સવારે 5 વાગતાં પિતાએ જ લઈ લીધો 'પરી'નો જીવ... બસ આટલો હતો વાંક

દીકરાની લાલસમાં પિતાએ 1 મહિનાની બાળકીનો જીવ લઈ લીધો, માતા માગે છે ન્યાય

divyabhaskar.com | Updated - Feb 22, 2018, 12:12 AM
પિતાએ એક મહિનાની બાળકીનો લઈ લીધો જીવ
પિતાએ એક મહિનાની બાળકીનો લઈ લીધો જીવ

એક બાજુ સરકાર બેટી બચાઓ- બેટી પઢાઓની વાત કરી રહ્યા છે ત્યાં બીજી બાજુ આજે પણ દીકરાની લાલસામાં દીકરીઓની બલી ચડી રહી છે. આવી જ એક ઘટના યુપીના બલરામપુર જિલ્લામાં જોવા મળી છે.

બલરામપુર: એક બાજુ સરકાર બેટી બચાઓ- બેટી પઢાઓની વાત કરી રહ્યા છે ત્યાં બીજી બાજુ આજે પણ દીકરાની લાલસામાં દીકરીઓની બલી ચડી રહી છે. આવી જ એક ઘટના યુપીના બલરામપુર જિલ્લામાં જોવા મળી છે. અહીં પિતાએ એક મહિનાની દીકરીનો જીવ લઈ લીધો છે. પોતાની ફૂલ જેવી દીકરીની લાશ સામે રડતી-કકળતી માતા ન્યાય માટે માગણી કરી રહી છે.

લગ્નના ચાર વર્ષે થયું હતું પહેલું બાળક


- બલરામપુર જિલ્લાના તુલસીપુર વિસ્તારમાં રાજેશ ચૌહાણ નામના વ્યક્તિએ 2014માં સંગીતા સાથે લગ્ન કર્યા હતા. પડોશીઓના જણાવ્યા પ્રમાણે લગ્ન પછીથી જ તેમને સતત ઝઘડા થતા રહેતા હતા.
- પીડિતા સંગીતાએ જણાવ્યું કે, લગ્ન પછી તરત જ રાજેશ અને તેના પરિવારજનો દીકરાની માગણી કરતા હતા. ચાર વર્ષ પછી મે જાન્યુઆરીમાં એક દીકરીને જનમ આપ્યો હતો. મારી દીકરીનું મોઢું જોતા જ મારા પતિ અને સાસુ-સસરાનું મોઢુ ચડી ગયું હતું. તેઓ સતત મારી દીકરીને ફેંકી દેવાની વાત કરતા હતા પરંતુ મે તેમની વાત ન માની.
- મને લાગ્યું કે આ મારું પહેલું બાળક છે અને મારી નિર્દોષ બાળકીનો ચહેરો જોઈને તેમનું મન પીગળી જશે. પરંતુ તેમના મનમાં કઈ અલગ જ વાત ચાલતી હતી.

માત્ર આટલો હતો વાંક


- સંગીતાએ જણાવ્યું કે, સવારે 5 વાગે હું રસોડાના કામથી ઘરેથી બહાર ગઈ હતી. હું મારી દીકરીને મારી સાસુ કાનાના હાથમાં સોંપીને ગઈ હતી. હું ઘરે પરત આવી ત્યારે તેના મોઢા ઉપર લોહીના ડાઘા હતા. હું આ જોઈને ડરી ગઈ હતી. આ ત્રણેયે ભેગા થઈને મારી દીકરીને મારી નાખી હતી. તેનો વાંક માત્ર એટલો હતો કે, તે દીકરો નહીં પરંતુ દીકરી હતી.
- મારા પતિએ મને પણ મારી નાખવાની ધમકી આપતા કહ્યું હતું કે, આ કિસ્સો અહીં જ પતાવી દે, નહીં તો તને પણ મારી નાખીશ.
- સંગીતાએ વિરોધ કરતા પતિ અને સાસુ-સસરાએ તેની સાથે ખૂબ માર-ઝૂડ કરી અને તેને પણ મારવાનો પ્રયત્ન કર્યો. પીડિતા ત્યાંથી ભાગી ગઈ અને પરિવારજનોની મદદ લઈને એસપી બલરામપુર પાસે પહોંચી હતી. તેણે સાસુ-સસરા અને પતિ સામે ફરિયાદ નોંધાવી છે અને તેમની સામે કડક કાર્યવાહીની માગણી કરી છે. હાલ ત્રણેય આરોપીઓ ભાગી ગયા છે.
- આ વિશે પોલીસે જણાવ્યું છે કે, તેમણે ફરિયાદ નોંધી લીધી છે અને ટૂંક સમયમાં જ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવશે.

આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીર

ન્યાની માગણી કરતી માતા
ન્યાની માગણી કરતી માતા
X
પિતાએ એક મહિનાની બાળકીનો લઈ લીધો જીવપિતાએ એક મહિનાની બાળકીનો લઈ લીધો જીવ
ન્યાની માગણી કરતી માતાન્યાની માગણી કરતી માતા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App