ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Married man wanted to marry minor her father denied so he killed entire family

  પરિણિતે માંગ્યો સગીરાનો હાથ, ઇનકાર કર્યો તો બાપ-દીકરી સહિત લીધા 5ના જીવ

  divyabhaskar.com | Last Modified - Apr 03, 2018, 10:50 AM IST

  સેલાઇ બોયપાઈ નામના ડાકૂએ ગામમાં રહેતા રામસિંહ સિરકાની સગીર દીકરી સાથે લગ્ન કરવાની ઇચ્છા દર્શાવી
  • રામસિંહ સહિત તેના ઘરના પાંચેય લોકોની ધારદાર હથિયારથી હત્યા કરી દેવામાં આવી. (પ્રતીકાત્મક તસવીર)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   રામસિંહ સહિત તેના ઘરના પાંચેય લોકોની ધારદાર હથિયારથી હત્યા કરી દેવામાં આવી. (પ્રતીકાત્મક તસવીર)
   ગુઆ (પશ્ચિમી સિંહભૂ, ઝારખંડ): સેલાઇ બોયપાઈ નામના ડાકૂએ ગામમાં રહેતા રામસિંહ સિરકાની સગીર દીકરી સાથે લગ્ન કરવાની ઈચ્છા દર્શાવી. તેણે રામસિંહ પાસે દીકરીનો હાથ માંગ્યો પરંતુ, રામસિંહે તે વાતનો ઇન્કાર કરી દીધો, કારણકે ડાકૂ પરિણિત હતો અને તેની દીકરી સગીરા છે. પરિણામે રામસહિત તેના ઘરના પાંચેય લોકોની ધારદાર હથિયારથી હત્યા કરી દેવામાં આવી. હત્યા પછી તમામ શબોને જંગલમાં ફેંકી દેવામાં આવ્યા. પોલીસે તમામ શબો મેળવી લીધા છે અને હત્યારાઓની ધરપકડ કરવા માટે તેમને શોધી રહી છે.

   કેવી રીતે થઇ હત્યા
   - મળતી માહિતી પ્રમાણે, કોલાઇસાઇ ગામના માસાટોલા નિવાસી 50 વર્ષીય રામસિંહ સિરકા 14 માર્ચના રોજ કોઇ કામથી બજાર ગયા હતા. તેમની પત્ની પાનો કુઈ, દીકરી રમ્બા સિરકા, દીકરાઓ કાંડે સિરકા અને ડાલોનિયા સિરકા ઘરે જ હતા.
   - હત્યારાઓએ આ તકનો ફાયદો ઉઠાવ્યો અને ધારદાર હથિયારોથી ચારેય જણને વારાફરતી મોતને ઘાટ ઉતારી દીધા. હત્યા પછી તમામ શબોને જંગલમાં ફેંકી દીધા.
   - બજારમાંથી પાછા ફરવા પર રામસિંગ સિરકાએ પોતાના પરિવારવાળાઓને ઘરે ન જોઇને આસપાસ ઘણી શોધખોળ કરી, પરંતુ તેમની ભાળ ન મળી.
   - થાકી-હારીને રામસિંહ પાછા ઘરે આવી ગયા. તે સમયે ઘરમાં જ હાજર હત્યારાઓ રામસિંહને ઉઠાવીને લઇ ગયા અને તેમની પણ હત્યા કરીને શબને જંગલમાં ફેંકી દીધું.
   - ગુઆની પોલીસને 28 માર્ચના રોજ સૌથી પહેલા રામસિંહ સિરકાનું શબ મળ્યું હતું. જ્યારે બાકીના ચાર શબ નોવામુંડી પોલીસ તેમજ અનુમંડલ પોલીસ પદાધિકારી એસડીપીઓ મોહમ્મદ તૌકીર આલમને શોધખોળ દરમિયાન રવિવારે મળી આવ્યા હતા.
   ભાઈએ નોંધાવી હતી FIR
   - ગુઆ પોલીસ સ્ટેશનમાં 27 માર્ચના રોજ રામસિંહના ભાઈ જોટિયા સિરકાએ હત્યાની આંશકા દર્શાવીને એફઆઇઆર નોંધાવી હતી. જોટિયા સિરકાના જણાવ્યા પ્રમાણે, તેમના ભાઈ રામસિંહ સિરકાની દીકરી રમ્બા સિરકા સાથે સેલાઇ બોયપાઇ નામનો વ્યક્તિ લગ્ન કરવા માંગતો હતો. પરંતુ ભાઈએ ઇનકાર કરી દીધો હતો.
   - લગભગ બે-ત્રણ મહિના પહેલા આ જ વાતને લઇને સેલાઇ બોયપાઇએ ભાઈ સાથે ઝઘડો કર્યો હતો અને મારી નાખવાની ધમકી પણ આપી હતી.
   - જોટિયાએ જણાવ્યું કે 14 માર્ચની રાતે લગભગ સાત વાગે મારા જ ગામના માસા બોયપાઈ, દુલબોય બોયપાઈ, સેલાઇ બોયપાઈ, તુમ્બા બોયપાઈ, ડોમા બોયપાઈ, સોમા સિરકા, જર્મન સિરકા, રામ સિરકા અને કડિયા સિરકાએ રામસિંહ સિરકાનું તેના ઘરેથી અપહરણ કરી લીધું હતું.
   - અપહરણ કર્યા પછી તેને જંગલમાં લઇ ગયા અને તેની હત્યા કરી નાખી.
  • પ્રતીકાત્મક તસવીર
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   પ્રતીકાત્મક તસવીર

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Married man wanted to marry minor her father denied so he killed entire family
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top