ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Maoist killed former maoist Baman Mandavi in the public place in Chhattisgarh

  નક્સલીઓએ આપ્યું આત્મા કંપી જાય તેવું મોત, દોરડાથી બાંધ્યો પછી કુહાડીથી ફોડી આંખ

  divyabhaskar.com | Last Modified - Mar 30, 2018, 10:11 AM IST

  નક્સલીઓએ ગઇકાલે રાતે ભર્યા મેળામાં નક્સલવાદમાંથી મુખ્યપ્રવાહમાં પાછા ફરેલા બરતરફ સિપાહી બામન મંડાવીને મોતને ઘાટ ઉતાર્યો
  • મૃતક બામન માંડવી
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   મૃતક બામન માંડવી

   બિલાસપુર: દાંતેવાડા જિલ્લાના મુસ્કેલ ગામમાં નક્સલીઓએ ગઇકાલે રાતે ભર્યા મેળામાં નક્સલવાદમાંથી મુખ્યપ્રવાહમાં પાછા ફરેલા બરતરફ સિપાહી બામન મંડાવીને મોતને ઘાટ ઉતારી દીધો. નક્સલીઓએ કોન્સ્ટેબલને મોતની એવી સજા આપી કે આસપાસ હાજર અનેક લોકોની આત્મા કંપી ઉઠી. ભર્યા બજારમાં તેને દોરડાથી બાંધીને કુહાડીથી તેના પર સતત વાર કરવામાં આવ્યા અને આંખો પણ ફોડી નાખવામાં આવી. નક્સલીઓએ સિપાહીને મારવા માટે ધારદાર હથિયારોનો ઉપયોગ કર્યો. સિપાહીના મોત પછી તરત જ મેળામાં નાસભાગ થઇ ગઇ અને ગભરાયેલા ગામલોકો ઘરે પાછા ફરી ગયા. નક્સલી બસ્તરમાં સતત હિંસાત્મક ઘટનાઓને અંજામ આપે છે પરંતુ આવું પહેલીવાર થયું છે જ્યારે કોઇને આવી રીતે મોતની સજા આપવામાં આવી હોય.

   ગામના લોકોએ જણાવ્યો આંખો દેખ્યો હાલ

   - ગામવાળાઓના જણાવ્યા પ્રમાણે, મંગળવારની રાતે બે વાગે મેળામાં નાચ-ગાન ચાલી રહ્યું હતું. આ દરમિયાન અહીંયા અનેક લોકોની ભીડ જમા થઇ હતી.

   - આ જ મેળામાં બામન મંડાવી પણ પહોંચ્યો હતો અને તે પણ નાચગાનમાં મશગૂલ હતો. આ દરમિયાન આશરે 20થી 25 નક્સલીઓ મેળામાં પહોંચ્યા અને બામનને પકડી લીધો.
   - ત્યારબાદ તેને સ્થળ પર જ દોરડાથી બાંધવામાં આવ્યો અને પછી કુહાડીથી સતત તેના પર વાર કરવામાં આવ્યા. આ જ વાર દરમિયાન તેની આંખો પણ ફૂટી ગઇ.
   - ઘટના પછીથી આખા વિસ્તારમાં દહેશતનો માહોલ છે. આ ઘટનાને અંજામ આપવા માટે મહિલા નક્સલી પણ સ્થળ પર પહોંચી હતી.

   પહેલા આંધ્રપ્રદેશ અને ઓડિશા બોર્ડર પર આપતો હતો ઘટનાઓને અંજામ

   - મેળામાં જે પોલીસકર્મી બામન મંડાવીને નક્સલીઓએ મારી નાખ્યો છે તે પહેલા નક્સલીઓનો સાથી હતો. એડિશનલ એસપી જી.એન. બધેલે જણાવ્યું કે બામન 8 લાખનો ઇનામી નક્સલી હતો, નક્સલીઓની રિજિયોનલ કંપનીમાં સહાયક કમાન્ડરની પોસ્ટ પર રહીને આંધ્રપ્રદેશ અને ઓડિશાની બોર્ડર પર થનારી હિંસક ઘટનાઓને અંજામ આપતો હતો. પછીથી નક્સલી ગતિવિધિઓથી ત્રાસીને તેણે 23 એપ્રિલ, 2015ના રોજ આત્મસમર્પણ કરી દીધું હતું. ત્યારબાદ પુનર્વાસ નીતિ હેઠળ તેને સરકારી નોકરી આપી દેવામાં આવી હતી.

   આગળની સ્લાઇડમાં વાંચો, નોકરી મળ્યા બાદથી સતત ગેરહાજર હતો, એટલે કરી દીધો હતો બરતરફ

  • રડી રહેલા મૃતકના પરિવારજનો
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   રડી રહેલા મૃતકના પરિવારજનો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Maoist killed former maoist Baman Mandavi in the public place in Chhattisgarh
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top