Divya Bhaskar

Home » National News » Desh » Man in Gurgaon committed suicide on FB Live streaming video 2000 people watched online

યુવકે FB લાઇવ થઇને કરી આત્મહત્યા, દોસ્તોને વારંવાર કહેતો રહ્યો- આ વીડિયો વધુમાં વધુ શેર કરો, 2 હજાર લોકોએ જોયું લાઇવ સુસાઇડ

Divyabhaskar.com | Updated - Aug 01, 2018, 01:58 PM

પરિવારજનોએ કોઇપણ ફરિયાદ નોંધાવ્યા વગર મંગળવારે ચૂપચાપ યુવકના અંતિમસંસ્કાર કરી નાખ્યા

  • Man in Gurgaon committed suicide on FB Live streaming video 2000 people watched online
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    મૃતક અમિત ચૌહાણ

    ગુડગાંવ: પટૌદીમાં એક યુવકે ફેસબુક પર લાઇવ થઇને આત્મહત્યા કરી લીધી. આ દરમિયાન તે બે વાર લાઇવ થયો હતો. પહેલા વીડિયોમાં તે ચાદરથી ફાંસીનો ગાળિયો બનાવીને ઊભો છે. તેને જોઇને તેના ફેસબુક ફ્રેન્ડ્સને લાગ્યું કે તે મજાક કરી રહ્યો છે. પરંતુ થોડીક ક્ષણો બાદ તે યુવક ફરીથી લાઇવ થયો. આ વખતે તેણે તે ફાંસીનો ગાળિયો ગળામાં નાખીને પોતાનો જીવ આપી દીધો. આત્મહત્યાનું કારણ જાણી શકાયું નથી. પરિવારજનોએ કોઇપણ ફરિયાદ નોંધાવ્યા વગર મંગળવારે ચૂપચાપ યુવકના અંતિમસંસ્કાર કરી નાખ્યા.

    શું છે મામલો

    - મળતી માહિતી પ્રમાણે, પટૌદીમાં રહેતો 28 વર્ષીય અમિત ચૌહાણ સોમવારની સાંજે ફેસબુક પર લાઇવ થાય છે. વીડિયો 2 મિનિટ 55 સેકન્ડ્સનો છે. તેમાં તે ચાદરને પંખા સાથે બાંધીને ફાંસીનો ગાળિયો ગળામાં ફિટ કરવાની કોશિશ કરી રહ્યો છે. આ દરમિયાન અમિત દોસ્તોનો આ વીડિયો વધુમાં વધુ શેક કરવા જણાવી રહ્યો છે.

    - કેટલાક ફેસબુક ફ્રેન્ડ્સને આ મજાક લાગી અને તેઓ તેને ફની ઇમોજી મોકલવા લાગ્યા. પરંતુ, છોડીક ક્ષણો પછી અમિત ફરીથી લાઇવ થયો. તેમાં તે ગળામાં ફાંસીનો ગાળિયો નાખીને આત્મહત્યા કરી લે છે. બીજો વીડિયો 1 કલાક 6 મિનિટનો છે. ફેસબુક પર આ લાઇવ સુસાઇડને બે હજારથી વધુ લોકોએ જોયું. જ્યારે 22થી વધુ યુઝર્સે તેને શેર કર્યું છે.

    આ પણ વાંચો: હોટલના રૂમમાં વેપારીએ કરી આત્મહત્યા, છેલ્લી ઘડીએ પત્નીને ફોન કરીને કહ્યું- પાર્ટનરની દગાખોરી સહન ન થઈ

    ઘરમાં એકલો હતો અમિત

    - સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે, અમિતને દારૂની લત હતી અને તે ઘણીવાર પત્ની સાથે ઝઘડતો રહેતો હતો. આ કારણે તેના સાસરીવાળા દીકરીને પોતાની સાથે પિયલ લઇને ગયા હતા. અમિત ત્યારે ઘરે એકલો હતો.

    - પોલીસનું કહેવું હતું કે અમિતના પરિવારજનોએ નિવેદન આપ્યું છે કે તે માનસિક બીમાર હતો અને રોહતક પીજીઆઇમાં તેનો ઇલાજ ચાલી રહ્યો હતો.

  • Man in Gurgaon committed suicide on FB Live streaming video 2000 people watched online
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    અમિત મરતા પહેલા 2 વખત ફેસબુક લાઇવ થયો.
  • Man in Gurgaon committed suicide on FB Live streaming video 2000 people watched online
    ફેસબુક પર આ લાઇવ સુસાઇડને બે હજારથી વધુ લોકોએ જોયું.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending