ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» પત્નીએ હાથમાં સુસાઈડ નોટ લખીને કરી આત્મહત્યા| Married Woman Committed Suicide in Ludhiana

  હાથ ઉપર પતિને લખ્યું I Love U, માતા-પિતાની માગી માફી- પછી લીધું આ પગલું

  divyabhaskar.com | Last Modified - May 03, 2018, 11:12 AM IST

  પરિણીતાની શંકાસ્પદ સ્થિતિમાં લાશ મળી, ભાઈએ કહ્યું- આ આત્મહત્યા નહીં પરંતુ હત્યા છે
  • મૃતકાએ હાથમાં સુસાઈડ નોટ લખી કરી આત્મ હત્યા
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   મૃતકાએ હાથમાં સુસાઈડ નોટ લખી કરી આત્મ હત્યા

   લુધિયાણા: 25 વર્ષની પરિણીતા હરપ્રીત કૌરેનું તેના સાસરે શંકાસ્પદ હાલતમાં મોત થઈ ગયું છે. મરતા પહેલાં મહિલાએ તેના હાથ પર સુસાઈટ નોટ લખી છે. હાથ પર લખેલી સુસાઈડ નોટમાં તેણે પતિને I Love U લખ્યું છે અને માતા-પિતાની માફી માગી છે. જોકે સમગ્ર ઘટનામાં મહિલાના ભાઈનો આરોપ છે કે, મારી બહેન આત્મહત્યા ન કરી શકે, તેનું મર્ડર કરવામાં આવ્યું છે. કાવતરું ઘડીને કોઈએ તેના હાથમાં આ સુસાઈડ નોટ લખી છે.

   શું છે સમગ્ર ઘટના?

   - મળેલી માહિતી પ્રમાણે હરપ્રીત કૌરનું મોત રવિવારે થયું હતું. સોમવારે હરપ્રીતના સસરા અવતાર સિંહે મૃતકાના ભાઈ ગુરપ્રીતને ફોન પર તેની બહેને ફાંસી લગાવી લીધી હોવાની જાણ કરી હતી.
   - માહિતી મળતાં જ હરપ્રીતનો પરિવાર નંદપુર પહોંચ્યા તો તેમણે જોયું કે, હરપ્રીતની લાશ પલંગ પર પડી હતી અને તેના ગળા ઉપર અમુક નિશાન હતા.
   - હરપ્રીતના પરિવારે પોલીસને જાણ કરી અને કહ્યું કે, તેમની દીકરીના લગ્ન 7 મહિના પહેલાં જ સુખબિર સાથે થયા છે.
   - લગ્નના એક મહિના પછીથી જ પરિવારજનો તેને દહેજ માટે પરેશાન કરતા હતા. તેમણે આરોપ લગાવ્યો છે કે, તેમની દીકરીની હત્યા કરવામાં આવી છે.
   - પોલીસ ઈન્ચાર્જ એએસઆઈ જસવિંદર સિંહે જણાવ્યું છે કે, મંગળવારે સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર્સની ટીમ બનાવીને મેડિકલ કરાવવામાં આવશે.

   ભાઈએ લગાવ્યો આ આરોપ

   - ભાઈએ જણાવ્યું કે, તેની બહેનના અક્ષર આટલા સ્પષ્ટ નથી. તેણે આરોપ લગાવ્યો છે કે, હરપ્રીતના સાસરીવાળાં તેને ઘણાં સમયથી પરેશાન કરતા હતા.
   - માહિતી મળતાં જ ઘટના સ્થળે પહોંચેલા પોલીસ ઈન્ચાર્જે લાશનો કબ્જો મેળવી લીધો છે અને તેને સિવિલ હોસ્પિટલના શબગૃહમાં મુરાવી દીધી છે.
   - પોલીસના જણાવ્યા પ્રમાણે પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી જ સાચુ કારણ જાણી શકાશે.
   - મૃતકાના ભાઈ ગુરપ્રીત સિંહે તેના નિવેદનમાં હરપ્રિતના પતિ સુખબિર, સુખબિરના ભાઈ જસકરન સિંહ, સાસુ પરમજીત કૌર અને સસરા અવતાર સિંહ વિરુદ્ધ આત્મહત્યા માટે મજબૂર કરવાનો આરોપ લગાવ્યો છે. હાલ સાસરીવાળા બધા ભાગી ગયા છે.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

  • મૃતકા હરપ્રીત કૌર
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   મૃતકા હરપ્રીત કૌર

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: પત્નીએ હાથમાં સુસાઈડ નોટ લખીને કરી આત્મહત્યા| Married Woman Committed Suicide in Ludhiana
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top