Home » National News » Desh » Man killed his wife father in law and daughter of his wife at Allahabad

જેના માટે બન્યો સૌરભમાંથી ઉસ્માન તેને જ આપ્યું ભયાનક મોત, દીકરીને પણ ન છોડી

Divyabhaskar.com | Updated - Jun 06, 2018, 11:12 AM

14 વર્ષ પહેલા કોચિંગ ક્લાસથી શરૂ થયેલી લવસ્ટોરીનો હતો ભયાનક The End, એકસાથે મળી હતી 3 લાશ

 • Man killed his wife father in law and daughter of his wife at Allahabad

  અલાહાબાદ: આ જ વર્ષે માર્ચમાં પ્રયાગનગરી સનસનાટીભર્યા ટ્રિપલ મર્ડરની સાક્ષી બની. પૈસા માટે થઇને એક પતિએ પહેલા પોતાની પત્નીને મારી, પછી સસરા અને પછી માસૂમ બાળકીને પણ મોતને ઘાટ ઉતારી દીધી. જાણો આ ભયાનક મર્ડર કેસ વિશે.

  કોચિંગમાં થયો હતો પ્રેમ

  - અલાહાબાદના પાનદરીબા નિવાસી સૌરભ ચૌરસિયાની 2004માં સલમા નામની છોકરી સાથે મુલાકાત થઇ હતી. બંને સાથે કોચિંગમાં જતા હતા. સલમા સૌરભથી 2 વર્ષ સિનિયર હતી.

  - ઉંમરનું અંતર હોવા છતાં સૌરભ પર સલમાનો જાદૂ ચાલ્યો અને બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લઇ લીધો. ધર્મ અલગ હોવાને કારણે બંનેના પરિવાર લગ્નની વિરુદ્ધ હતા.
  - સલમાના પિતા યુનુસે તેના લગ્ન ક્યાંક બીજે કરાવી દીધા હતા. બહુ જલ્દી તે બે બાળકોની મા પણ બની ગઇ, પરંતુ દિલમાં સૌરભ માટેનો પ્રેમ ક્યારેય ઓછો ન થયો.
  - કોઇક કારણસર સલમાને તેના શૌહર સાથે બન્યું નહીં અને બંને અલગ થઇ ગયા.

  એક શરત માનીને કર્યા લગ્ન

  - સલમાના તલાક પછી સૌરભનો રસ્તો સાફ થઇ ગયો. તેણે ફરી એકવાર લગ્નનો પ્રસ્તાવ રાખ્યો અને સલમાના પિતા માની ગયા. પરંતુ, તેમણે એક શરત રાખી કે સૌરભે તેની દુકાન પત્નીના નામે કરવી પડશે, જેનાથી તેના બંને બાળકોનું ભવિષ્ય સુરક્ષિત રહી શકે.

  - સૌરભ તરત માની ગયો. તેણો પોતાના પરિવાર સાથે સંબંધ તોડીને પહેલા ધર્મપરિવર્તન કર્યું અને મોહમ્મદ ઉસ્માન બની ગયો. પછી તેણે પોતાની દુકાન સલમાના નામ પર કરી દીધી.

  જમીનની લાલચે કરાવી ત્રણ હત્યાઓ

  - સૌરભે ઉસ્માન બનીને સલમા સાથે લગ્ન કરી તો લીધા, પરંતુ તે સાથ નિભાવી ન શક્યો. બંને વચ્ચે દર બીજા દિવસે રૂપિયા-પૈસાને લઇને ઝઘડા થવા લાગ્યા.

  - પોલીસને આપેલા કબૂલાતનામામાં સૌરભ ઉર્ફ ઉસ્માને જણાવ્યું, "કેટલાક દિવસોથી મારી દુકાનને વેચીને જમીન ખરીદવાની વાત ચાલી રહી હતી. તે વારંવાર કહી રહી હતી કે જમીન પણ તેના નામથી જ રજિસ્ટર થશે. હું આ વાત પર ખૂબ ગુસ્સામાં આવી ગયો."
  - સોમવારે 19 માર્ચ, 2018ના રોજ જમીનની રજિસ્ટ્રી થવાની હતી. ઉસ્માન રોજ સવારે 10 વાગે પોતાની દુકાને જતો હતો. તે દિવસે તે ગયો નહીં, પરંતુ ઘરે જ રોકાઇ ગયો.
  - જમીન ખરીદવાને લઇને એકવાર ફરી બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો અને વાત મારપીટ સુધી પહોંચી ગઇ. સલમાએ રૂમમાં રાખેલું ચપ્પુ ઉઠાવ્યું અને ઉસ્માન પર હુમલો કરી દીધો. ઉશ્કેરાયેલા ઉસ્માને બીજું ચપ્પુ ઉઠાવ્યું અને ત્યાં જ પત્નીનું ગળું કાપી નાખ્યું. પછી માથામાં પણ વાર કર્યા.
  - આ જ દરમિયાન રૂમમાં સસરા યુનુસ આવી દયા. ઉસ્માને તેમનું ગળું પણ કાપી નાખ્યું.
  - સતત આવી રહેલી ચીસો સાંભળીને સલમાની મોટી દીકરી આઇના નીચે આવી તો ઉસ્માને તેને પણ મારી નાખી.
  - હત્યાઓ કર્યા બાદ ઉસ્માને બાથરૂમમાં પહેલા ચપ્પુ પરથી લોહી સાફ કર્યું, પછી હાથ-મોઢું ધોઇને ત્યાંથી નીકળી ગયો.

  પછી ઘડી કાઢી લૂંટની વાર્તા

  - ટ્રિપલ મર્ડર પછી ઉસ્માન સલમાના ઘરેણા, રજિસ્ટ્રીના પેપર અને રોકડા રૂપિયા વગેરે લઇને ભાગી ગયો. જતા-જતા તિજોરી ખુલ્લી છોડી દીધી. જેથી પોલીસને લૂંટનો કેસ લાગે.

  - તેણે પોલીસને લૂંટની વાર્તા સંભળાવી, પરંતુ કોઇએ તેનો વિશ્વાસ ન કર્યો.
  - પોલીસે કૂતરાની મદદથી ઘરની છત પરથી ઉસ્માનના લોહીથી ખરડાયેલા કપડા મેળવ્યા, જેના આધારે તેની પૂછપરછ શરૂ થઇ અને તે પકડાઇ ગયો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ