Home » National News » Latest News » National » Goa CM Manohar Parrikar suffering from advanced pancreatic cancer

પર્રિકરને ચોથા સ્ટેજનું પેંક્રિયાટિક કેન્સર, સારવાર માટે ગયા US: રિપોર્ટ

Divyabhaskar.com | Updated - Mar 08, 2018, 08:38 AM

લીલાવતી હોસ્પિટલમાં તેમની પ્રથમ કિમો થેરપી પણ કરાઈ, પર્રિકરને ચોથા સ્ટેજનું કેન્સર: સોર્સ

  • Goa CM Manohar Parrikar suffering from advanced pancreatic cancer
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    પારિકરને સારવાર માટે અમેરિકા ગયા (ફાઇલ)

    નવી દિલ્હી: ગોવાના મુખ્યમંત્રી મનોહર પારિકર વિશે કહેવામાં આવી રહ્યું છે કે, તેમને એડવાન્સસ્ટેજમાં પેંક્રિયાટિક કેન્સર છે અને તેનો ઈલાજ કરાવવા માટે તેઓ અમેરિકા ગયા છે. મુંબઈની લીલાવતી હોસ્પિટલ અને ગોવાના મેડિકલ કોલેજ અને હોસ્પિટલ સૂત્રોએ પણ પારિકરને કેન્સર હોવાની વાત જણાવી છે. નોંધનીય છે કે 15 ફેબ્રુઆરીથી પારિકરનો આ હોસ્પિટલમાં ઈલાજ ચાલી રહ્યો હતો.

    આઈએએનએસના જણાવ્યા પ્રમાણે, નામ ન આપવાની શરતે સૂત્રોનું કહેવું છે કે, તેમનું આ કેન્સર ઘણાં એડ્વાન્સ સ્ટેજમાં પહોંચી ગયું છે. ગોવા હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, તેઓ જ્યારે ત્યા એડ્મિટ થયા હતા ત્યારે તેમના કેન્સરના એડ્વાન્સ સ્ટેજની ખબર પડી હતી. તેમને જ્યારે લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે ત્યાં તેમની પહેલા તબક્કાની કિમો થેરપી પણ કરવામાં આવી હતી. 18 ફેબ્રુઆરીએ અમુક રિપોર્ટ્માં કહેવામાં આવ્યું હતું કે, ગોવાના મુખ્યમંત્રી મનોહર પારિકરને પેંક્રિયાટિક કેન્સરના એડ્વાન્સ સ્ટેજ 4થી પીડાઈ રહ્યા છે. જોકે ત્યારે હોસ્પિટલે આ વાતનો ઈનકાર કર્યો હતો. તે સમયે લીલાવતી હોસ્પિટલે તેમના એક નિવેદનમાં કહ્યું હતું કે, મુખ્યમંત્રીના સ્વાસ્થય વિશે મીડિયા અફવા ફેલાવી રહી છે.

    પારિકરના કારણે બજેટ સેશન 29 દિવસ ઘટાડ્યું


    - પારિકર પાસે ગોવાનું સીએમ પદ હોવાની સાથે સાથે ફાઈનાન્સનો પણ પોર્ટફોલિયો છે.
    - તેમની ખરાબ તબિયતના કારણે રાજ્યનું 33 દિવસનું બજેટ સેશન ઘટાડીને 4 દિવસનું કરવામાં આવ્યું છે.

    વડાપ્રધાન રાખી રહ્યા છે પારિકરની હેલ્થ પર નજર


    - પારિકરને મળવા માટે વડાપ્રધાન મોદી અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ લીલાવતી હોસ્પિટલ આવ્યા હતા.
    - ગોવાના ડેપ્યૂટી સ્પીકર માઈકલ લોબોએ જણાવ્યું કે, વડાપ્રધાન સતત હોસ્પિટલના સંપર્કમાં હતા અને પારિકરની તબિયતની માહિતી લેતા રહેતા હતા.
    - પેટમા દુખાવાની ફરિયાદ પછી પારિકરને ગોવાના મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ ત્યારપછી ડોક્ટર્સની સલાહના આધારે તેમને લીલાવતી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

  • Goa CM Manohar Parrikar suffering from advanced pancreatic cancer
    પીએમ મોદી રાખી રહ્યા છે તેમની સ્વાસ્થ્યની માહિતી (ફાઇલ)
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ