વડાપ્રધાન મોદી આજે 47મી વખત કરશે 'મનકી બાત'

છેલ્લી મનકી બાતમાં મોદીએ કચરો વીણનારાના દીકરાનો ઉલ્લેખ કર્યો હતો

divyabhaskar.com | Updated - Aug 26, 2018, 09:41 AM
મોદીએ કરી મનકી બાત
મોદીએ કરી મનકી બાત

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 47મી વખત મનકી બાત કરી. મોદીએ દેશવાસીઓને રક્ષાબંધન તેમજ જન્માષ્ટમીની શુભેચ્છાઓ પાઠવી. મોદીએ કહ્યું કે શ્રાવણી પૂનમે સંસ્કૃત દિવસ ઊજવાય છે. આ નિમિત્તે વડાપ્રધાને સંસ્કૃત ભાષાનું મહત્વ પણ સમજાવ્યું. મોદીએ કહ્યું સંસ્કૃત એક એવી ભાષા છે જેમાં અનંત શબ્દોની નિર્મિતી શક્ય છે.

સંસ્કૃત ભાષાના મહત્વ વિશે કરી વાત

- મોદીએ કહ્યું, "દરેક ભાષાનું પોતાનું આગવું મહત્વ હોય છે. ભારત એ વાતનો ગર્વ કરે છે કે તમિલ ભાષા વિશ્વની સૌથી જૂની ભાષા છે. વેદકાળથી વર્તમાનકાળ સુધી સંસ્કૃત ભાષાએ પણ દરેક વિષયને લોકો સુધી પહોંચાડવામાં બહુ મોટી ભૂમિકા ભજવી છે."

- "સંસ્કૃત એક એવી ભાષા છે જેમાં અનંત શબ્દોની નિર્મિતી શક્ય છે. એટલે સૂક્ષ્મથી સૂક્ષ્મ ભાવને આ ભાષામાં વર્ણવી શકાય છે."
- "કર્ણાટકનું મટ્ટુર ગામ સંસ્કૃત ભાષામાં વાતચીત કરે છે."
- "જે લોકો સંસ્કૃત સુભાષિતોથી પરિચિત છે એમને ખ્યાલ હશે કે આ સુભાષિતો બહુ થોડાં શબ્દોમાં બહુ મોટી વાત કરી દે છે."


'કેરળના પૂરપીડિતોની સાથે છે આખો દેશ'

- "દેશના દરેક શિક્ષકોને આવનારા શિક્ષક દિનની શુભેચ્છાઓ આપું છું. સાથે શિક્ષણ અને વિદ્યાર્થીઓ પ્રત્યે તમારા સમર્પણ માટે આભાર વ્યક્ત કરું છું."

- "આપણો આખા દેશની સંવેદના કેરળના પૂરપીડિતોની સાથે છે. હું તમામ પીડિતોને કહેવા માંગું છું કે સવા સો કરોડ ભારતીયો તમારી સાથે છે."

- "જીવનની જે ક્ષતિ થઇ છે, તેની ભરપાઈ તો ન થઇ શકે પરંતુ શોક-સંતપ્ત પરિવારોને વિશ્વાસ અપાવવા માંગું છું કે સવા સો કરોડ ભારતીયો દુઃખની આ ક્ષણોમાં તમારી સાથે ખભે ખભા મિલાવીને ઊભા છે."

- "આર્મી, નેવી, એરફોર્સ, NDRFની ટીમે કેરળમાં ખૂબ સારું કામ કર્યું છે."
- "NDRFની ટીમની ક્ષમતા, તેમના કમિટમેન્ટ અને ત્વરિત નિર્ણ કરીને પરિસ્થિતિને સંભાળવાના પ્રયાસની દરેક હિંદુસ્તાની સરાહના કરે છે. કેરળને મદદ કરવા માટે NDRFની ટીમને અભિનંદન આપું છું."

અટલજીને કર્યા યાદ

- "16 ઓગસ્ટે જ્યારે દેશ અને દુનિયાએ અટલજીના નિધનના સમાચાર સાંભળ્યા તો દરેક વ્યક્તિ શોકમાં ડૂબી ગઇ."

- "અટલજી માટે જે પ્રકારનો સ્નેહ, શ્રદ્ધા અને શોકની ભાવના આખા દેશમાં જોવા મળી તે તેમના વ્યક્તિત્વની વિશાળતાને દર્શાવે છે. સુશાસન એટલે કે ગુડ ગવર્નન્સને મુખ્ય ધારામાં લાવવા માટે આ દેશ સદાય અટલજીનો આભારી રહેશે."
- "હું જરૂર કહીશ કે સ્વસ્થ લોકતંત્ર માટે, ઉત્તમ લોકતંત્ર માટે સારી પરંપરાઓનો વિકાસ કરવો, લોકતંત્રને મજબૂત બનાવવા માટે સતત પ્રયત્નો કરવા, ચર્ચાઓને ખુલ્લા મનથી આગળ વધારવી તે જ અટલજીને એક ઉત્તમ શ્રદ્ધાંજલિ હશે. "

ચોમાસુ સત્રની સફળતા વિશે કરી વાત

- મોદીએ કહ્યું, "મારા પ્યારા દેશવાસીઓ! હમણા થોડા દિવસ પહેલા જ સંસદનું ચોમાસુ સત્ર પૂરું થયું. તમને એ જાણીને ખુશી થશે કે લોકસભાની કાર્યવાહી 118% અને રાજ્યસભાની કાર્યવાહી 74% રહી. લોકસભાએ 21 બિલો અને રાજ્યસભાએ 14 બિલો પસાર કર્યા."

- "આ દિવસોમાં કરોડો દેશવાસીઓનું ધ્યાન જકાર્તામાં થઇ રહલી એશિયન ગેમ્સમાં લાગેલું છે. દેશ માટે મેડલ જીતનારાઓમાં આપણી દીકરીઓ પણ સામેલ છે અને આ બહુ જ સકારાત્મક સંકેતો છે."

X
મોદીએ કરી મનકી બાતમોદીએ કરી મનકી બાત
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App