તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મંદસૌર ગેંગરેપઃ બાળકી સાથે સામૂહિક રીતે બળજબરી કરનાર બંને આરોપીઓને ફાંસીની સજા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મંદસૌરઃ સાત વર્ષની બાળકી સાથે સામૂહિક દુષ્કર્મ કેસમાં કોર્ટે રેપ અને પોક્સો એક્ટ હેઠળ બંને આરોપીઓને દોષી કરાર કરતા ફાંસીની સજા સંભળાવી છે. આ કેસનો ચૂકાદો માત્ર 56 દિવસમાં જ આવ્યો છે. મંગળવાર બપોરે જજ નિશા ગુપ્તાની કોર્ટમાં બંને આરોપીઓને રજૂ કરવામાં આવ્યા. લોકોના આક્રોશને જોતા કોર્ટ પરિસરને છાવણીમાં ફેરવી દેવામાં આવી હતી. તેમ છતાંય જેવા આરોપી પોલીસ વેનથી નીચે ઉતરી કોર્ટ તરફ જતા હતા ત્યારે આરોપી આસિફને એક યુવકે લાફો માર્યો. 

 

એક નજર સમગ્ર કાર્યવાહી પર


- ડીડીપી બી એસ ઠાકુરે જણાવ્યું કે 26 જૂને બાળકીનું બદમાશોએ અપહરણ કરી દુષ્કર્મ બાદ હત્યા કરવાનો પ્રયાસ કર્યો. અપહરણ બાદ 27 જૂને બાળકી ઘાયલ અવસ્થામાં મળી હતી. તપાસ બાદ મામલામાં પોલીસે બે આરોપી ઈરફાન અને આસિફની ધરપકડ કરી હતી. 18 જુલાઈએ બંને વિરુદ્ધ ચાર્જ લગાવવામાં આવ્યા. 20 જુલાઈએ ટ્રાયલ પ્રોગ્રામ પ્રસ્તુત કર્યો. 30 જુલાઈથી 8 ઓગસ્ટ સુધી પ્રોસેક્યુશને આરોપીઓ વિરુદ્ધ 37 સાક્ષી રજૂ કર્યા. 14 જુલાઈએ બંને પક્ષો વચ્ચે ચર્ચા થઈ. કોર્ટે ચુકાદા માટે 21 ઓગસ્ટની તારીખ નક્કી કરી.


33ની જુબાની, 110 મેડિકલ રિપોર્ટ, 22 પંચનામા અને ઘટના સ્થળેથી જપ્ત સમાગ્રી રજૂ


- 350 પાનાની ચાર્જશીટમાં એસઆઈટી દ્વારા ઘટના તથા આરોપીઓ વિરુદ્ધ એકત્ર પુરાવા, જપ્ત હથિયાર, સાક્ષીઓની જુબાની અને મેડિકલ રિપોર્ટ્સ પણ પ્રસ્તુત કરવામાં આવ્યા. પોલીસે કલમ 363, 366, 376(2) એમ, 376-ડીબી, 307 આઈપીએસ, 5-એમઆરજી/પોક્સો એક્ટ હેઠળ ચાર્જશીટ રજૂ કરી. જેમાં 33 સાક્ષીઓના નિવેદન લેવાયા, 110 મેડિકલ રિપોર્ટ, 22 જપ્તી પંચનામા, સીસીટીવી ફુટેજ, ઘટનાસ્થળેથી જપ્ત સામગ્રી રજૂ કરવામાં આવી. આ ઉપરાંત ફોરેન્સિક અને ડીએનએ રિપોર્ટ પણ રજૂ કરવામાં આવ્યા. બાળકીએ પણ પોતાના નિવેદનમાં બંને આરોપીઓની ઓળખ કરી હતી. 

 

અઝાક પોલીસ સ્ટેશનમાં કોર્ટ


- ઘટના પછી ઉગ્ર ભીડને જોતાં પોલીસે કોર્ટને અસ્થાયી કોર્ટ લગાડવાની અપીલ કરી હતી. જે બાદ પોલીસ કંટ્રોલ રૂમમાં અસ્થાઈ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી, જ્યાં કોર્ટે આરોપીને પોલીસ રિમાન્ડ પર મોકલી દીધો હતો. રિમાન્ડ પૂરી થયાં બાદ તેને અઝાક પોલીસ સ્ટેનશનમાં અસ્થાઈ કોર્ટમાં રજૂ કરાયો હતો. જ્યાંથી તેને જેલ મોકલવામાં આવ્યો હતો. 

સ્થિતિમાં સુધારો 
- બાળકી હજુ પણ એમવાય હોસ્પિટલમાં દાખલ છે, તેના સ્વાસ્થ્યમાં સતત સુધારો થઈ રહ્યો છે. સારવારમાં લાગેલાં ચાર ડોકટરની ટીમે જણાવ્યું કે બાળકીની સ્થિતિમાં ઘણો સુધારો છે. મુંબઈના પીડિયાટ્રિક સર્જન ડોકટર રવિ રામાએ પણ પીડિત બાળકીના સ્વાસ્થ્યનું પરીક્ષણ કર્યું હતું. તેઓએ જણાવ્યું કે બાળકીના સારો ઈલાજ થઈ રહ્યો છે. તો મનોચિકિત્સક ડોકટર સ્વાતિ પ્રસાદ અને અન્ય ડોકટરોએ બાળકી અને તેમના માતા-પિતાનું કાઉન્સેલિંગ કર્યું હતું. 

 

કોઈની સાથે વાત નથી કરતાં આરોપી


- જેલ સૂત્રો મુજબ બંને જ પ્રોફેશનલ રેપિસ્ટની જેમ ઘટનાને અંજામ આપ્યાં બાદથી એકદમ શાંત છે. સેલની બહારે સુરક્ષાકર્મીઓને જુએ છે, પરંતુ તેમની સાથે વાત કરવા એકવખત પણ મોઢું નથી ખોલ્યું. ઘટનાક્રમને લઈને બહારે શું માહોલ છે તેને લઈને આરોપી છાપું પણ વાંચવા નથી મંગાવતા, કે ઘટનાને લઈને કોઈ સવાલ પણ નથી કરતા. બંને ક્રુર લોકોને જેલ મેન્યુ મુજબ સવાર-સાંજ ખાવાનું આપવામાં આવે છે જેને ખાઈ લે છે અને સુઈ જાય છે. 

 

શું થયું હતું તે દિવસે


- સરસ્વતી શિશુ મંદિરમાં ભણતી સાત વર્ષની બાળકીને મંગળવારે સ્કૂલ છૂટ્યાં બાદ ગેટ પરથી આરોપી ઈરફાન લાડુ ખવડાવવાને બહાને પોતાની સાથે લઈ ગયો હતો. બુધવારે તે લોહિલુહાણ સ્થિતિમાં ઝાડીઓમાંથી મળી હતી. જે બાદ પોલીસે આ મામલે આરોપી ઈરફાન અને તેના સાથીદાર આસિફની ધરપકડ કરી હતી. 

અન્ય સમાચારો પણ છે...