Home » National News » Desh » Man was missing since 1982 from Jaipur now it is known that he is in Lahore Jail in Pak

1982માં જયપુરથી ગાયબ થયો હતો આ વ્યક્તિ, 36 વર્ષો બાદ મળી લાહોર જેલમાં બંધ હોવાની ખબર

Divyabhaskar.com | Updated - May 24, 2018, 11:37 AM

રાષ્ટ્રીયતાની તપાસ માટે પાકિસ્તાન તરફથી મોકલવામાં આવેલા દસ્તાવેજોથી આ ચોંકાવનારી જાણકારી સામે આવી છે

 • Man was missing since 1982 from Jaipur now it is known that he is in Lahore Jail in Pak
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  ગાયબ થયેલા ગજાનંદ શર્માનો જૂનો ફોટો. બીજો ફોટો પાક. દસ્તાવેજોમાં આવ્યો.

  જયપુર: રાજસ્થાનની રાજધાની જયપુરનો એક વ્યક્તિ પાકિસ્તાનની જેલમાં બંધ છે. આ વ્યક્તિ 36 વર્ષ પહેલા જયપુરથી ગાયબ થયો હતો. રાષ્ટ્રીયતાની તપાસ માટે પાકિસ્તાન તરફથી મોકલવામાં આવેલા દસ્તાવેજોથી આ ચોંકાવનારી જાણકારી સામે આવી છે. તેનું નામ ગજાનંદ શર્મા (68) છે. ગજાનંદના પાછા ફરવાની અપેક્ષા છોડી ચૂકેલા પરિવારજનો માટે પાકિસ્તાની હકૂમતનો આ દસ્તાવેજ કોઇ ચમત્કારથી ઓછો નથી. ગજાનંદની 62 વર્ષીય પત્ની મખનીદેવીની આંખોમાં ચમક અને ડર બંને એકસાછે છલકાય છે. તેઓ કહે છે, "હવે તો એક જ છેલ્લી અપેક્ષા છે, એકવાર તેમના દર્શન કરી લઉં. પરંતુ, પાકિસ્તાનની જેલનું નામ સાંભળીને ડર લાગે છે." પરિવારને એ સમજાતું નથી કે તેમણે ગજાનંદને દેશમાં પાછા લાવવા માટે શું કરવું પડશે અને ક્યાં જવું પડશે.

  ખબર નહીં, કેવી રીતે પહોંચી ગયા પાકિસ્તાની જેલ

  - ગજાનંદ પાકિસ્તાની જેલ કેવી રીતે પહોંચી ગયો, ત્યાં કયા ગુનામાં કેદ છે, તે વિશે પરિવારજનોને કોઇ જાણકારી નથી. પત્ની મખની દેવી જણાવે છે કે, "તેઓ મજૂરી કરતા હતા. એવામાં ઘણીવાર ઘરથી બહાર રહેતા હતા. વાત 1982ની છે. ઘરમાં પાળેલા જાનવરનું મોત થઇ ગયું હતું. તેઓ (ગજાનંદ) અચાનક ઘરમાંથી કોઇને કંઇ કીધા વગર નીકળી ગયા. તે દિવસે તેમનો કોઇ પત્તો ન લાગ્યો."

  - મખની દેવી કહે છે કે, કેટલાક દિવસો સુધી આસપાસમાં શોધ કરી. બ્રહ્મપુરી પોલીસ-સ્ટેશન પણ ગઇ. પરંતુ, કંઇ ન થયું. અભણ હતી, એટલે પોલીસ-સ્ટેશનમાં રિપોર્ટ પણ ન નોંધાવી શકી. ત્યારે દીકરાઓની ઉંમર પણ 12-15 વર્ષ હતી. પરિવારના ગુજરાનની જવાબદારી તેમના પર આવી ગઇ। મજબૂરીમાં એક ખાનગી હોસ્પિટલમાં નોકરી કરી લીધી.

  મન-મગજમાં ધૂંધળી થઈ ગઈ હતી યાદો

  - ગજાનંદના બે દીકરા છે, મુકેશ અને રાકેશ. પરિવાર જયપુરના નાહરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં માઉન્ટ રોડમાં ફતેહરામ કા ટીબા કોલોનીમાં રહે છે. રાકેશ પંડિતાઈ કરે છે અને નાનો દીકરો મુકેશ આદર્શ નગર સ્થિત પરિવાર કલ્યાણ કેન્દ્ર કાર્યાલયમાં ચોથી શ્રેણીનો કર્મચારી છે.

  - નાના દીકરો મુકેશ શર્મા કહે છે, "પિતાની શોધમાં દિવસો ઝડપથી મહિનાઓ બન્યા અને મહિનાઓ વર્ષોમાં પરાવર્તિત થઇ ગયા. તેમની યાદો પણ મન-મગજમાં ધૂંધળી થતી ગઇ. જોકે, પરિવારે આશા ન છોડી અને તેમને જીવતા માનતા રહ્યા."

  7 મેના રોજ આવ્યો ફોન

  - મુકેશ જણાવે છે કે, "7 મેના રોજ કાકાના દીકરા રાજેન્દ્ર શર્માને ફોન કર્યો. તેમણે જણાવ્યું, ગજાનંદ કાકાનો પત્તો મળી ગયો છે. તેઓ પાકિસ્તાનની લાહોર જેલમાં બંધ છે. પાકિસ્તાનથી ગજાનંદની રાષ્ટ્રીયતાની સત્યતા તપાસવા માટે દસ્તાવેજ સામોદ પોલીસ સ્ટેશનમાં આવ્યા છે."

  - "આ સાંભળીને એકવાર તો ભરોસો ન થયો. ત્યારબાદ તેણે આખો મામલો જણાવ્યો. કહ્યું કે પોલીસ મહાર કલાગામમાં ગજાનંદ શર્માને શોધતી પહોંચી હતી. ત્યાં વૃદ્ધ ગામલોકોએ પોલીસને જણાવ્યું કે ગજાનંદ અને તેમના મોટાભાઈનો પરિવાર ઘણા વર્ષોથી જયપુર શિફ્ટ થઇ ગયો છે. ત્યારબાદ પોલીસ અને ગામલોકોએ અમને તેની જાણ કરી."

  પોલીસને સોંપ્યા કાગળિયાં, તપાસ કરશે પોલીસ

  - મુકેશે જણાવ્યું કે પાકિસ્તાન જેલના દસ્તાવેજ સામોદ પોલીસ સ્ટેશનમાં રાષ્ટ્રીયતાની સત્યતા ચકાસવા માટે પહોંચ્યા હતા. આ દસ્તાવેજોમાં ગજાનંદ શર્મા, પિતા ભૂરામલ શર્મા, ઉંમર 65 વર્શ, ગામ મહારકલાં નિવાસી, પોલીસ સ્ટેશન સામોદ, એટલું લખ્યું હતું.

  - મુકેશે જણાવ્યું કે, તેઓ પિતાને સંબંધિત કાગળિયા લઇને પોલીસ સ્ટેશન પહોંચ્યા. તેમાં રાશનકાર્ડ સહિત અન્ય કાગળિયા છે. જોકે, તેમનું પોતાનું કોઇ આઇકાર્ડ નથી.
  - આ મામલે સામોદ પોલીસ સ્ટેશનના એએસઆઇ કૈલાશચંદનું કહેવું છે કે ગજાનંદ નામના વ્યક્તિની નાગરિકતા અને એડ્રેસ માટે દસ્તાવેજો આવ્યા હતા. તપાસમાં ગજાનંદના પરિવારની જયપુર કમિશ્નરેટના ક્ષેત્રાધિકારમાં રહેવાની જાણકારી સામે આવી છે. હવે સ્થાનિક પોલીસ મામલાની તપાસ કરશે.

  ખુશી થઇ પરંતુ પાકિસ્તાન જેલનું નામ સાંભળીને જ રડવા લાગ્યા

  - મુકેશે રૂંધાયેલા ગળા સાથે જણાવ્યું કે એકવાર તો સાંભળીને બહુ જ ખુશી થઇ. પરંતુ, જેવું પાકિસ્તાનની લાહોર જેલનું નામ સાંભળ્યું, ત્યારે પગ લથડાઇ ગયા. આખો પરિવાર સ્તબ્ધ થઇ ગયો અને બધા રડવા લાગ્યા કે આખરે પિતાજી કેવા હાલમાં હશે. ક્યારે ઘરે પાછા ફરશે.

  - હવે આ પરિવારની માંગ છે કે રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર અને વિદેશ મંત્રાલય આ મામલે દરમિયાનગીરી કરે. જેથી ગજાનંદ શર્માને લાહોરની જેલમાંથી આઝાદી મળી શકે. જોકે, હાલ પરિવારને કોઇ રસ્તો સૂઝી નથી રહ્યો.

  પોલીસ- તપાસ પછી જ કંઇક કહી શકાશે

  - પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ગજાનંદની નાગરિકતા સાથે સંબંધિત દસ્તાવેજો આવ્યા છે. પરંતુ, પરિવાર જે દાવો કરી રહ્યો છે, તેને લઇને હાલ કંઇ કહેવું ઉતાવળ ગણાશે. આખા મામલાની તપાસ પછી જ કંઇક સ્પષ્ટ થઇ શકશે કે આ તે જ ગજાનંદ છે જેના પર આ પરિવારનો દાવો છે.

 • Man was missing since 1982 from Jaipur now it is known that he is in Lahore Jail in Pak
  ગાયબ થયેલા ગજાનંદની પત્ની મખની દેવી અને દીકરો મુકેશ.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ