ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Man worked alone for 18 years and made the area green with lots of trees plants at Udaipur

  એકલે હાથે 18 વર્ષની મહેનતથી વિસ્તારને બનાવ્યો હરિયાળો, તાપમાન પણ રહે છે 4 ડિગ્રી ઓછું

  divyabhaskar.com | Last Modified - Jun 12, 2018, 04:42 PM IST

  લોકો કોલોનીમાં વસવાટ કરવા પણ નહોતા માંગતા, પરંતુ આજે કોલોનીમાં ચારેબાજુ હરિયાળી જોવા મળે છે
  • એકલે હાથે 18 વર્ષની મહેનતથી વિસ્તારને બનાવ્યો હરિયાળો, તાપમાન પણ રહે છે 4 ડિગ્રી ઓછું
   એકલે હાથે 18 વર્ષની મહેનતથી વિસ્તારને બનાવ્યો હરિયાળો, તાપમાન પણ રહે છે 4 ડિગ્રી ઓછું

   ઉદયપુર: શહેરની ગોવર્ધન સાગરમાં આવેલી વસંતવિહાર કોલોની છે જે 18 વર્ષોથી ઉજ્જડ હતી. લોકો અહીંયા વસવાટ કરવા પણ નહોતા માંગતા, પરંતુ આજે કોલોનીમાં ચારેબાજુ હરિયાળી જોવા મળે છે. કોલોનીના દરેક રસ્તા પર 2 માળના મકાનથી ઊંચા પામ વૃક્ષો લહેરાતા જોવા મળશે. શહેરના અન્ય વિસ્તારોની સરખામણીએ અહીંયા ગરમીમાં તાપમાન પણ 3થી 4 ડિગ્રી સુધી ઓછું રહે છે. આ બદલાવ નિગમ કે એડમિનિસ્ટ્રેશન નથી લાવ્યા, પરંતુ કોલોનીમાં વસતા વિષ્ણુકુમાર સુહાલકાની 18 વર્ષોની મહેનતથી આ શક્ય બન્યું છે. સુહાલકાએ વર્ષ 2000માં અહીંયા મકાન બનાવડાવ્યું. ચારેબાજુ વેરાન જોઇને કોલોનીમાં 3થી 4 ફૂટના બોટલ પામ અને સિલ્વર ઑકના 325 છોડ લગાવ્યા.

   લોકો કહે છે ઝાડવાળા ભાઈસાહેબ, ઘરમાં પણ લગાવ્યા છે ફળફૂલના 150થી વધારે વૃક્ષો-છોડવાંઓ

   - કોલોની સહિત આસપાસના વિસ્તારોમાં પણ છોડવાઓ લગાવવાને કારણે લોકો વિષ્ણુ સહાલકાને ઝાડવાળા ભાઈના નામથી બોલાવવા લાગ્યા છે.

   - સુહાલકાએ કોલોનીમાં જ પોતાના ખર્ચે એક પાર્ક પણ ડેવલપ કર્યો છે. સુહાલકાએ પોતાના ઘરમાં પણ વિવિધ પ્રકારના 150થી વધુ નાના-મોટા વૃક્ષો અને છોડવાંઓ લગાવીને રાખ્યા છે.
   - તેમણે સવીનાથી સેક્ટર-14 રોડની વચ્ચે બનેલા ડિવાઇડર પર એરિકા પામ અને સપ્તપર્ણીના ઝાડ વાવ્યા છે.

   આ પણ વાંચો: આ ટેક્નીકથી માટી વગર પણ થઇ શકે છે ખેતી, લાખો રૂપિયાની થઇ શકે છે કમાણી

   ફરજ સમજીને છોડવાઓ લગાવતો ગયો, વિચાર્યું ન હતું ફળ આટલા લોકોને મળશે: સુહાલકા

   - વિષ્ણુ સુહાલકાએ જણાવ્યું કે હું તો ફક્ત મારી ફરજ સમજીને છોડવાઓ લગાવતો ગયો. મેં વિચાર્યું ન હતું કે મારી મહેનતથી આટલા લોકોને ફળ મળશે.

   - ઘણી કોલોનીઓના લોકો અહીંયા બેસવા અથવા ફરવા માટે આવે છે. પ્રકૃતિના નામે તમે થોડોક સમય તો આપો પ્રકૃતિ તમને ઘણું બધું પાછું આપે છે.

   સંબંધિત તસવીર જોવા આગળની સ્લાઇડ ક્લિક કરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Man worked alone for 18 years and made the area green with lots of trees plants at Udaipur
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `