ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Man from Jaipur bought 15 lakhs worth VIP Car number for his Jaguar

  પંચરની દુકાને કામ કરતો હતો યુવક, હવે પોતાની જગુઆર માટે ખરીદ્યો 15 લાખનો VIP નંબર

  divyabhaskar.com | Last Modified - May 17, 2018, 08:00 AM IST

  આ નંબર માટે 1,01,000 રૂપિયની ફી પણ અલગથી જમા કરાવી
  • 15 લાખનો વીઆઇપી નંબર- RJ 45 CG 0001
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   15 લાખનો વીઆઇપી નંબર- RJ 45 CG 0001

   જયપુર: જે વ્યક્તિએ 16 વર્ષ પહેલા એક નાનકડા ઢાબા પર 150 રૂપિયા મહિના અને ત્યારબાદ પંચરની દુકાન પર કામ કર્યું, તેણે મંગળવારે 1.5 કરોડની જગુઆર કાર પર આરટીઓમાં બોલી કરીને 15 લાખ રૂપિયામાં વીઆઇપી નંબર ખરીદ્યો. તેણે આ બોલી આરજે 45 સીજી 0001 નંબર માટે લગાવી. એટલું જ નહીં, આ નંબર માટે 1,01,000 રૂપિયની ફી પણ અલગથી જમા કરાવી.

   બોલીમાં 3 કંપનીઓએ લીધો હતો ભાગ

   - આ બોલીમાં ત્રણ કંપનીઓએ ભાગ લીધો. આખરે જયપુર નિવાસી રાહુલ તનેજાએ સૌથી મોંઘી બોલી લગાવીને નંબર પોતાને નામે કરી લીધો. તનેજા ઇવેન્ટ તેમજ વેડિંગ મેનેજમેન્ટ કંપની લાઇવ ક્રિએશન્સના ફાઉન્ડર છે. ડીટીઓ (ડિસ્ટ્રિક્ટ ટ્રાન્સપોર્ટ ઓફિસર) અનિલ સોનીએ જણાવ્યું કે આ અત્યાર સુધીનો રાજ્યનો સૌથી મોંઘો નંબર છે.

   રંગો વેચીને રંગી જિંદગી

   - તનેજા એમપીની મંડલા તહેસીલના એક નાનકડા ગામમાં અતિશય ગરીબ પરિવારમાં જનમ્યો હતો. પાંચ બહેન-ભાઈઓમાં તે સૌથી નાનો છે. શરૂઆતમાં પિતાની સાથે પંચરનું કામકાજ કર્યું.

   - કંઇક મોટું કરવાની ચાહત હતી, તે માટે થઇને રાહુલે પોતાનું ઘર છોડી દીધું. બે વર્ષ સુધી જયપુરમાં ઢાબા પર કામ કર્યું. દિવાળી સમયે ફૂટપાથ પર ફટાકડા, હોળીમાં રંગો અને મકરસંક્રાંતિ પર પતંગો વેચી. ઘરે-ઘરે જઇને છાપાં નાખ્યાં. દિવસમાં ઢાબા પર નોકરી કરી અને રાતે રિક્ષા પણ ચલાવી.

   આ રીતે બદલાયું નસીબ

   - રાહુલે જણાવ્યું કે એક દિવસ તેમની પર્સનાલિટીને જોઇને મોહલ્લાના કેટલાક છોકરાંઓએ મોડેલિંગની સલાહ આપી. મોડેલિંગમાં મિસ્ટર જયપુર, મિસ્ટર રાજસ્થાન અને મેલ ઑફ ધ યરના ટાઇટલ જીત્યા.

   - ત્યારબાદ તેને સતત શૉ મળતા જ રહ્યા. ત્યારબાદ ઘણી ઇવેન્ટ્સ કરી. હવે તેઓ વેડિંગ્સના ઇવેન્ટ્સ કરી રહ્યા છે. રાહુલનો શરૂઆતથી જ એક નંબર સાથે ખાસ સંબંધ છે. તેમના મોબાઇલ અને લેન્ડલાઇનના છેલ્લા સાત નંબર અને કારના નંબર પણ એક જ છે.

  • જયપુર નિવાસી રાહુલ તનેજા.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   જયપુર નિવાસી રાહુલ તનેજા.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Man from Jaipur bought 15 lakhs worth VIP Car number for his Jaguar
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top