ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» March by 35 thousand farmers of Maharashtra reached near Mumbai

  દેવાં માફીને લઇને પ્રદર્શન, મુંબઈ નજીક પહોંચ્યા 35 હજાર ખેડૂતો

  divyabhaskar.com | Last Modified - Mar 10, 2018, 04:54 PM IST

  પૂર્ણ દેવાંમાફી અને અન્ય માંગોને લઇને મહારાષ્ટ્રના 35 હજાર ખેડૂતો વિધાનસભા આગળ ઘેરો નાખવા જઇ રહ્યા છે
  • ખેડૂતોની આ રેલી જ્યાં-જ્યાંથી નીકળી રહી છે, ત્યાંના ખેડૂતો તેમાં સામેલ થઇ રહ્યા છે.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ખેડૂતોની આ રેલી જ્યાં-જ્યાંથી નીકળી રહી છે, ત્યાંના ખેડૂતો તેમાં સામેલ થઇ રહ્યા છે.

   મુંબઈ: સંપૂર્ણ દેવાંમાફી અને અન્ય માંગોને લઇને મહારાષ્ટ્રના 35 હજાર ખેડૂતો વિધાનસભા આગળ ઘેરો નાખવા જઇ રહ્યા છે. પગપાળા રેલી કાઢી રહેલા આ લોકો 12 માર્ચના રોજ મુંબઈ પહોંચશે. પોતાની યાત્રાના ચોથા દિવસે આ કાફલો શનિવારે ઠાણેના શાહપુરમાં પહોંચી ગયો છે, જ્યાં ઘણા ખેડૂતોની તબિયત ખરાબ થયા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ રેલી ઓલ ઇન્ડિયા કિસાન સભા (એઆઇકેએસ)ના આહ્વાન પર કાઢવામાં આવી છે.

   નાસિકથી શરૂ થઇ ખેડૂતોની રેલી

   - ખેડૂતોની આ રેલી બુધવારે નાસિકથી શરૂ થઇ. રાતે વાસિંદમાં રોકાઇ અને શનિવારે આ લોકો ઠાણે પહોંચ્યા.

   - આ લોકો દરરોજ 30 કિલોમીટર ચાલી રહ્યા છે. આ રીતે તેમને નાસિકથી મુંબઈ (180 કિમી) સુધીનું અંતર કાપવામાં 6 દિવસનો સમય લાગશે. તેઓ 12 માર્ચના રોજ મુંબઈ પહોંચશે.

   શું છે ખેડૂતોની માંગો?

   - ખેડૂતોના નેતા અને એઆઇકેએસ સચિવ રાજુ દેસલેના જણાવ્યા પ્રમાણે, ખેડૂતોએ સંપૂર્ણ દેવાંમાફી અને વીજળી બિલ માફી ઉપરાંત સ્વામીનાથન આયોગની ભલામણો લાગુ કરવાની માંગ કરી છે.

   - તેમણે કહ્યું, "બીજેપી સરકારે ખેડૂતોને કરેલા વચનો પૂરાં ન કરીને તેમની સાથે દગો કર્યો છે."
   - "અમે એમપણ ઇચ્છીએ છીએ કે સરકાર વિકાસ, હાઇવે અને બુલેટ ટ્રેનના નામ પર જબરદસ્તી ખેડૂતોની જમીનો છીનવવાનું બંધ કરે."
   - "ગયા વર્ષે રાજ્યની બીજેપી સરકારે શરતો સાથે ખેડૂતોના 34 હજાર કરોડ રૂરિાયના દેવાં માફ કરવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ જૂનથી અત્યાર સુધી 1753 ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી છે."

   સરકારે ખેડૂતો માટે ખોલ્યો ખજાનો

   - રાજ્યમાં ખેતીની સ્થિત ખરાબ થઈ રહી છે. ખેડૂતોમાં નારાજગી વધી રહી છે.

   - તેને જોતા ફડણવીસ સરકારે આ વખતના બજેટમાં ખેડૂતો માટે 75,909 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે.

  • નાસિકથી શરૂ થયેલી આ યાત્રામાં ખેડૂતો 180 કિમીનું અંતર પગપાળા જ કાપવાના છે.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   નાસિકથી શરૂ થયેલી આ યાત્રામાં ખેડૂતો 180 કિમીનું અંતર પગપાળા જ કાપવાના છે.

   મુંબઈ: સંપૂર્ણ દેવાંમાફી અને અન્ય માંગોને લઇને મહારાષ્ટ્રના 35 હજાર ખેડૂતો વિધાનસભા આગળ ઘેરો નાખવા જઇ રહ્યા છે. પગપાળા રેલી કાઢી રહેલા આ લોકો 12 માર્ચના રોજ મુંબઈ પહોંચશે. પોતાની યાત્રાના ચોથા દિવસે આ કાફલો શનિવારે ઠાણેના શાહપુરમાં પહોંચી ગયો છે, જ્યાં ઘણા ખેડૂતોની તબિયત ખરાબ થયા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ રેલી ઓલ ઇન્ડિયા કિસાન સભા (એઆઇકેએસ)ના આહ્વાન પર કાઢવામાં આવી છે.

   નાસિકથી શરૂ થઇ ખેડૂતોની રેલી

   - ખેડૂતોની આ રેલી બુધવારે નાસિકથી શરૂ થઇ. રાતે વાસિંદમાં રોકાઇ અને શનિવારે આ લોકો ઠાણે પહોંચ્યા.

   - આ લોકો દરરોજ 30 કિલોમીટર ચાલી રહ્યા છે. આ રીતે તેમને નાસિકથી મુંબઈ (180 કિમી) સુધીનું અંતર કાપવામાં 6 દિવસનો સમય લાગશે. તેઓ 12 માર્ચના રોજ મુંબઈ પહોંચશે.

   શું છે ખેડૂતોની માંગો?

   - ખેડૂતોના નેતા અને એઆઇકેએસ સચિવ રાજુ દેસલેના જણાવ્યા પ્રમાણે, ખેડૂતોએ સંપૂર્ણ દેવાંમાફી અને વીજળી બિલ માફી ઉપરાંત સ્વામીનાથન આયોગની ભલામણો લાગુ કરવાની માંગ કરી છે.

   - તેમણે કહ્યું, "બીજેપી સરકારે ખેડૂતોને કરેલા વચનો પૂરાં ન કરીને તેમની સાથે દગો કર્યો છે."
   - "અમે એમપણ ઇચ્છીએ છીએ કે સરકાર વિકાસ, હાઇવે અને બુલેટ ટ્રેનના નામ પર જબરદસ્તી ખેડૂતોની જમીનો છીનવવાનું બંધ કરે."
   - "ગયા વર્ષે રાજ્યની બીજેપી સરકારે શરતો સાથે ખેડૂતોના 34 હજાર કરોડ રૂરિાયના દેવાં માફ કરવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ જૂનથી અત્યાર સુધી 1753 ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી છે."

   સરકારે ખેડૂતો માટે ખોલ્યો ખજાનો

   - રાજ્યમાં ખેતીની સ્થિત ખરાબ થઈ રહી છે. ખેડૂતોમાં નારાજગી વધી રહી છે.

   - તેને જોતા ફડણવીસ સરકારે આ વખતના બજેટમાં ખેડૂતો માટે 75,909 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: March by 35 thousand farmers of Maharashtra reached near Mumbai
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `