Home » National News » Desh » બેન્કે લોન ન આપી તો આ રીતે ઊભી કરી ડેરી| Man Who Built World Class Dairy Which Provides Milk

બેન્કે લોન ન આપી તો આ રીતે ઊભી કરી ડેરી, અમિતાભ-અંબાણી છે કસ્ટમર

Divyabhaskar.com | Updated - Jun 02, 2018, 02:14 PM

અમિતાભ બચ્ચન અને મુકેશ અંબાણી આ ડેરીમાંથી દૂધ ખરીદે છે, જાણો તેમની સક્સેસ સ્ટોરી

 • બેન્કે લોન ન આપી તો આ રીતે ઊભી કરી ડેરી| Man Who Built World Class Dairy Which Provides Milk
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  ડેરીના માલિક દેવેન્દ્ર શાહ

  પુણે: તાજેતરમાં જ 1 જૂનને વર્લ્ડ મિલ્ક ડે તરીકે ઉજવવામાં આવ્યો હતો. દરેક વ્યક્તિના જીવનમાં ડેરીનું શું મહત્વ છે આ વાતને સમજાવવા માટે યુનાઈટેડ નેશન્સની ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝને વર્ષ 2001માં આ સ્પેશિયલ ઈવેન્ટની શરૂઆત કરી હતી. લોકોના મનમાં ઉત્સુકતા હોય છે કે, શું અમિતાભ બચ્ચ્ન અને મુકેશ અંબાણી પણ સામાન્ય માણસ જેવુ જ જીવન જીવતા હશે? શું તેમના ઘરે પણ પેકેટ વાળું જ દૂધ આવતુ હશે, જેવુ આપણાં ઘરે આવે છે? તો આવા સવાલોની વચ્ચે ભાસ્કર.કોમ એ ડેરી વિશે જણાવે છે જ્યાંથી આ સેલેબ્સદૂધ ખરીદે છે.

  બેન્કે લોન આપવાની ના પાડી દીધી હતી


  - પરાગ મિલ્સ ફૂડ્સના માલિક દેવેન્દ્ર શાહના પિતા ટેક્સટાઈલ બિઝનેસમેન હતા. દેવેન્દ્રનું સપનું એક વર્લ્ડ ક્લાસ રેકોર્ડ ડેરી શરૂ કરવાનું હતું. જેથી તે તેના ગામના લોકોને મદદ કરી શકે અને રોજગારી આપી શકે.
  - તેમણે આ વિશે એક બિઝનેસ પ્લાન તૈયાર કર્યો અને પિતા સાથે જઈને બેન્ક પાસે લોન પાસ કરાવવાની પ્રપોઝલ પણ કરી હતી. એક ઈન્ટરવ્યુમાં શાહે કહ્યું કે, બ્રાન્ચ મેનેજરે મારા પ્લાનના ખૂબ વખાણ કર્યા હતા. મે એક દિવસમાં 20 હજાર લિટર દૂધ પ્રોસેસ કરવાનો પ્લાન બનાવ્યો હતો. બેન્ક લોન આપવા તૈયાર હતી પરંતુ એક ગેરન્ટેડની જરૂર હતી. મને આશા હતી કે મારા પિતા ગેરન્ટેડ તરીકે સહી કરશે પરંતુ તેમણે બેન્કમાં જ આ વિશે ના પાડી દીધી હતી. મેનેજરે ગેરન્ટેડ ન હોવાના કારણે લોન આપવાની ના પાડી દીધી હતી.
  - લોન પાસ ન થવાથી અને મારા પિતાએ ના પાડી હોવાથી મને ખૂબ દુખ થયું હતું. તે દિવસે હું ખૂબ રડ્યો પણ હતો. પરંતુ તેના કારણે મે મારુ સપનું ભૂલી જવાનું ન વિચાર્યું.
  - શાહે કહ્યું, મે ફરી વખત પ્લાન બનાવ્યો. આ વખતે મે પ્રોફિટ માર્જિન 18 ટકા વધારી દીધો હતો. આ પ્લાન પ્રમાણે બેન્કે મને કોઈ પણ ગેરન્ટેડ વગર લોન આપી દીધી. ઘણાં વર્ષો પછી મને સમજાયું કે, પિતા તે સમયે જ ગેરન્ટેડમાં સાઈન કરી દેતા તો હું તેમના પર નિર્ભર થઈ જતો.
  - આ રીતે 1992માં પરાગ મિલ્ક ફૂડ્સ લિમિટેડની શરૂઆત થઈ. દેવેન્દ્ર શાહની કંપની ગામના ગોવાળિયાઓ પાસેથી દૂધ લઈને તેને પ્રોસેસ કરતા હતા અને તેમાંથી ચીઢ, બટર, પનીર અને ધી જેવા ઉત્પાદન પણ બનાવતા હતા. તેમની મોટા ભાગની પ્રોડક્ટ એક્સપોર્ટ કરવામાં આવે છે.

  આ રીતે શરૂ થઈ ભાગ્યલક્ષ્મી ડેરી


  - પરાગ મિલ્ક ફૂડ્સ ખૂબ સારો બિઝનેસ કરી રહી હતી. પરંતુ દેવેન્દ્ર શાહના મનમાં સતત ડેરીના વિકાસના વિચાર આવતા હતા.
  - વર્ષ 2005માં તેમણે ભાગ્ય લક્ષ્મી ડેરીની શરૂઆત કરી હતી. અહીં તેમણે દેશી ગાયની જગ્યાએ સ્વિત્ઝરેલેન્ડની હોલસ્ટીન ગાયનું દૂધ પ્રોસેસ કરવાનો પ્લાન્ટ લગાવ્યો.

  ભાગ્ય લક્ષ્મી ડેરી કેવી રીતે બધા કરતાં અલગ છે?


  - દેવેન્દ્ર શાહે જણાવ્યું કે, અમારા ફાર્મની સ્ટોરી 35 એકર ખેતરથી શરૂ થાય છે. ફાર્મ ભીમા નદી અને ભીમેશ્વર પર્વતની વચ્ચે બનાવવામાં આવ્યું છે. આ ગામ તેની હરિયાળીના કારણે પ્રખ્યાત છે. અહીં ઈન્ટરનેશનલ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને દૂધ પ્રોસેસ કરવામાં આવે છે. જેને કન્ઝ્યુમર પહેલાં બીજુ કોઈ અડતું પણ નથી.
  - ડેરી પર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેક્શન પણ બનાવવામાં આવ્યું છે. જેથી અહીં ઉપયોગમાં લેવામાં આલતી ટેક્નોલોજીને વધારે સારી બનાવી શકાય.

  સ્વિતઝરલેન્ડથી મંગાવી છે ગાયો, એસીમાં રહે છે


  - ભાગ્યલક્ષ્મી ડેરી પર 2000થી વધારે હોલસ્ટિન ફ્રેશિયાન પ્રજાતીની ગાયો છે. આ બ્રીડ સ્વિતઝરલેન્ડથી મંગાવવામાં આવી છે.
  - દેશી ગાયો જ્યાં રોજનું 10-12 લીટર દૂધ આપે છે તેની જગ્યાએ આ ગાયો કમ્ફર્ટ ટેક્નોલોજીના કારણે 25-28 લિટર દૂધ આપે છે.
  - શાહે જણાવ્યું કે, અમે અમારી ગાયોને સેલિબ્રિટીથી ઓછી નથી માનતા. અમે તેમના નામ બોલિવૂડ એક્ટ્રસના નામે રાખ્યા છે. ઐશ્વર્યા અને કરીના નામની ગાય સૌથી વધુ રોજનું 50-54 લિટર દૂધ આપે છે.
  - દરેક ગાય એક રબર મેટ પર આરામ કરે છે. જેથી તેઓ હંમેશા બેકેટેરિયા ફ્રી રહે છે. તેમને 24*7 આરોનું જ પાણી આપવામાં આવે છે.
  - ગાયનું ડાયટ પણ ઘણું સારુ રાખવામાં આવ્યું છે. તેમની ઉંમર અને વજનના આધારે તેમને પ્રોટીન અને સિઝનલ શાકભાજી આપવામાં આવે છે.
  - અહીં ગાયોને રિલેક્સ થવા માટે મ્યૂઝિક પણ વગાડવામાં આવે છે.
  - ફાર્મનું ટેમ્પરેચર 26 ડિગ્રી કરતા વધારે રાખવામાં નથી આવતું. જો અહીંનું ટેમ્પરેચર વધી જાય તો સ્પિંકલર્સ ગાયોને ઠંડક પહોંચાડે છે.

  રેફરન્સના આધારે જ બનાવવામાં આવે છે કસ્ટમર્સ


  - ભાગ્યલક્ષ્મી ડેરી ફાર્મમાંથી દૂધ ખરીદવું સરળ નથી. અહીંથી સ્પેશિયલ કસ્ટમર્સને જ દૂધ સપ્લાય કરવામાં આવે છે. અહીંના કસ્ટમર બનવા માટે કોઈ એક્ઝિસ્ટિંગ કસ્ટમરનો રેફરન્સ લાવો પડે છે.
  - અંબાણી, બચ્ચનથી લઈને અક્ષય કુમાર અને હ્રિતિક રોશન આ ડેરીના કસ્ટમર્સ છે.
  - પરાગ મિલ્ક ફૂડ્સ ફાર્મ માત્ર મહારાષ્ટ્રના મંચરમાં ભાગ્યલક્ષ્મી નામે છે. ડેરી પ્રોડક્શન પ્રોડક્ટ માટે બે સેન્ટર છે. એક મંચર અને બીજુ પાલનમેર આંધ્ર પ્રદેશમાં.

  ફાર્મથી આ રીતે ઘરે પહોંચે છે દૂધ


  - ભાગ્યલક્ષ્મી ડેરી ફાર્મનું દૂધ Pride of cowsની બ્રાન્ડ નેમથી વેચાય છે.
  - મિલ્કિંગ પ્રોસેસ પછી દૂધને ઈન્સ્ટન્ટ પ્રોશ્ચિરાઈઝ અને હોમોજિનાઈઝ કરીને 4 ડિગ્રીએ પેક કરવામાં આવે છે.
  - દૂધ કાઢવાની પ્રોસેસ સમગ્ર રીતે મશીનથી કરવામાં આવે છે. તેથી દૂધ માનવજાતથી અછૂત રહે છે.
  - દેવેન્દ્ર શાહના જણાવ્યા પ્રમાણે, દૂધમાં મિનિમમ બેકેટેરિયા હોય છે કારણ કે દૂધ સહેજ પણ હવાના સંપર્કમાં નથી આવતું.

  આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

 • બેન્કે લોન ન આપી તો આ રીતે ઊભી કરી ડેરી| Man Who Built World Class Dairy Which Provides Milk
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  આ દૂધ માણસ અછૂત રહે છે
 • બેન્કે લોન ન આપી તો આ રીતે ઊભી કરી ડેરી| Man Who Built World Class Dairy Which Provides Milk
  અહીં ગાયોને સારું ડાયટ આપવામાં આવે છે
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ