Home » National News » Desh » Man wants to commit suicide with family asked for permission to Collector at Gwalior

સંતાનો સાથે કલેક્ટર પાસે પહોંચ્યો પિતા, હાથ જોડી બોલ્યો- સુસાઇડની પરવાનગી આપો

Divyabhaskar.com | Updated - Jun 01, 2018, 11:01 AM

કલ્યાણસિંહ પોતાના દીકરા અને દીકરી સાથે મંગળવારે કલેક્ટોરેટની જનસુનાવણીમાં પહોંચ્યા હતા

  • Man wants to commit suicide with family asked for permission to Collector at Gwalior
    ગ્વાલિયર: અહીંયા ચિનોર તહેસીલમાં રહેતા કલ્યાણસિંહે કલેક્ટર પાસે પોતાની દીકરી અને દીકરા સાથે પહોંચ્યા અને પોતાની વ્યથા-કથા વર્ણવી. તેમણે કલેક્ટરને કહ્યું, "સાહેબ, મારું ડંપર 5 નવેમ્બર, 2016ના રોજ ગુનામાં માઇનિંગ અધિકારીએ પકડ્યું હતું. ગાડીમં ભરેલી રેતીના કાગળ હું રજૂ કરી ચૂક્યો હતો પરંતુ માઇનિંગ અધિકારી આકાંક્ષા પટેલે લાંચ માંગી અને ન આપવા પર ગાડી પર કલેક્ટર પાસે 40 હજાર રૂપિયાનો દંડ કરાવી દીધો. દંડ ભરીને જ્યારે હું ડંપર લેવા પોલીસલાઇન પહોંચ્યો તો તેમાં 43 હજાર રૂપિયાનો સામાન ચોરી થઇ ગયો હતો. તેની ફરિયાદ મેં કરી અને હાઇકોર્ટની ગ્વાલિયર બેંચમાં કેસ કર્યો."
    'સાહેબ, મને બાળકોની સાથે સુસાઇડ કરવાની પરવાનગી આપો'
    - કલ્યાણસિંહે જણાવ્યું કે, હાઇકોર્ટમાંથી કેસ જીતવા પર જ્યારે હું ફરી ડમ્પર લેવા ગયો તો ગાડીમાંથી દોઢ લાખ રૂપિયાનો સામાન ચોરાઇ ગયો હતો. પરંતુ, હજુ સુધી કોઇ કાર્યવાહી થઇ નથી અને હું હવે બેરોજગાર થઇ ગયો.
    - હવે હું આ મુસીબતો સાથે જીવવા નથી માંગતો. એટલે મને બાળકો સાથે સુસાઇડ કરવાની પરવાનગી આપવામાં આવે.
    - કલ્યાણસિંહ પોતાના દીકરા અને દીકરી સાથે મંગળવારે કલેક્ટોરેટની જનસુનાવણીમાં પહોંચ્યા હતા. તેઓ પોતાની સાથે ફાંસીનો ગાળિયો બનાવીને લઇ ગયો હતો અને કલેક્ટર અશોક વર્મા પાસે સુસાઇડની પરવાનગી માંગી હતી.
    - કલેક્ટરે તેમની સમસ્યા સાંભળ્યા પછી બાળકોના નિઃશુલ્ક શિક્ષણ માટે ડીઇઓ આરએન નીખરા પાસે મામલો મોકલી દીધો છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending