ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Many CPM Offices damaged bjp supporters broke Vladimir Lenin statue in Tripura

  ત્રિપુરાઃ બીજેપીની જીત બાદ 13 જિલ્લામાં હિંસા, સેક્શન 144 લાગુ

  divyabhaskar.com | Last Modified - Mar 06, 2018, 12:19 PM IST

  દક્ષિણ ત્રિપુરામાં સોમવારે બીજેપીના કાર્યકર્તાઓએ રશિયન ક્રાંતિના હીરો વ્લાદિમીર લેનિનની મૂર્તિને પાડી નાખી
  • લેનિનની આ મૂર્તિ પાંચ વર્ષ પહેલા બનાવવામાં આવી હતી.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   લેનિનની આ મૂર્તિ પાંચ વર્ષ પહેલા બનાવવામાં આવી હતી.

   અગરતલા: દક્ષિણ ત્રિપુરામાં સોમવારે બીજેપીના કાર્યકર્તાઓએ રશિયન ક્રાંતિના હીરો વ્લાદિમીર લેનિનની મૂર્તિને પાડી નાખી. આ દરમિયાન તેમણે ભારત માતાકી જયના નારા લગાવ્યા. પાર્ટીના મહાસચિવ રામ માધવે આ ફોટો ટ્વિટ કર્યો. બીજી બાજુ રાજ્યમાં માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટી (સીપીએમ)ની ઘણી ઓફિસોમાં તોડફોડ કરવામાં આવી છે. આ સાથે જ રાજ્યના 13 જિલ્લાઓમાં હિંસાના બનાવો બન્યા છે. આ સમાચારો પછી કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે ગવર્નર તથાગત રૉયને સરકાર બને ત્યાં સુધી પરિસ્થિતિ પર નજર રાખવા માટે કહ્યું છે. ત્રિપુરાના હિંસાથી અસરગ્રસ્ત કેટલાક વિસ્તારોમાં સેક્શન 144 લાગુ કરવામાં આવ્યું છે.

   લેનિનની મૂર્તિ પાંચ વર્ષ પહેલા લગાવવામાં આવી હતી

   - સાઉથ ત્રિપુરા ડિસ્ટ્રિક્ટના બેલોનિયા સબડિવિઝનમાં લેનિનની મૂર્તિને જેસીબીથી પાડી નાખવામાં આવી. અહીંયા આ મૂર્તિ પાંચ વર્ષ પહેલા લગાવવામાં આવી હતી.

   - પોલીસના જણાવ્યા પ્રમાણે, જેસીબીના ડ્રાઇવરની ધરપકડ કરી લેવામાં આવી છે. તે નશામાં હતો. આ ઘટના પર લેફ્ટે નારાજગી જાહેર કરી છે.

   - વ્લાદિમીર લેનિનની મૂર્તિ તોડી પાડવાના મામલે બુલડોઝરના ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી છે અને બુલડોઝરને પણ સીઝ કરી લેવામાં આવ્યું છે.

   - એક ન્યુઝ ચેનલના જણાવ્યા પ્રમાણે, એસપી કમલ ચક્રવર્તી (પોલીસ કંટ્રોલ)એ જાણકારી આપી કે સોમવારે બપોરે લગભગ 3.30 વાગે બીજેપી સમર્થકોએ બુલડોઝરની મદદથી

   ચાર રસ્તા પર આવેલી લેનિનની મૂર્તિ તોડી નાખી.

   - એસપીના જણાવ્યા પ્રમાણે, બીજેપીના સમર્થકએ બુલડોઝર ડ્રાઇવરને દારૂ પીવડાવીને આ ઘટનાને અંજામ આપ્યો.

   ત્રિપુરામાં ઘણી જગ્યાઓએ તોડફોડ

   - બીજેપીની જીત બાદ રાજ્યમાં સીપીએમ ઓફિસો સહિત ઘણી જગ્યાઓએ તોડફોડ કરવામાં આવી છે.

   - સીપીએમએ આ માટે બીજેપી અને તેની સહયોગી આઇપીએફટી કાર્યકર્તાઓ પર આરોપ લગાવ્યો છે.
   - તેમનું કહેવું છે કે સીપીએમના કાર્યકર્તાઓના ઘરોને પણ નિશાન બનાવવામાં આવી રહ્યા છે.
   - બીજેપીનું કહેવું છે કે આ સીપીએમ વિરુદ્ધ લોકોનો ગુસ્સો છે.

   વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ ક્લિક કરો

  • સીપીએમની ઓફિસોમાં તોડફોડ કરવામાં આવી છે.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   સીપીએમની ઓફિસોમાં તોડફોડ કરવામાં આવી છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Many CPM Offices damaged bjp supporters broke Vladimir Lenin statue in Tripura
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `