Home » National News » Latest News » National » BSP will prefer to contest all elections alone saya Mayawati

ગઠબંધનમાં પર્યાપ્ત બેઠક નહીં મળે તો 2019માં એકલા ચૂંટણી લડીશું: માયાવતી

Divyabhaskar.com | Updated - May 27, 2018, 04:35 PM

કૈરાના ચૂંટણીના મતદાન પહેલાં માયાવતીના નિવેદન સાથી પક્ષોની મુશ્કેલી વધારી દીધી છે.

 • BSP will prefer to contest all elections alone saya Mayawati
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  બસપાના અધ્યક્ષ માયાવતીએ જાહેરાત કરી છે કે જો મહાગઠબંધનમાં તેને પર્યાપ્ત સીટ નહીં મળે તો તે સમજૂતી કરવાને બદલે એકલા હાથ ચૂંટણી લડશે (ફાઈલ)

  નેશનલ ડેસ્કઃ કૈરાના ચૂંટણીના મતદાન પહેલાં માયાવતીના નિવેદન સાથી પક્ષોની મુશ્કેલી વધારી દીધી છે. શનિવારે લખનઉમાં થયેલી પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક બાદ માયાવતીએ કહ્યું હતું કે, "એ સત્ય છે કે ગઠબંધનને લઈને તેની વાતચીત ઉત્તર પ્રદેશ અને બીજા રાજ્યોમાં રાજકીય પાર્ટીઓ સાથે ચાલી રહી છે પરંતુ ગઠબંધન ત્યારે જ થશે જ્યારે બેઠકોની સમજૂતી સન્માનજનક હોય." સપા-બસપા વચ્ચે ગઠબંધનને લઈને વાતચીત ચાલી રહી છે પરંતુ જયાં સુધી બંને પક્ષ વચ્ચે સીટોની ફાળવણી લઈને સહમતી નથી સધાતી ત્યાં સુધી આ ગઠબંધનની વાત માત્ર ગપગોળા જેવી જ છે. ત્યારે માયાવતીએ જો ગઠબંધન ન થાય તો એકલા ચૂંટણી લડવાનું પણ કહ્યું છે.

  દરેક પરિસ્થિતિ માટે તૈયાર રહો


  - બસપાના અધ્યક્ષ માયાવતીએ જાહેરાત કરી છે કે જો મહાગઠબંધનમાં તેને પર્યાપ્ત સીટ નહીં મળે તો તે સમજૂતી કરવાને બદલે એકલા હાથ ચૂંટણી લડશે.
  - માયાવતીએ પોતાના કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહ્યું હતું કે, "યુપીની પાર્ટીઓ સાથે ગઠબંધન માટે વાતચીત ચાલી રહી છે પરંતુ કાર્યકર્તાઓ દરેક પરિસ્થિતિ માટે તૈયાર રહે."
  - કૈરાના લોકસભા પેટાચૂંટણીને લઈને હજુ સુધી માયાવતીએ સમર્થનની જાહેરાત નથી કરી. જો કે અજીત સિંહની પાર્ટી RLD અને સમાજવાદી પાર્ટી મુજબ ગઠબંધનના સંકેત અપાયાં છે.

  20-22 વર્ષ હું જ નેતા


  - માયાવતીએ આ દરમિયાન કહ્યું કે આગામી 20-22 વર્ષ સુધી બીએસપીનું નેતૃત્વ તે જ સંભાળશે.
  - આ દરમિયાન તેઓએ પોતાના ઘુંટણના દર્દનો પણ ઉલ્લેખ કર્યો અને સાથે સુનિશ્ચિત કર્યુ કે ગમે તે થાય બીએસપીનું નેતૃત્વ તેઓ જ કરશે.

  સોનિયા-માયાવતીની નીકટતા જોવા મળી હતી


  - ગત દિવસોમાં બેંગલુરુમાં કુમારસ્વામીના શપથ સમારંભમાં માયાવતી અને સોનિયા ગાંધી વચ્ચે ઘણી સારી કેમિસ્ટ્રી જોવા મળી હતી.
  - સાથે જ માયાવતીએ કોઈ નેતાને મળવા ન ગયા પરંતુ તમામ નેતા તેમને તેમના ઉતારા પર મળવા આવ્યાં હતા.

 • BSP will prefer to contest all elections alone saya Mayawati
  કુમારસ્વામીના શપથ સમારંભમાં માયાવતી અને સોનિયા ગાંધી વચ્ચે ઘણી સારી કેમિસ્ટ્રી જોવા મળી હતી (ફાઈલ)
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ