યુવતીનો ગેંગરેપ કરી બનાવ્યો વીડિયો, બાદમાં મંગેતરને મોકલ્યાં તેના ન્યૂડ ફોટાઓ

એમકોમની વિદ્યાર્થિની સાથે ગેંગરેપનો મામલો સામે આવ્યો, આરોપીઓએ અશ્લીલ વીડિયો બનાવીને બ્લેકમેઈલ બાદ દુષ્કર્મ કર્યું.

Divyabhaskar.com | Updated - Apr 16, 2018, 07:10 AM
Girl molestation made Video

સાઇબર સિટીમાં એમકોમની વિદ્યાર્થિની સાથે ગેંગરેપનો મામલો સામે આવ્યો છે. આરોપીઓએ પીડિતાનો અશ્લીલ વીડિયો બનાવીને બ્લેકમેઈલ કરી અને શારીરિક સંબંધો બનાવ્યાં. આ વચ્ચે પીડિતાના લગ્ન નક્કી થઈ ગયા તો મંગેતરને તેના ન્યૂડ ફોટા મોકલ્યાં હતા.

ગુડગાંવઃ સાઇબર સિટીમાં એમકોમની વિદ્યાર્થિની સાથે ગેંગરેપનો મામલો સામે આવ્યો છે. આરોપીઓએ પીડિતાનો અશ્લીલ વીડિયો બનાવીને બ્લેકમેઈલ કરી અને શારીરિક સંબંધો બનાવ્યાં. આ વચ્ચે પીડિતાના લગ્ન નક્કી થઈ ગયા તો મંગેતરને તેના ન્યૂડ ફોટા મોકલ્યાં હતા. પરિણામે તેના લગ્ન તૂટી ગયા હતા. ફરિયાદ કર્યાં બાદ પોલીસે ગેંગરેપનો કેસ દાખલ કરી બે આરોપીઓની ધરપકડ કરી છે.

યુવતીને બેભાન કરી બનાવ્યો હતો ન્યૂડ વીડિયો


- યુવતી શહેરના એક કોલેજમાં એમ કોમનો અભ્યાસ કરી રહી છે. મહિલા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલી ફરિયાદ મુજબ જાન્યુઆરી, 2016માં ફેસબુક પર તેની મિત્રતા નવાદ ગામના કેશવ સાથે થઈ હતી.
- જૂન, 2016માં આરોપી પીડિતાને મળવા કોલેજ આવ્યો હતો. આરોપી વાત કરવાના બહાને પોતાના મિત્રના રૂમમાં લઈ ગયો હતો જ્યાં પહેલેથી જ અભિષેક અને સુનિલ હાજર હતા.
- આરોપીઓએ તેના કોલ્ડ ડ્રિંક્સમાં નશીલા પદાર્થ નાંખ્યો હતો. જે બાદ બેભાન થયેલી યુવતીનો ન્યૂડ વીડિયો બનાવ્યો હતો. યુવતી જ્યારે ભાનમાં આવી ત્યારે તેને ધમકી આપવામાં આવી હતી કે જો કોઈને કંઈ કહ્યું તો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી નાંખશે.
- આ વચ્ચે સુનિલે તેને IMT માનેસર પાસેની એક હોટલમાં બોલાવી અને વીડિયો દેખાડીને રેપ કર્યો. આરોપી અશ્લીલ વીડિયો બનાવીને તેને બ્લેકમેઈલ કરતાં રહ્યાં અને તેને અલગ અલગ જગ્યાએ લઈ જઈને તેના પર રેપ કર્યો હતો.
- એક દિવસે કેશવનો ફોન આવ્યો અને ખોટું કામ કરવા માટે એક જગ્યાએ બોલાવી. જે અંગે તેને મનાઈ કરી દીધી અને વાત ન કરવાનું કહ્યું. આ વચ્ચે પરિવારના લોકોએ તેની સગાઈ કરી હતી.
- યુવતીના લગ્ન 29 એપ્રિલે થવાના હતા. ત્રણેય આરોપીઓએ મંગેતરને તેની ન્યૂડ ફોટો મોકલી દીધી હતી. પરિણામે તેનો સંબંધ તૂટી ગયો હતો.
- આરોપીઓની હરકતોથી કંટાળીને પીડિતાએ ગુરૂવારનાં રોજ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.

X
Girl molestation made Video
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App