તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાક.ને FATF ના ગ્રે લિસ્ટમાં સામેલ કરવાના નિર્ણયને ભારતે આવકાર્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવી દિલ્હી: આતંકી ફંડિગને લઇને ફ્રાન્સની સંસ્થા ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ)એ પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં સામેલ કર્યું છે. એફએટીએફના આ ફેંસલાનું સ્વાગત કરતા ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે પાકિસ્તાને એફએટીએફના સ્ટાન્ડર્ડ્સને લાગુ કરવાનું વચન આપ્યું હતું, પરંતુ પાક આતંકી ફંડિંગ રોકવામાં નિષ્ફળ રહ્યું. પાકિસ્તાનમાં હજુપણ આતંકી હાફિઝ સઇદ અને જમાત-ઉદ-દાવા, લશ્કર-એ-તોઇબા, જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકી સંગઠન સક્રિય છે. એટેલ તેમનો આ જ અંજામ હોવો જોઇએ. અમને આશા છે કે એફએટીએફના પ્લાનનું સમયબદ્ધ રીતે પાલન કરવામાં આવશે. 

 

એફએટીએફના ગ્રે લિસ્ટમાં પાકિસ્તાન 9મા સ્થાને

 

- મની લોન્ડ્રિંગ અને ટેરર ફાઇનાન્સિંગના મામલે રોક ન લગાવનારા દેશોની રેટિંગ તૈયાર કરતી ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ) ગ્રે અને બ્લેક લિસ્ટ તૈયાર કરે છે. પાક મીડિયાના જણાવ્યા પ્રમાણે, પેરિસમાં 24થી 29 જૂનના રોજ એફએટીએફની રિવ્યુ મીટિંગ થઇ. તેમાં પાકને ગ્રે લિસ્ટમાં 9મા સ્થાને રાખવામાં આવ્યું છે. 

- પાકિસ્તાન ઉપરાંત, ગ્રે લિસ્ટમાં 8 અન્ય દેશોમાં ઇથિયોપિયા, સર્બિયા, શ્રીલંકા, સીરિયા, ત્રિનિદાદ અને ટોબેગો, ટ્યુનિશિયા અને યમન સામેલ છે. 

 

પાકિસ્તાનમાં આતંકીઓને થાય છે હજુપણ ફંડિંગ- રિપોર્ટ

 

- એફએટીએફની રિવ્યુ મીટિંગમાં પાકિસ્તાન દ્વારા આતંકી ફંડિંગ રોકવા માટે ઉઠાવવામાં આવેલા પગલાંઓ અંગે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાને આગામી 15 મહિનાઓમાં આતંકી ફંડિંગ રોકવા માટે 26 સૂત્રીય એક્શન પ્લાન રજૂ કર્યો. 

- એફટીએફએ ઇન્ટરનેશનલ કો-ઓપરેશન રિવ્યુ ગ્રુપ (આઇસીઆરજી)ના રિપોર્ટના રિવ્યુ પછી પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં સામેલ કરી લીધું. આઇસીઆરજીના રિપોર્ટ પ્રમાણે, પાકિસ્તાન સરહદ પારથી થઇ રહેલા ફંડિંગને રોકવામાં નિષ્ફળ રહ્યું છે. 
- પાકિસ્તાન અખબાર એક્સપ્રેસ ટ્રિબ્યુને જણાવ્યું કે એફએટીએફે તમામ 9 દેશોને સમયમર્યાદામાં તેમના સ્ટાન્ડર્ડ્સ હેઠળ આતંકી ફંડિંગ પર એક્શન લેવા માટે કહ્યું છે. 

 

અન્ય સમાચારો પણ છે...