Home » National News » Latest News » National » heavy rains and landslide claimed 20 lives in kerala

કેરળમાં વરસાદથી 27નાં મોત: ઇડુક્કી ડેમના તમામ ગેટ ખોલાયાં, દર સેકન્ડે 5 લાખ લીટર પાણી વહી રહ્યું છે

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 06:58 PM

ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિકારીઓના જણાવ્યા મુજબ, સૌથી વધુ ઇડુક્કી જિલ્લામાં 11 લોકોએ જીવ ગુમાવ્યા છે

 • 40 વર્ષમાં પહેલી વખત ઇડુક્કી ડેમના તમામ પાંચ ગેટ ખોલવામાં આવ્યાં છે

  નેશનલ ડેસ્કઃકેરળમાં ભારે વરસાદથી શુક્રવારે સ્થિતિ વધુ વણસી હતી. 40 વર્ષમાં પહેલી વખત ઇડુક્કી ડેમના તમામ પાંચ ગેટ ખોલવામાં આવ્યાં છે. પરિણામે પાંચ લાખ લીટર પાણી દર સેકન્ડ નીકળી રહ્યું છે. તેનાથી રહેણાંક વિસ્તારોમાં પાણી વધવાનો ખતરો છે. ઇડુક્કીમાં છેલ્લાં બે દિવસથી 10 હજાર લોકોને રાહત શિબિરમાં મોકલવામાં આવ્યાં છે. ત્યારે આગામી 24 કલાકમાં વધુ વરસાદની શક્યતા છે.

  મુન્નારમાં ભૂસ્ખલન પછી 60 યાત્રિકો ફસાય ગયા છે, જેમાં કેટલાંક વિદેશી પણ છે. કેરળમાં સ્થિતિને પહોંચી વળવા સેનાની 8 ટુકડીઓને અલગ અલગ વિસ્તારોમાં તહેનાત કરવામાં આવી છે. રાહત કાર્ય માટે એરફોર્સના બે હેલિકોપ્ટર તહેનાત છે. રાજ્યમાં અત્યારસુધીમાં વરસાદના કારણે 27 લોકોનાં મોત નિપજ્યાં છે. તો હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી 21 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.

  અહીં ભારે વરસાદનું એલર્ટ


  - ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, હરિયાણા, દિલ્હી, ઝારખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, મધ્યપ્રદેશ, અરૂણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, કર્ણાટક, તામિલનાડુ, કેરળ અને આંદામાન નિકોબાર

  કેરળ બેહાલ


  - કેરળમાં ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનથી 27 લોકોના મોત નિપજ્યાં છે. આપદા પ્રબંધન અધિકારીઓના જણાવ્યા મુજબ ઇડુક્કી જિલ્લામાં 11 લોકોનાં મોત થયા છે. અહીં અત્યારસુધી 10 હજાર લોકોને રાહત શિબિરમાં મોકલવામાં આવ્યાં છે. નદીઓ ભયજનક સપાટીએ હોવાના કારણે રાજ્યના 24 ડેમના દરવાજા ખોલવામાં આવ્યાં છે. ઇડુક્કી ડેમના ગેટ 26 વર્ષ પછી ખોલવામાં આવ્યાં છે. કર્ણાટકના મુખ્યમંત્રી એચ.ડી.કુમારસ્વામીએ કેરળમાં 10 કરોડ રૂપિયા અને રાહત સામગ્રી મોકલવાના નિર્દેશ આપ્યાં છે.

  - ગૃહમંત્રી રાજનાથ સિંહે કહ્યું કે મેં કેરળના મુખ્યમંત્રી સાથે વાત કરી છે. તેઓ કેન્દ્ર સરકાર દ્વારા મળી રહેલી સહાયતાથી ખુશ છે. તેઓએ જણાવ્યું કે દરેક ડિપાર્ટમેન્ટ તરફથી સારો સહકાર મળી રહ્યો છે. જો કોઈ અન્ય સહાયતાની જરૂર હશે તો તેઓ મને જણાવશે.

  - તંત્રએ રેડ એલર્ટ જારી કર્યું છે. બચાવકાર્યમાં એસડીઆરએફ, એનડીઆરએફ, આર્મી, નેવી અને કોસ્ટગાર્ડના જવાનોને તૈનાત કરાયા છે. એનડીઆરએફની 4 ટીમ તૈનાત કરાઇ છે. દરેક ટીમમાં 45 જવાન છે. બેંગલુરુથી સૈન્યની ટુકડી મોકલાઇ છે. કેન્દ્રએ પણ પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોમાં એક ટીમ મોકલી છે. આ ઉપરાંત કાંજીકોડ અને વાલાયર વચ્ચે રેલવે ટ્રેક ધોવાતાં રેલસેવા બંધ કરાયાં છે.

  કુલ્લુમાં વાદળ ફાટ્યું


  - બંજારની તીર્થન ઘાટીમાં ગુરૂવારે મોડી રાત્રે લગભગ દોઢ વાગ્યે વાદળ ફાટવાની ઘટનાથી નાગની પંચાયતના સાઇરોપા અને ગહિધાર તેમજ દાડી ગામમાં ભારે નુકસાન થયું છે. જેમાં બે મકાન, એક ગૌશાળા વહી ગયા છે. તો ત્રણ મકાનને આંશિક નુકસાન થયું છે. પાણીમાં બે ગાય અને આઠ ઘેટાં-બકરા વહી ગયાં છે.

  યુપીમાં ખરાબ સ્થિતિ


  હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે 1લી જુલાઈથી અત્યારસુધીમાં 112 લોકોનાં મોત નિપજ્યાં છે. આ ઉપરાંત સરયૂ નદીમાં પૂરના કારણે પૂર્વી ઉત્તર પ્રદેશના લગભગ 12 ગામો પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

  વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

 • heavy rains and landslide claimed 20 lives in kerala
  +6બીજી સ્લાઈડ્સ જુઓ
  કેરળમાં વરસાદે ભારે તબાહી મચાવી છે
 • heavy rains and landslide claimed 20 lives in kerala
  +5બીજી સ્લાઈડ્સ જુઓ
  કેરળમાં નદીઓ ભયજનક સપાટીએ હોવાના કારણે રાજ્યના 24 ડેમના દરવાજા ખોલવામાં આવ્યાં છે
 • heavy rains and landslide claimed 20 lives in kerala
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  ભારે વરસાદના કારણે કેરળમાં અત્યારસુધી 10 હજાર લોકોને રાહત શિબિરમાં મોકલવામાં આવ્યાં છે
 • heavy rains and landslide claimed 20 lives in kerala
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  હવામાન વિભાગે આગામી 3 દિવસ સુધી 21 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યુ
 • heavy rains and landslide claimed 20 lives in kerala
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  ઇડુક્કી ડેમ વરસાદના કારણે ભરાઈ ગયો છે. 26 વર્ષ બાદ તેનો ગેટ ખોલવામાં આવ્યો છે
 • heavy rains and landslide claimed 20 lives in kerala
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  એશિયાના સૌથી મોટા જળાશય ચેરુથોનીનો ગેટ ખોલવો પડ્યો
 • heavy rains and landslide claimed 20 lives in kerala
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ