Home » National News » Latest News » National » માયાવતીએ કહ્યું ભારતબંધ સફળ રહ્યું અને બીજેપી ડરી ગઇ | Mayawati said BJP got scared of Bharat Bandh the protest was successf

ભારતબંધની સફળતાથી ડરી બીજેપી, હવે દલિતો પર અત્યાચાર: માયાવતી

Divyabhaskar.com | Updated - Apr 08, 2018, 02:59 PM

બસપા પ્રમુખ માયાવતીએ રવિવારે લખનઉમાં કહ્યું કે ભારત બંધનો વિરોધ ઘણી હદ સુધી સફળ રહ્યો

 • માયાવતીએ કહ્યું ભારતબંધ સફળ રહ્યું અને બીજેપી ડરી ગઇ | Mayawati said BJP got scared of Bharat Bandh the protest was successf
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  ભારત બંધ દરમિયાન માયાવતીએ કહ્યું હતું કે દેશમાં દલિત અને આદિવાસીઓની આડમાં હિંસા થઇ રહી છે. (ફાઇલ)

  લખનઉ: બસપા પ્રમુખ માયાવતીએ રવિવારે લખનઉમાં કહ્યું કે ભારત બંધનો વિરોધ ઘણી હદ સુધી સફળ રહ્યો. તેણે બીજેપીને ડરાવી દીધી છે અને જે રાજ્યોમાં તેની સત્તા છે ત્યાંના ઓફિસરોએ દલિતો પર અત્યાચારો શરૂ કરી દીધા છે. ઘણા દલિત અને તેમના પરિવારજનોની ધરપકડ કરવામાં આવી રહી છે. તેમણે બીજેપીના દલિત સાંસદો પર પણ નિશાન સાધ્યું. માયાવતીએ કહ્યું કે જનતા તેમને ક્યારેય માફ નહીં કરે. ઉલ્લેખનીય છે કે 2 એપ્રિલના રોજ દલિત સંગઠનોના ભારત બંધ દરમિયાન 12 રાજ્યોમાં હિંસા ભડકી હતી. તેમાં 15 લોકોના મોત થઇ ગયા હતા.

  બીજેપીના દલિત સાંસદ સ્વાર્થી અને વેચાઇ જાય એવા

  - માયાવતીએ કહ્યું કે મને ભરોસો છે કે દેશના સ્વાભિમાની દલિત સમાજના લોકો સ્વાર્થી અને વેચાઇ જાય તેવી માનસિકતાવાળા સાંસદ (બીજેપી દલિત સાંસદ)ને માફ કરે એવા નથી.

  બીજેપીના દલિત સાંસદ મોદી સરકારથી નારાજ

  - બીજેપીના 4 દલિત સાંસદોએ દલિતોના મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને નારાજગી દર્શાવી હતી. તેમાં યશવંત સિંહ, અશોક દોહરે, છોટેલાલ ખરવાર અને ઉદિત રાજ સામેલ છે.

  -બીજી બાજુ બહરાઇચથી સાંસદ સાવિત્રી બાઇએ સરકાર પર આરક્ષણ ખતમ કરવાના કાવતરાનો આરોપ લગાવ્યો હતો.

 • માયાવતીએ કહ્યું ભારતબંધ સફળ રહ્યું અને બીજેપી ડરી ગઇ | Mayawati said BJP got scared of Bharat Bandh the protest was successf
  ભારત બંધ દરમિયાન 12 રાજ્યોમાં હિંસા ભડકી હતી. તેમાં 15 લોકોના મોત થયા હતા.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ