રામ મંદિર જેવુ જ બનાવવામાં આવશે અયોધ્યાનું રેલવે સ્ટેશન: મનોજ સિન્હા

અયોધ્યા અને ફૈઝાબાદ રેલવે સ્ટેશનના વિકાસ માટે 210 કરોડના ડેવલપમેન્ટ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે

divyabhaskar.com | Updated - Feb 21, 2018, 03:20 PM
કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી મનોજ સિન્હાએ મંગળવારે અયોધ્યા અને ફૈઝાબાદ રેલવે સ્ટેશન માટે 210 કરોડના ડેવલપમેન્ટ પ્રોજેક્ટની શરૂઆત કરી
કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી મનોજ સિન્હાએ મંગળવારે અયોધ્યા અને ફૈઝાબાદ રેલવે સ્ટેશન માટે 210 કરોડના ડેવલપમેન્ટ પ્રોજેક્ટની શરૂઆત કરી

જે રીતે શ્રીરામનું મંદિર અયોધ્યામાં બનાવવામાં આવશે તેવી જ રીતે અયોધ્યામાં રેલવે સ્ટેશન બનાવવામાં આવશે. સિન્હાએ વધુમાં કહ્યું કે, અત્યારસુધી અયોધ્યા અને ફૈઝાબાદમાં રેલવે સ્ટેશનનો વિકાસ નહતો થઈ શક્યો, હવે તેના ડેવલપમેન્ટ માટે હજારો કરોડોનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે

લખનઉ: કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી મનોજ સિન્હાએ મંગળવારે અયોધ્યા અને ફૈઝાબાદ રેલવે સ્ટેશન માટે 210 કરોડના ડેવલપમેન્ટ પ્રોજેક્ટની શરૂઆત કરી છે. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, જે રીતે શ્રીરામનું મંદિર અયોધ્યામાં બનાવવામાં આવશે તેવી જ રીતે અયોધ્યામાં રેલવે સ્ટેશન બનાવવામાં આવશે. સિન્હાએ વધુમાં કહ્યું કે, અત્યારસુધી અયોધ્યા અને ફૈઝાબાદમાં રેલવે સ્ટેશનનો વિકાસ નહતો થઈ શક્યો, હવે તેના ડેવલપમેન્ટ માટે હજારો કરોડોનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે.

દુનિયાના લોકો કહેશે, આ શ્રીરામની જન્મભૂમી છે- સિન્હા

સિન્હાએ કહ્યું- અયોધ્યા-ફૈઝાબાદ રેલવે સ્ટેશનનું કામ આ જ મહિનાથી શરૂ કરી દેવામાં આવશે. ચાર કરોડના ખર્ચે અયોધ્યાના દર્શન નગર અથવા ગોસાઈગંજ રેલવે સ્ટેશન પર બનાવવામાં આવશે. અયોધ્યાનું ડેવલપમેન્ટ આ રીતે કરવામાં આવશે કે સમગ્ર દુનિયાના લોકો કહેશે કે આ શ્રીરામની જન્મભૂમિ છે. અયોધ્યાને અમે આ લેવલ પર લાવવા માગીએ છીએ કે જ્યાંથી દેશના દરેક ખુણામાંથી ટ્રેન અહીં આવી શકે. ભારત સરકાર તેની વ્યવસ્થા કરશે.
- દેશમાં વિવિધ જગ્યાએથી લોકો ભગવાન રામના દર્શન માટે આવે છે. જોકે હાલ તે પ્રમાણેના સ્ટેશન તૈયાર કરવામાં આવ્યા નથી. પરંતુ હવે સરકાર અયોધ્યા અને ફૈઝાબાદના રેલવે સ્ટેશન પર ઘણું કામ કરી રહી છે.

અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટે શું કહ્યું છે?


- કોર્ટે એવુ સ્પષ્ટ કહી દીધું છે કે, અયોધ્યા વિવાદને ધાર્મિક રીતે નહીં પરંતુ માત્ર ભૂમિ વિવાદ તરીકે જોવામાં આવશે.
- સીજેઆઈ દીપક મિશ્રા સહિત ત્રણ જજની સ્પેશિયલ બેન્ચની સામે સુનાવણી શરૂ થતા જ અરજી કરનારના વકીલે કહ્યું હતું કે, અયોધ્યા વિવાદ લોકોની ભાવના સાથે જોડાયેલો છે. આ વિશે ચીફ જસ્ટીસે કહ્યું- આવી દલીલો મને પસંદ નથી, આ માત્ર ભૂમિ વિવાદ છે.

આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

સિન્હાએ કહ્યું- જે રીતે શ્રીરામનું મંદિર અયોધ્યામાં બનાવવામાં આવશે તેવી જ રીતે અયોધ્યામાં રેલવે સ્ટેશન બનાવવામાં આવશે
સિન્હાએ કહ્યું- જે રીતે શ્રીરામનું મંદિર અયોધ્યામાં બનાવવામાં આવશે તેવી જ રીતે અયોધ્યામાં રેલવે સ્ટેશન બનાવવામાં આવશે
X
કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી મનોજ સિન્હાએ મંગળવારે અયોધ્યા અને ફૈઝાબાદ રેલવે સ્ટેશન માટે 210 કરોડના ડેવલપમેન્ટ પ્રોજેક્ટની શરૂઆત કરીકેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી મનોજ સિન્હાએ મંગળવારે અયોધ્યા અને ફૈઝાબાદ રેલવે સ્ટેશન માટે 210 કરોડના ડેવલપમેન્ટ પ્રોજેક્ટની શરૂઆત કરી
સિન્હાએ કહ્યું- જે રીતે શ્રીરામનું મંદિર અયોધ્યામાં બનાવવામાં આવશે તેવી જ રીતે અયોધ્યામાં રેલવે સ્ટેશન બનાવવામાં આવશેસિન્હાએ કહ્યું- જે રીતે શ્રીરામનું મંદિર અયોધ્યામાં બનાવવામાં આવશે તેવી જ રીતે અયોધ્યામાં રેલવે સ્ટેશન બનાવવામાં આવશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App