Home » National News » Latest News » National » Manohar Parrikar Admitted To Goa Hospital After Abdominal Pain

ગોવાના CM પારિકર ફરી હોસ્પિટલમાં દાખલ, કેન્સરની ફેલાઈ'તી અફવા

Divyabhaskar.com | Updated - Feb 26, 2018, 10:29 AM

15 ફેબ્રુઆરીએ પણ પેટમાં દુખાવાની ફરિયાદ પછી પાર્રિકરને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા

 • Manohar Parrikar Admitted To Goa Hospital After Abdominal Pain
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  મુંબઈ: ગોવાના મુખ્યમંત્રી મનોહર પારિકરને પેટમાં અચાનક દુખવો થતા તેમને ફરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રવિવારે સાંજે પારિકરે બેચેની અને પેટમાં દુખાવાની ફરિયાદ કરતા ગોવાની મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગોવાના સ્વાસ્થય મંત્રી વિશ્વજીત રાણેએ જણાવ્યું કે, પારિકરને ડિહાઈડ્રેશન (પાણીમાં ઘટાડો) થયો છે અને ડોક્ટર તેમની સારવાર કરી રહ્યા છે. ગુરુવારે સ્વાદુપિંડની તકલીફની સારવાર કરીને તેમને મુંબઈમાં આવેલી લીલાવતી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. ત્યારપછી તેઓ રાજ્યનું બજેટ રજૂ કરવા માટે પણજી પહોંચ્યા હતા.

  પારિકરના કારણે બજેટ સેશન 29 દિવસ ઘટાડ્યું


  - પારિકર પાસે ગોવાનું સીએમ પદ હોવાની સાથે સાથે ફાઈનાન્સનો પણ પોર્ટફોલિયો છે.
  - તેમની ખરાબ તબિયતના કારણે રાજ્યનું 33 દિવસનું બજેટ સેશન ઘટાડીને 4 દિવસનું કરવામાં આવ્યું છે.

  વડાપ્રધાન રાખી રહ્યા છે પારિકરની હેલ્થ પર નજર


  - પારિકરને મળવા માટે વડાપ્રધાન મોદી અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ લીલાવતી હોસ્પિટલ આવ્યા હતા.
  - ગોવાના ડેપ્યૂટી સ્પીકર માઈકલ લોબોએ જણાવ્યું કે, વડાપ્રધાન સતત હોસ્પિટલના સંપર્કમાં હતા અને પારિકરની તબિયતની માહિતી લેતા રહેતા હતા.
  - પેટમા દુખાવાની ફરિયાદ પછી પારિકરને ગોવાના મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ ત્યારપછી ડોક્ટર્સની સલાહના આધારે તેમને લીલાવતી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

  કેન્સરની ફેલાઈ હતી અફવા


  - મીડિયામાં એવી ખબર પણ સામે આવી હતી કે પારિકરને પૈનક્રિયાટિક કેન્સર છે. જોકે હોસ્પિટલે નિવેદન જાહેર કરીને આ વાતને અફવા ગણાવી છે.
  - ગોવા પોલીસે કેન્સરની ખોટી ખબર ફેલાવવાના આરોપમાં એક સ્થાનિક પત્રકારની અટકાયત પણ કરી છે.

 • Manohar Parrikar Admitted To Goa Hospital After Abdominal Pain
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ