• Home
  • National News
  • Desh
  • ફેસબુક પ્રેમના કારણે મહિલાએ છોડ્યો પ્રેમી અને બાળકો| Married Woman Love On Facebook in Patna

8 હજાર સેલરી વાળા BF માટે પત્નીએ છોડ્યો 2 લાખની સેલરીવાળો પ્રોફેસર પતિ

પત્નીને ફેસબુક ચેટિંગથી થયેલા પ્રેમ માટે 16 વર્ષનું લગ્ન જીવન અને 2 બાળકોનો સાથ પણ છોડ્યો

divyabhaskar.com | Updated - Jun 08, 2018, 07:00 AM
ડેમો પીક
ડેમો પીક

આ મહિલાને બે બાળકો પણ છે. તેને પ્રેમનું એવુ ભૂત ચડ્યું હતું કે તેણે રૂ. બે લાખની સેલરીવાળા પ્રોફેસરને છોડીને સેમસંગના સર્વિસ સેન્ટરમાં મહિને રૂ. 8 હજારની નોકરી કરતા યુવક સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો.

જહાનાબાદ: મધ્યપ્રદેશના રીવા જિલ્લાની એક કોલજમાં બાયોલોજીના પ્રોફેસરની પત્નીને ફેસબુક ચેટિંગથી પ્રેમ થઈ ગયો હોવાની ઘટના સામે આવી છે. આ મહિલાને બે બાળકો પણ છે. તેને પ્રેમનું એવુ ભૂત ચડ્યું હતું કે તેણે રૂ. બે લાખની સેલરીવાળા પ્રોફેસરને છોડીને સેમસંગના સર્વિસ સેન્ટરમાં મહિને રૂ. 8 હજારની નોકરી કરતા યુવક સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. તેણે પતિ અને બાળકોને છોડીને 9 મેના રોજ તેના પ્રેમી સાથે લગ્ન કરીને હવે જહાનાબાદ (બિહાર)માં રહેવાનું શરૂ કર્યું છે. પત્નીના ગાયબ થયા પછી પતિએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસવાળાએ પણ સમજાવવાનો કર્યો ઘણો પ્રયત્ન


- રીવાના મોબાઈલ ટાવરની મદદથી લોકેશન મેળવીને પતિ પોલીસ સાછે મંગળવારે જહાનાબાદ પહોંચ્યા હતા. અહીં તેમણે પહેલાં સ્થાનિક પોલીસનો કોન્ટેક્ટ કર્યો હતો. તેમણે તે મહિલાને પોલીસ સ્ટેશન બોલાવી હતી.
- ત્યારપછી મહિલાના પતિ અને પોલીસવાળાઓએ તેને સમજાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો હતો. પરંતુ તેના પર પ્રેમનો એવો રંગ ચડ્યો હતો કે તે ઉતરવા તૈયાર જ નહતો. તે તેના પ્રેમીને કોઈ પણ હાલતમાં છોડવા માટે તૈયાર નહતી.

વયસ્ક હોવાના કારણે પોલીસે ન કરી જબરજસ્તી


- અંતે પોલીસે મહિલા વયસ્ક હોવાના કારણે તેની સાથે કોઈ જબરજસ્તી ન કરી અને અંતે મહિલા તેના પ્રેમીના ઘરે જતી રહી. પ્રોફેસરે બે બાળકોની વાત કરીને પણ તેને સમજાવવાનો ઘણો પ્રયત્ન કર્યો પરંતુ તેણે દેરક વાતને આંખ આડા કાન કરી દીધી. અંતે પ્રોફેસરે પણ નિરાશ થઈને ખાલી હાથે જ ઘરે પરત ફરવું પડ્યું.

2002માં શ્વેતાના થયા હતા પ્રોફેસર સાથે લગ્ન


- પ્રોફેસરે જણાવ્યું કે, 2002માં તેના લગ્ન શ્વેતા સાથે થયા હતા. પ્રોફેસરે શ્વેતાને ભણાવી-ગણાવીને શિક્ષકની નોકરી પણ અપાવી હતી. તેઓ તેની સાથે ખુશખુશાલ જીવન પસાર કરતા હતા.
- આ દરમિયાન તેને થોડા મહિના પહેલાં જ ફેસબુક પર જહાનાબાદમાં ભાડાંના મકાનમાં રહેતા કુંદન કુમાર સાથે મુલાકાત થઈ હતી.

ફેસબુક પર ફ્રેન્ડ બન્યા પછી થયો પ્રેમ


- ફેસબુક પર પ્રેમ થયા પછી બંને વચ્ચે સતત ચેટિંગ ચાલુ રહેતું હતું. બંને એક બીજા સાથે ઘણી વાતચીત કરતા હતા.
- અંતે ફેસબુકના પ્રેમના કારણે શ્વેતા તેના બંને દીકરાઓને પણ છોડવા તૈયાર થઈ ગઈ હતી. મહિલાની એક ભૂલના કારણે પ્રોફેસરનો પરિવાર બરબાદ થઈ ગયો. જેણે પણ આ પ્રેમ કહાની વિશે સાંભળ્યું તે આશ્ચર્યચકિત થઈ ગયું હતું.

X
ડેમો પીકડેમો પીક
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App