મુશ્કેલીમાં મુકાયા મેજર જ્યારે ફોન પર શહીદીની ખબર તેમની પત્નીને આપવી પડી, પત્નીએ કહ્યું- 'જે કહેવું તે મને જ કહો'

પતિના શહીદ થવાની વાત સાંભળીને પ્રેગ્નેન્ટ પત્ની બેભાન થઈ ગઈ

divyabhaskar.com | Updated - Aug 10, 2018, 07:00 AM
Major in difficulty, when the news of the martyr on the phone had to be given to his wife

સીમા પર જ્યારે કોઈ જવાન શહીદ થાય છે ત્યારે તેમના ઘરના લોકોની હાલત કેવી થાય છે તેની ઝલક ઋષિકેશના ગુમાનીવાલામાં રહેતા રાઈફલ મેન હમીર સિંહ પોખરિયાલના ઘરે જઈને જોવાથી અંદાજ આવ્યો.

નેશનલ ડેસ્ક: સીમા પર જ્યારે કોઈ જવાન શહીદ થાય છે ત્યારે તેમના ઘરના લોકોની હાલત કેવી થાય છે કલ્પના કરવી પણ મુશ્કેલ છે. તેમાં પણ જ્યારે ઘરે કોઈ ન હોય અને શહીદની પત્નીને જ શહાદતની વાત કરવાની હોય ત્યારે મેજરની શું હાલ ત થાય તેનો અંગાદ આ ઘટનાથી આવે છે. નોંધનીય છે કે, આ સપ્તાહની શરૂઆતમાં જ હમીર સિંહ જમ્મુ-કાશ્મીરના બાંદીપુરામાં શહીદ થયા હતા. જ્યારે મેજરે આ સમાચાર આપવા તેમના ઘરે ફોન કર્યો ત્યારે તેમના પત્ની સિવાય ઘરે કોઈ નહતું. જ્યારે મેજરે આ વાત કરી ત્યારે તેમના ઘર સહિત આખા ગામમાં શોકનું માહોલ છવાઈ ગયું હતું.

ખબર સાંભળતા જ બેભાન થઈ ગઈ પત્ની


- પતિના શહીદ થવાની વાત પ્રેગ્નેન્ટ પત્નીને ખબર પડતા જ તે બેભાન થઈ ગઈ હતી. થોડી વાર પછી તેને ભાન આવ્યું હતું પરંતુ તે પછી પણ તેની હાલત રડી રડીને ખરાબ થઈ ગઈ હતી. શહીદની દીકરી અઢી વર્ષની જ છે. તે કદાચ સમજી પણ નહીં શકતી હોય કે અચાનક શું થઈ ગયું કે ઘરમાં મા સહિત બધા લોકો રડી રહ્યા છે. પરિવારજનોએ જણાવ્યું કે, હમીર બે દિવસ પહેલાં જ માતા-પિતા અને પત્ની સાથે વાત કરી હતી.

મેજર કહી નહતા શકતા શહીદ થયાની ખબર


7 ઓગસ્ટે સવારે 10 વાગે જમ્મુથી મેજરનો ફોન આવ્યો હતો. ઘરે શહીદની પત્ની પૂજાએ ફોન રિસીવ કર્યો હતો. મેજરની હિંમત નહતી થતી કે તેઓ શહીદની પત્નીને જ આ વાત કરે. મેજરે પૂછ્યું કે, તમારા સસરા ક્યાં છે? ત્યારે પૂજાએ કહ્યું કે, તેઓ અમરનાથ યાત્રામાં તહેનાત છે. અધિકારીએ સાસુ વિશે પૂછ્યુ તો કહ્યું કે, તેઓ સત્સંગમાં ગયા છે. પૂજાએ કહ્યું કે, જે કહેવું હોય તે મને જ કહો, પરંતુ મેજરે કહ્યું કે, તેઓ આ વાત તેમની સાથે નહીં કરી શકે.આ સાંભળીને પૂજાએ તેના એક સંબંધીને ફોન આપ્યો હતો અને ત્યારે મેજરે હમીર સિંહ શહીદ થયા હોવાની વાત કરી હતી.

વર્ષ 2010માં ગઢવાલ રાઈફલમાં થઈ હતી ભરતી


શહીદના ભાઈ સુનીલે જણાવ્યું કે, હમીર ગયા વર્ષે ડિસેમ્બરમાં ઘરે આવ્યો હતો. તે 2010માં 12 ગઢવાલ રાઈફલમાં ભરતી થયો હતો. હમીરના પિતા એસએસબીમાં સબ ઈન્સપેક્ટર છે.તે સિવાય કાકા શૈલેન્દ્ર સિંહ ગઢવાલ રાઈફલ આસામમાં તહેનાત છે અને બીજા કાકા આલેન્દ્ર સિંહ જમ્મુમાં જ તહેનાત છે.

X
Major in difficulty, when the news of the martyr on the phone had to be given to his wife
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App