• Home
  • National News
  • Desh
  • પોલીસે પકડ્યો 4 મર્ડરના આરોપીને| Police arrest accused 4 murder

પોલીસે પકડ્યો 4 મર્ડરના આરોપીને, ઘુસ્યો તો ચોરી કરવા- એક પછી એક પાડી દીધી 4 લાશો

આરોપીએ મૃતકના મોબાઈલનું સિમ બદલીને ફોન ચાલુ કરતા જ પોલીસને થઈ ગઈ જાણ

divyabhaskar.com | Updated - Jun 03, 2018, 10:42 AM
પોલીસે 48 કલાકમાં જ આરોપીની ધરપકડ કરી લીધી
પોલીસે 48 કલાકમાં જ આરોપીની ધરપકડ કરી લીધી

: પિથૈૌરા વિસ્તારમાં 2 બાળકો સહિત 4 લોકોની નિર્મમ હત્યાના મામલે પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને 48 કલાકમાં જ ચકચારી મર્ડર કેસનો ખુલાસો કર્યો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી બદલાની ભાવનાથી ઘરમાં ચોરી કરવા ઘુસ્યો હતો.

મહાસમુંદ: પિથૈૌરા વિસ્તારમાં 2 બાળકો સહિત 4 લોકોની નિર્મમ હત્યાના મામલે પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને 48 કલાકમાં જ ચકચારી મર્ડર કેસનો ખુલાસો કર્યો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી બદલાની ભાવનાથી ઘરમાં ચોરી કરવા ઘુસ્યો હતો. પરિવારવાળા જાગી ગયા અને તેને ઓળખી લીધો. તેથી ઓળખ છુપાવવા માટે તેણે એક પછી એક એમ પરિવારના ચાર લોકોની હત્યા કરી દીધી હતી.

પૂછપરછમાં આરોપીએ કર્યો ચોંકાવનારો ઘટસ્ફોટ


- ઘટનાનો ખુલાસો 31મેના રોજ સવારે થયો હતો. નોકરાણીએ જ્યારે ઘરનો દરવાજો ખોલ્યો ત્યારે ઘરનું દ્રશ્ય જોઈને તે ચીસ પાડી ઉઠી હતી. તેની સામે જ એક જ પરિવારન ચાર સભ્યોની લાશ પડી હતી. અને આખા ઘરમાં લોહી લોહી હતું.
- મૃતકોની ઓળખ કિશનપુરના ઉપ સ્વાસ્થય કેન્દ્રમાં કાર્યરત એએનએમ યોગમાયા સાહુ, પતિ ચૈતન્ય અને તેમના બે બાળકો તન્મય અને કુણાલ તરીકે કરવામાં આવી છે. યોગમાયા પરિવાર સાથે હોસ્પિટલમાં બનેલા સરકારી ક્વાર્ટરમાં રહેતી હતી.
- પોલીસ આ કેસમાં એનર્જી સાથે તપાસ કરી રહી હતી. પોલીસે મૃતકના ગુમ થયેલા મોબાઈલને સર્વિલાંસ પર લગાવ્યો હતો. અચાનક તેનો ફોન બીજા સીમકાર્ડથી ચાલુ થઈ ગયો હતો. તેથી પોલીસે લોકેશન ટ્રેસ કરીને આરોપી સુધી પહોંચી ગઈ હતી. આરોપી પાસેથી મૃતકાના દાગીના, રોકડ, સીસીટીવીની એલઈડી અને લોહી વાળા કપડાં મળી આવ્યા છે.
- પૂછપરછમાં આરોપીએ તોંકાવનારી વાત કરી છે. આરોપી ધર્મેન્દ્ર બરિહા પણ કિશનપુરનો છે. તે મૃતકના ઘરની નજીક જ રહેતો હતો. થોડા દિવસ પહેલાં મૃતક ચૈતન્યએ ઘરમાં આરોપી ધર્મેન્દ્ર પાસે કાર શેડ અને પ્લંબરિંગનું કામ કરાવ્યું હતું. પૈસાની લેણ-દેણ બાબતે ચૈતન્ય જાહેરમાં ધર્મેન્દ્રનું અપમાન કર્યું હતું.
- આરોપી આ જ ગુસ્સામાં 30મેની રાચે યોગમાયાના ઘરે પહોંચ્યો હતો. તે ચોરી કરીને તેમની પાસે બદલો લેવા માગચો હતો. આ જ દરમિયાન ચૈતન્ય જાગી ગયો અને તેણે આરોપી સાથે મારા-મારી પણ કરી હતી. અંતે ધર્મેન્દ્રએ ચૈતન્યનું ગળુ કાપીને તેની હત્યા કરી દીધી હતી. અવાજ સાંભળીને યોગમાયા પણ જાગી ગઈ હતી. તેણે પતિને લોહી લુહાણ જોયો તો તે પણ ચીસો પાડવા લાગી હતી. તેમનો અવાજ પડોશીએ સાંભળ્યો પણ તેમને લાગ્યું કે કોઈ મહિલાની ડિલીવરી થઈ રહી છે.
- બીજી બાજુ આરોપીએ યોગમાયાની પણ હત્યા કરી દીધી અને ત્યારપછી ઓળખ જાહેર ન થઈ જાય તે માટે તેણે બાળકોની પણ હત્યા કરી દીધી. ચારેય જણની હત્યા કર્યા પછી તેણે દાગીના અને રોકડની ચોરી કરીને ત્યાંથી ભાગી નીકળ્યો. જતા જતા ધર્મેન્દ્રએ સ્વાસ્થય કેન્દ્રના તેનલ ગેટ પર બહારથી તાળુ પણ લગાવી દીધું હતું.

વીજળી નહતી તેથી સીસીટીવી બંધ હતા


- મૃતકાના ઘરમાં બે સીસીટીવી કેમેરા લગાવેલા હતા. એક હોસ્પિટલની બહાર અને એક ઘરની અંદર, પરંતુ ઘટના સમયે લાઈટ જતી રહી હોવાથી બંધે સીસીટીવી કેમેરા બંધ હતા.

આગળની સ્લાઈડમાં જુઓ અન્ય ઘટના સંબંધિત તસવીરો

એક જ રાતના પરિવારના 4 સભ્યોની હત્યા
એક જ રાતના પરિવારના 4 સભ્યોની હત્યા
બદલાની ભાવનાથી ચોરી કરવા આવ્યો હતો આરોપી, પાડી દીધી ચાર લાશો
બદલાની ભાવનાથી ચોરી કરવા આવ્યો હતો આરોપી, પાડી દીધી ચાર લાશો
મૃતક પરિવારના સભ્યો
મૃતક પરિવારના સભ્યો
આરોગ્ય સેન્ટરમાં કામ કરતી હતી મૃતક મહિલા
આરોગ્ય સેન્ટરમાં કામ કરતી હતી મૃતક મહિલા
X
પોલીસે 48 કલાકમાં જ આરોપીની ધરપકડ કરી લીધીપોલીસે 48 કલાકમાં જ આરોપીની ધરપકડ કરી લીધી
એક જ રાતના પરિવારના 4 સભ્યોની હત્યાએક જ રાતના પરિવારના 4 સભ્યોની હત્યા
બદલાની ભાવનાથી ચોરી કરવા આવ્યો હતો આરોપી, પાડી દીધી ચાર લાશોબદલાની ભાવનાથી ચોરી કરવા આવ્યો હતો આરોપી, પાડી દીધી ચાર લાશો
મૃતક પરિવારના સભ્યોમૃતક પરિવારના સભ્યો
આરોગ્ય સેન્ટરમાં કામ કરતી હતી મૃતક મહિલાઆરોગ્ય સેન્ટરમાં કામ કરતી હતી મૃતક મહિલા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App