Home » National News » Desh » Farmer earns Rs. 20-25 thousand per month from pearl Farming

રાજસ્થાનની રેતમાં મોતીની ખેતી કરીને કમાય છે લાખો, જાણો કેવી રીતે બને છે રત્ન

Divyabhaskar.com | Updated - Feb 25, 2018, 12:06 PM

સત્યનારાયણ યાદનો પહેલાં આ શોખ હતો અને પછી તેને જ કમાણીનો રસ્તો બનાવ્યો

 • Farmer earns Rs. 20-25 thousand per month from pearl Farming
  +6બીજી સ્લાઈડ્સ જુઓ
  રાજસ્થાનમાં કરે છે મોતીની ખેતી

  જયપુર: શોખ બહુ મોટી વસ્તુ હોય છે. આ વાતને સાર્થક કરી છે રાજસ્થાનના ઢાણી બામણામાં રહેતા સત્યનારાયણ યાદવે. તેઓ દિવસે સરકારી નોકરી કરે છે અને સાંજે મોતીની ખેતી કરે છે. હવે સત્યનારાયણ યાદવ તેમની પત્ની સજના યાદવ સાથે મળીને સીપ મોદીની ખેતી કરને સ્વરોજગારને પ્રોત્સાહન આપી રહ્યા છે. તે માટે તેમણે આઈસીએઆર ભુવનેશ્વર ઓરિસ્સામાં 15 દિવસની ટ્રેનિંગ પછી તેમના ગામ ઢાણીમાં જ સ્વરોજગાર માટે સીપ મોતીની ખેતી શરૂ કરી દીધી હતી. તેમણે ટ્રેનિંગ પછી તેમના ઘરે જ માત્ર રૂ. 10,000ની મુડીથી આ વેપારની શરૂઆત કરી હતી. જેનાથી આજે તેઓ દર મહિને રૂ. 20-25 હજાર કમાઈ શકે છે.

  યૂ-ટ્યુબ પરથી મળ્યો આઈડિયા, પત્નીએ આપ્યો સાથ


  - સત્યનારાયણે જણાવ્યું કે, હું ઘણી વખત ટાઈમ પાસ કરવા માટે યૂ-ટ્યુબ વીડિયોઝ જોતો હોઉં છું. એક દિવસ તેમાં મે મોતી બનાવવાની પ્રોસેસ જોઈ. મને તે ઘમી સારી લાગી. તે વીડિયો મે મારી પત્નીને પણ બતાવ્યો અને તે પણ તુરંત આ કામ માટે તૈયાર થઈ ગઈ.
  - મે અઢી વર્ષ પહેલાં મોતીની ખેતી શરૂ કરી છે. પ્રોસેસ બહુ સરળ છે પરંતુ તેમાં સૌથી વધારે ધીરજની જરૂર છે.. જો તમારી અંદર ધીરજ નહીં હોય તો તમે સમગ્ર પ્રોસેસ જાણતા હોવા છતા તેનો ફાયદો નહીં લઈ શકો.

  જાણો કેવી રીતે થાય છે મોતીની ખેતી


  - સત્યનારાયણ યાદવની આસપાસના રાજ્યો આસામ, મધ્ય પ્રદેશ, જમ્મુ, હરિયાણા, ઉત્તર પ્રદેશ વગેરે રાજ્યોના વિદ્યાર્થી તેમની પાસે ટ્રેનિંગ લેવા માટે આવે છે. અત્યારસુધી તેઓ 150 વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપી ચૂક્યા છે.
  - તેમણે કહ્યું હતું કે, મોતીની ખેતી કરવા માટે હોજ બનાવવામાં આવે છે. સર્જરી માટે સર્જરી ટુલ્સ, જાયટ સીપ માટે ભોજન તથા અઠવાડિયામાં એક-બે વાર માત્ર તેને યાદ કરવુ પડે છે.

  મોતી શું હોય છે ?

  - પ્રાચીન કાળથી જ મોતીનો ઉપયોગ અલગ અલગ રીતે કરવામાં આવે છે. મોતી એક પ્રાકૃતિક રત્ન છે જે સીપમાં જન્મે છે. ભારતીય બજારોમાં તેની માગને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય બજારોમાંથી તેની આયાત પણ કરવામાં આવે છે.
  - પ્રાકૃતિક રીતે એક મોતીનું નિર્માણ ત્યારે થાય છે જ્યારે કોઈ બહારનો કણ જેવો કે રેત કે કોઈ કોઈ જીવડુ સીપની અંદર ઘુસી જાય છે અથવા તેને અંદર મુકવામાં આવે છે અને સીપ તેને બહાર નથી કાઢી શકતું. આ કારણથી થોડા સમય પછી સીપને અંદર કઈક ખૂંચવા લાગે છે. આનાથી બચવા માટે સીપ અંત:સ્ત્રાવ કરે છે (લાળ જેવો રસ ઉત્પન્ન કરે છે). જે આ જીવડા અથવા રેતીના કણ ઉપર જામી જાય છે અને તેને ચમકદાર બનાવે છે.
  - આ રીતે રેતીના કણ ઉપર ઘણાં પડ જામી જાય છે અને આ જ સરળ રસ્તાથી પ્રાકૃતિક મોતી પણ બનાવીને તેને ઉપયોગમાં લઈ શકાય છે. અને તે કેલ્શિયમ કાર્બોનેટ, જૈવિક પદાર્થો પાણીથી બન્યા હોય છે.

  આ રીતે કરવામાં આવે છે ખેતી

  - ખેતી શરૂ કરવા માટે પહેલાં તળાવ અથવા હોજ જેવી જગ્યામાં છીપલા ભેગા કરવામાં આવે છે. ત્યારપછી નાનકડાં છીપલામાં શલ્ય ક્રિયા ઉપરાંત તેની અંદર 4થી 6 મિમી વ્યાસવાળી સામાન્ય ડિઝાઈનર બીડ જેવી કે ગણેશ, બુદ્ધ, ઓમ, સ્વસ્તિક વાળી આકૃતિ મુકવામાં આવે છે અને પછી છીપલાને બંધ કરી દેવામાં આવે છે.
  - અંદાજે 8-10 મહિના પછી સીપને ચીરીને ડિઝાઈનર મોતીને બહાર કાઢવામાં આવે છે. જીવીત છીપલાથી મોતી મેળવી શકાય છે. તે પછી સીપ પણ મહત્વનું રહે છે. તેને કુંડા ઉપર, ફુલદાનીમાં કે ઝુમ્મરમાં લગાવી શકાય છે. તે ઉપરાંત સીપમાંથી જે પાવડર બનાવવામાં આવે છે તે પણ આયુર્વેદિક ઉપયોગ માટે બજારમાં વેચી શકાય છે અને તેની ઘણી સારી કિંમત આવે છે.

  આગળની સ્લાઈડમાં જુઓ મોતીની ખેતી સાથે જોડાયેલી તસવીર

 • Farmer earns Rs. 20-25 thousand per month from pearl Farming
  +5બીજી સ્લાઈડ્સ જુઓ
  માત્ર રૂ. 10,000ની મુડીથી આ વેપારની શરૂઆત કરી હતી
 • Farmer earns Rs. 20-25 thousand per month from pearl Farming
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  પત્નીએ મોતીની ખેતીમાં આપ્યો સાથ
 • Farmer earns Rs. 20-25 thousand per month from pearl Farming
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  વિવિધ આકારના પણ મોતી બનાવી શકાય છે
 • Farmer earns Rs. 20-25 thousand per month from pearl Farming
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  મહિને 25થી 30 હજાર સુધી કમાણી કરી શકાય છે
 • Farmer earns Rs. 20-25 thousand per month from pearl Farming
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  સત્યાનરાયાણ સ્વરોજગારી માટે આની ટ્રેનિંગ પણ આપે છે
 • Farmer earns Rs. 20-25 thousand per month from pearl Farming
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ