ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Man kidnapped 4 years old in Panipat Haryana girl was saved due to mothers efforts

  ટોફી લેવા ગયેલી બાળકીને ઉઠાવી ગયો'તો યુવક, માતાએ હિંમતથી કલાકમાં જ શોધી

  divyabhaskar.com | Last Modified - May 08, 2018, 10:43 AM IST

  યુવકે ઇશારો કરીને બાળકીને પાસે બોલાવી અને સાથે લઇ ગયો
  • ફૂટેજમાં યુવકને જોયા પછી માએ શોધ શરૂ કરી ત્યારે આ વાતની ગંધ આવી જતા યુવક બાળકીને ગીતા કોલોનીમાં છોડી ગયો.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ફૂટેજમાં યુવકને જોયા પછી માએ શોધ શરૂ કરી ત્યારે આ વાતની ગંધ આવી જતા યુવક બાળકીને ગીતા કોલોનીમાં છોડી ગયો.

   પાનીપત: જાટલ રોડ પર શનિવારે સવારે 8.04 વાગે 12 લોકો વચ્ચેથી એક યુવક 4 વર્ષીય બાળકીનું અપહરણ કરીને લઇ ગયો. બાળકી ઘરેથી લગભગ 75 ફૂટ દૂર જાટલ રોડ પર ટોફી લેવા દુકાને આવી હતી. યુવકે ઇશારો કરીને બાળકીને પાસે બોલાવી અને સાથે લઇ ગયો. કરિયાણાની દુકાનની સામે સ્ટુડિયોમાં લાગેલા સીસીટીવી કેમેરામાં ઘટના કેદ થઇ તો પરિવારજનો અને પોલીસ સક્રિય થઇ ગઇ.

   બાળકીને અન્ય કોલોનીમાં છોડીને ભાગી ગયો

   - માએ આખા વિસ્તારમાં જાણકારો સાથે બાળકીની શોધ શરૂ કરી દીધી. આ દરમિયાન કદાચ આ વિશે બાળકીને ઉઠાવી લેનાર યુવકને તેની જાણ થઇ ગઇ અને એક કલાક પછી તે બાળકીને ગીતા કોલોનીમાં છોડીને ભાગી ગયો.

   - અહીંયા જૂના કપડા વેચનારી બે મહિલાઓએ બાળકીને રડતી જોઇને સિટી પોલીસ સ્ટેશન પહોંચાડી. બાળકીઓએ કહ્યું કે જે અંકલ તેને લઇ ગયા હતા, તે તેમને ઓળખે છે. જોકે, મોડી સાંજ સુધી આરોપીની ઓળખ થઇ શકી ન હતી.
   - આ મામલાની સમાનતા 2016માં 6 વર્ષીય બાળકીના અપહરણ તેમજ હત્યા સાથે મેળ ખાય છે. એક આરોપી પાણીપુરી ખવડાવવાના બહાને બાળકીને લઇ ગયો હતો. હત્યા કરીને શબને ઝાડીઓમાં ફેંકી દીધું હતું.

   માતાની જુબાની- 30 મિનિટ પછી પણ દિશા ન આવી તો લાગ્યું કે કંઇક ગડબડ છે

   હું જગજીવનરામ કોલોનીમાં રહું છું. સવારે 8 વાગે પતિ ઘનશ્યામ કામ પર ચાલ્યા ગયા હતા. 12 વર્ષીય દીકરો ભૂપેન્દ્ર, 8 વર્ષીય દીકરી ખુશી સ્કૂલે ચાલ્યા ગયા. 4 વર્ષીય દિશા ઉર્ફ દર્શનાને કોઇએ એક રૂપિયો આપ્યો. દિશા ટોફી લેવા ચાલી ગઇ. 30 મિનિટ પછી પણ તે પાછી ન આવી તો લાગ્યું કે કંઇક ગડબડ છે, તો હું દુકાન પર ગઇ. બાળકી ન મળી. સામે સ્ટુડિયોમાં સીસીટીવી કેમેરા હતા. ફૂટેજ તપાસી તો એક યુવક બાળકીનો હાથ પકડીને લઇ જતો દેખાયો. કોલોનીના 10-12 યુવકોએ બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેન્ડ તેમજ અન્ય સ્થળોએ શોધ કરી. પોલીસને સૂચના આપી. થોડીવાર પછી સૂચના મળી કે બાળકી ગીતા કોલોનીમાં મળી ગઇ છે.

   ઇશારો કરીને બોલાવ્યો અને હાથ પકડીને લઇ ગયો

   - સવારે 8:3:16 વાગ્યા આસપાસ લાલ રંગની ટી-શર્ટ પહેરેલો એક યુવક જાટલ રોડ ઓવરબ્રિજ તરફથી આવીને દુકાન પાસે ઊભો રહી ગયો. હાથથી ઇશારો કરીને બાળકીને બોલાવી.

   - બાળકી આવી તો તે ચાલવા લાગ્યો એટલે બાળકી અટકી ગઇ. આરોપીએ તેને ફરીથી બોલાવી. બાળકી તેની પાસે પહોંચી.
   - 8:4:1 વાગે બાળકીનો હાથ પકડીને આરોપી સંજયચોક તરફ લઇ ગયો. માત્ર 45 સેકંડમાં તેણે બાળકીનું અપહરણ કર્યું.

   ચા-બિસ્કિટ ખવડાવીને બાળકીને ચૂપ કરાવી, એક કલાક સુધી કોઇ ન આવ્યું તો પોલીસ-સ્ટેશન લાવ્યા

   - મહાવીર કોલોનીની આશા અને ઇદગાહ કોલોનીમાં રહેતી દેવલી ગીતા કોલોનીના વળાંક પાસે ફૂટપાથ પર કપડા વેચે છે.
   - સવારે 9 વાગે બાળકી મંદિર તરફથી રડતી રડતી આવી. તેને પાણી પીવડાવ્યું અને પૂછ્યું તો બાળકી બોલી કે મમ્મી પાસે જવું છે. પરંતુ, તે માતા-પિતાનું નામ ન જણાવી શકી.
   - તેને ચા-બિસ્કિટ ખવડાવીને ચૂપ કરી. એક કલાક સુધી રાહ જોતા રહ્યા કે કોઇ બાળકીને લેવા માટે આવશે. પરંતુ કોઇ ન આવ્યું તો બાળકીને સિટી પોલીસ-સ્ટેશનમાં લઇ ગયા.

   ખબર જ ન પડી કે અપહરણ થઇ રહ્યું છે

   - કરિયાણાની દુકાનના માલિક નરેન્દ્રએ જણાવ્યું કે સવારે ભીડ વધારે હતી, એટલે બાળકી દુકાન પર શું લેવા માટે આવી હતી, તે અમને ખબર નથી. એ પણ ખ્યાલ ન આવ્યો કે યુવક તેનું અપહરણ કરી રહ્યો છે.

  • સૌથી પહેલા આ લોકોએ બાળકીને જોઇ.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   સૌથી પહેલા આ લોકોએ બાળકીને જોઇ.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Man kidnapped 4 years old in Panipat Haryana girl was saved due to mothers efforts
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top