપમાન કર્યું હતું. આ વર્ષે અચાનક રૂ. દોઢ લાખ ફી પણ વધારી દીધી હતી. તે કારણથી પણ તે ઘણી તણાવમાં રહેતી હતી. પિતાએ સ્મૃતિના પ્રખર સાથે પ્રેમ સંબંધ હોવાની વાતનો પણ ઈન્કાર કર્યો છે.

  મૃતદેહની ફિંગર પ્રિન્ટ્સથી ખોલ્યું મોબાઈલનું લોક


  - સ્મૃતિના મોબાઈલમાં ફિંગર પ્રિન્ટ લોક હતું. પોલીસે મૃતદેહની ફિંગર પ્રિન્ટની મદદથી મોબાઈલનું લોક ખોલ્યું હતું. મોબાઈલને એફએસએલ તપાસ માટે મોકલી દેવામાં આવ્યો છે. પોલીસે કોલ ડિટેલ પણ કઢાવી છે. પોલીસને સ્મૃતિના રૂમમાંથી ઘણાં પ્રકારની એનેસ્થેસિયાની દવાઓ અને ઈન્જેક્શનની બોટલ મળી છે. આ બધાને મીક્સ કરીને સ્મૃતિએ હેવી ડોઝ લીધો હતો. જિલ્લા હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, તેેના શરીર પર ક્યાંય કોઈ ઈજાના નિશાન નથી. વિસરા, ટિશુ અને બ્લડ સેમ્પલ તપાસ માટે મોકલી દેવામાં આવ્યા છે.
  - સ્મૃતિના મિત્રોએ પોલીસ પૂછપરછમાં જણાવ્યું કે, તેને કોલેજના લોકો પરેશાન કરી રહ્યા હતા. ફી વધારવા મુદ્દે પણ થોડા દિવસ પહેલા તેનો કોલેજ મેનેજમેન્ટ સાથે ઝઘડો થયો હતો. ત્યારપછીથી જ તે વધારે સ્ટ્રેસમાં રહેવા લાગી હતી. અન્ય વિદ્યાર્થીઓના આ નિવેદનના આધારે પણ તપાસ કરવામાં આવી રહી છે.

  કોલેજ મેનેજમેન્ટે કહ્યું- વિદ્યાર્થીનીના મોતમાં અમારી કોઈ ભૂમિકા નથી


  ઈન્ડેક્સ કોલેજના મેનેજમેન્ટ અધિકારી આરસી યાદવે જણાવ્યું કે, ડૉ. સ્મૃતિની આત્મહત્યામાં કોલેજ મેનેજમેન્ટની કોઈ ભૂમિકા નથી. તે તેના બેચના વિદ્યાર્થી ડૉ. પ્રખર ગુપ્તા સાથે સંપર્કમાં હતી. પ્રખરે જ સ્મૃતિની સુસાઈડ લેટર તેના કબાટમાં જ છુપાવી દીધો છે.

  આ પણ વાંચો: ભૈયુજી મહારાજે ગોળી મારી આત્મહત્યા કરી, હોસ્પિટલ પહોંચતા પહેલાં જ લીધા અંતિમ શ્વાસ

  આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીર

 • વિદ્યાર્થીનીએ એનેસ્થેસિયાનો હાઈડોઝ લઈ કરી આત્મહત્યા| Medical Student Committed Suicide In Indore
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  સ્મૃતિએ સુસાઈડ પહેલાં ફોન પર લાંબી વાત અને ચેટિંગ કર્યું હતું (ફાઈલ)
 • વિદ્યાર્થીનીએ એનેસ્થેસિયાનો હાઈડોઝ લઈ કરી આત્મહત્યા| Medical Student Committed Suicide In Indore
  સ્મૃતિએ સુસાઈડ પહેલાં ફોન પર લાંબી વાત અને ચેટિંગ કર્યું હતું (ફાઈલ)
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ