Home » National News » Desh » Because of business loss family commit suicide in Jharkhand

એનીવર્સરીએ પત્ની લાવી બુકે, પતિ લાવ્યો કેડબરી પણ ઝેર મેળવેલી

Divyabhaskar.com | Updated - Feb 22, 2018, 12:12 AM

પતિ માટે ગુલાબોનું બુકે અને ફૂોના બે હાર લઈને આવેલી પત્નીને ખબર નહતી કે આગલો દિવસ આવશે કે નહીં

 • Because of business loss family commit suicide in Jharkhand
  +8બીજી સ્લાઈડ્સ જુઓ
  વહુ અને પૌત્રનો મૃતદેહ

  જમશેદપુર: અહીંના બિરસાનગરમાં સોમવારે રાતે 39 વર્ષના નિશાંત વૈભવે આત્મહત્યા કરી લીધી હતી. આ પહેલાં તેણે તેની પત્ની પૂર્ણિમા અને એક માત્ર દીકરા અક્ષત રાજને ઝેરવાળી કેડબરી ખવડાવી દીધી હતી. મંગળવારે નિશાંતની સાતમી એનીવર્સરી હતી. એનીવર્સરી માટે સોમવારે સાંજે પૂર્ણિમા તેના પતિ નિશાંતને આપવા માટે 7 ગુલાબોનું એક બુકે બનાવીને લાવી હતી અને તેને ફ્રિઝમાં રાખ્યુ હતું. તે સિવાય તે ફૂલોના બે હારપણ લાવી હતી.

  રૂમમાં ગઈ તો બેડ પર સૂતા હતા વહુ અને પૌત્ર, દીકરો પંખે લટકતો હતો


  - નિશાંતે આત્મહત્યા કરતા પહેલાં બધુ પ્લાનિંગ કરી લીધું હતું. સવારે દરવાજો ખોલવામાં કોઈને મુશ્કેલી ન થાય તે માટે તેણે દરવાજાને સ્ટોપર નહતી મારી અને દરવાજો આડો કરીને પાછળ સોફો મુકી દીધો હતો. નિશાંતની માતાએ જણાવ્યું કે, હું સવારે પૌત્રને સ્કૂલ માટે ઉટાડવા ગઈ તો દરવાજો ન ખુલ્યો. દરવાજાને ધક્કો મારીને અંદર જઈને જોયું તો વહુ અને પૌત્ર પલંગ પર સુતાહતા અને બીજા રૂમમાં નિશાંત પંખા પર લટકતો હતો. આ જોઈને હું ચોંકી ગઈ.

  મોતના સમયે પણ છોકરામાં દેખાઈ માની મમતા

  - મા અને દીકરાનો મૃતદેહ એક જ રૂમમાં જોવા મળ્યો હતો. બંનેના ચહેરા એકબીજાની સામે હતા. મોત સમયે પણ બાળકમાં માતાની મમતા દેખાઈ હતી. એવુ લાગતુ હતું જાણે તે બંને એકબીજાને જોઈ રહ્યા હતા. મૃતદેહને આ રીતે જોઈને ત્યાં જે પણ આવ્યા તેમની આંખમાં પાણી આવી ગયા હતા. નિશાંતનો એકનો એક દીકરો અક્ષત માત્ર છ વર્ષનો જ હતો. ઘરના લોકોનું માનવું છે કે, અક્ષત ચોકલેટ ખાતા ખાતા સુઈ ગયો હશે અને પછી તે કદી ઉઠ્યો જ નહીં.

  સવારે ઈએસઆઈ હોસ્પિટલ ગયો હતો નિશાંત


  - નિશાંતના મૃતદેહને નીચે ઉતારતી વખતે બધાની આંખો પાણીથી ભરાઈ ગઈ હતી. તેઓ જ્યાં રહેતા હતા તે જ ફ્લોર પર બીજા ફ્લેટમાં તેના માતા માંતારામણી અને પિતા એન.કે. સિંહ રહેતા હતા. એન.કે સિંહે જણાવ્યું કે, નિશાંત સવારે ઈએસઆઈ હોસ્પિટલ ગયો હતો અને મોડી સાંજે ઘરે આવ્યો હતો. નિશાંત ત્યાં કેન્ટિન ચલાવતો હતો. મંગળવારે સવારે તેઓ દુધ લેવા ગયા હતા ત્યારે બાજુના બ્લોકમાં રહેતા મોટા દીકરાએ નિશાંતની આત્મહત્યાની વાત કરી હતી.

  સુસાઈડ નોટમાં લખી હતી બિઝનેસ લોસની વાત


  નિશાંતે માતા-પિતા અને મોટાભાઈ બે અલગ અલગ સુસાઈડ નોટ લખી હતી. એક સુસાઈડ નોટમાં તેણે માતા-પિતાની માફી માગીને સુસાઈડ નોટની વાત લખી હતી. તેમાં તેણે વધુમાં લખ્યું હતું કે, મને માફ કરી દેજો. હું અંદરથી બહુ ટૂટી ગયો છું. મારી આ સ્થિતિના કારણે તમારે બહુ સાંભળવુ પડે છે. હું એખ જીવતી લાશ બની ગયો છું. મારું ક્યાંય મન નથી લાગતું. એક એક દિવસ પસાર કરવો મુશ્કેલ થઈ ગયો છે. કંપનીનો કોઈ પણ કર્મચારી આવે તો તેમને કહેજો કે પ્રમોદ કુમાર સિંહ બિલ ક્લિયર કરવાની લઈને આવે તેમની સાથે વાત કરી લે.

  ભાઈ મારાથી કોઈ ભુલ થઈ ગઈ હોય તો માફ કરજો


  - ભૈયા સાદર પ્રણામ, હવે તમારી જવાબદારી વધી ગઈ છે. કિસ્મત વાળાઓને આવા માતા-પિતા મળે છે. તેમનું ધ્યાન રાખજો. મારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો મને માફ કરજો.

  મારી મોતનો જવાબદાર હું પોતે છું


  નિશાંતે એક પત્રમાં લખ્યું હતું કે, મારા મોતની જવાબદારી હું પોતે લઉં છિં. મે કોઈના કહેવાથી અથવા દબાણમાં આવીને આ પગલું નથી લીધું. મારા પરિવારનું કોઈ પણ સભ્ય આ માટે જવાબદાર નથી. જ્યાં સુધી મારી કંપનીની વાત છે ત્યાં સુધી તેનો સમગ્ર માલિકી હક મારો છે. અત્યાર સુધી કંપનીમાં જે થયું તેની જવાબદારી પણ મારી છે. કંપનીનો નફો, ખોટ અને ધિરાણ બધી મારી જવાબદારી હતી. તેથી મારા ગયા પછી કોઈ મારા પરિવારને પરેશાન કરે નહીં... તમારો નિશાંત વૈભવ

  આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધિત તસવીરો

 • Because of business loss family commit suicide in Jharkhand
  +7બીજી સ્લાઈડ્સ જુઓ
  નિશાંતના પિતાએ કહ્યું અમે તો તેમના માટે એનીવર્સરી ગીફ્ટ પણ લાવ્યા હતા
 • Because of business loss family commit suicide in Jharkhand
  +6બીજી સ્લાઈડ્સ જુઓ
  પોલીસ પૂછપરછ દરમિયાન નિશાંતના માતા-પિતા
 • Because of business loss family commit suicide in Jharkhand
  +5બીજી સ્લાઈડ્સ જુઓ
  પત્ની નિશાંત માટે લાવીતી બુકે
 • Because of business loss family commit suicide in Jharkhand
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  બેડ પર વહુ અને પૌત્રનો મૃતદેહ જોઈ ચોંકી ગયા નિશાંતની માતા
 • Because of business loss family commit suicide in Jharkhand
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  નિશાંત તેની પત્ની સાથે
 • Because of business loss family commit suicide in Jharkhand
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  બિઝનેસમાં નુકસાન થવાથી નિશાંતે કરી આત્મહત્યા
 • Because of business loss family commit suicide in Jharkhand
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  અક્ષત માત્ર છ વર્ષનો જ હતો
 • Because of business loss family commit suicide in Jharkhand
  સાતમી એનીવર્સરીના આગલા દિવસે જ કરી આત્મહત્યા
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ