હું કોઈની ફઈબા નથી, 2019માં સન્માનજનક સીટ હશે તો જ થશે ગઠબંધન- માયાવતી

સુપ્રીમ કોર્ટના આદેશ પછી 13-એ માલ એવન્યૂ સ્થિત સરકારી બંગલો છોડીને 7 માલ એવન્યૂના નવા બંગલામાં પ્રવેશ કર્યો.

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 02:28 PM
Mayawati attacked on BJP over Rafale deal and other issue

સુપ્રીમ કોર્ટના આદેશ પછી 13-એ માલ એવન્યૂ સ્થિત સરકારી બંગલો છોડીને 7 માલ એવન્યૂના નવા બંગલામાં પ્રવેશ કર્યા બાદ પૂર્વ મુખ્યમંત્રી અને બસપા સુપ્રીમ માયાવતીએ કહ્યું કે, લોકો રાજકીય ફાયદો ઉઠાવવા માટે મારી સાથે સંબંધ બનાવવા માગે છે અને મને ફઈબા કહે છે.

લખનઉઃ સુપ્રીમ કોર્ટના આદેશ પછી 13-એ માલ એવન્યૂ સ્થિત સરકારી બંગલો છોડીને 7 માલ એવન્યૂના નવા બંગલામાં પ્રવેશ કર્યા બાદ પૂર્વ મુખ્યમંત્રી અને બસપા સુપ્રીમ માયાવતીએ કહ્યું કે, લોકો રાજકીય ફાયદો ઉઠાવવા માટે મારી સાથે સંબંધ બનાવવા માગે છે અને મને ફઈબા કહે છે.

ઘણાં લોકો રાજકીય ફાયદા માટે મારું નામ વટાવે છે- માયાવતી


- નવા ઘરમાં પ્રવેશ લીધા બાદ માયાવતીએ કોઈનું નામ લીધા વગર કહ્યું કે, "કેટલાંક લોકો રાજકીય લાભ ખાટવા માટે તેમનું નામ મારી સાથે જોડે છે અને મને ફઈબા કહે છે."
- બસપા સુપ્રીમોએ વધુમાં કહ્યું કે, "આવું જ સહરાનપુર જાતિય હિંસા મામલાના આરોપી ચંદ્રશેખર આઝાદ રાવણે પણ કર્યું. મારો તેની સાથે કોઈ જ સંબંધ નથી. આ ભાજપનો ગેમ પ્લાન છે."
- યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે પણ પોતાના નિવેદનોમાં માયાવતીને ફઈબા કહેતા હોય છે.

ભાજપ પર સાધ્યું નિશાન


- બસપા સુપ્રીમોએ કહ્યું કે આગામી ચૂંટણીમાં પાર્ટી ભાજપને રોકવાના પૂરાં પ્રયાસ કરશે. તો મહાગઠબંધન પર તેઓએ કહ્યું કે બીજી પાર્ટીઓ સાથે ગઠબંધન ત્યારે જ થશે જ્યારે અમને સન્માનજનક બેઠક મળે.
- માયાવતીએ કહ્યું કે 2 એપ્રિલે SC/ST એક્ટને લઈને થયેલાં બંધમાં સામેલ લોકો પર અત્યાચાર યથાવત જ છે. તેઓને ખોટાં આરોપોમાં ફસાવવામાં આવી રહ્યો છે. જે એક સરકારી આતંક છે.
- મોબ લિચિંગની વધતી ઘટનાઓ અંગે માયાવતીએ કહ્યું કે તેનાથી દેશ કલંકિત થયો છે. જો પીએમ મોદી અને ભાજપ અટલજીના બતાવેલાં રસ્તા પર ચાલે તો આજે દેશની આવી સ્થિતિ ન હોત.
- બીએસપી સુપ્રીમો કહ્યું કે, ભાજપ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નિધનને લઈને ફાયદો ઉઠાવવા માગે છે. જ્યારે કે તેઓ તેમના બતાવેલાં રસ્તા પર ક્યારેય નથી ચાલ્યાં.
- ભ્રષ્ટાચાર, બેકારી અને મોંઘવારી પર કેન્દ્ર સરકારને આડે હાથ લેતાં માયાવતી કહ્યું કે ભાજપ રાફેલ ડીલ અંગે સંતોષકારક જવાબ નથી આપી શકતા. તો મોંઘવારી અને બેકારી પર અંકુશ મેળવવામાં પણ નિષ્ફળ રહ્યાં છે.
- નોટબંધીને રાષ્ટ્રીય ત્રાસદી ગણાવતાં તેઓએ કહ્યું કે, "RBIના રિપોર્ટથી તે સ્પષ્ટ થાય છે કે નોટબંધી ફેલ રહ્યું. સાથે જ પેટ્રોલ-ડીઝલના વધતાં ભાવોએ લોકોની કમર તોડી નાંખી. આ ઉપરાંત GSTથી હજુ પણ વેપારીઓમાં અફડાતફડી છે."
- માયાવતીએ કહ્યું કે ભાજપના ત્રાસના જવાબમાં દેશભરના પાર્ટી કાર્યકર્તાઓ એક થયા અને ફાળો એકઠો કરી જે પૈસા આપ્યાં તેનાથી લખનઉ અને દિલ્હીમાં બંગલો બનાવવામાં આવ્યો.

X
Mayawati attacked on BJP over Rafale deal and other issue
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App