દુષ્કર્મ કરવામાં નિષ્ફળ નીવડ્યો તો દબાવી દીધું માસૂમનું ગળું, પોલીસે કર્યો ઘટસ્ફોટ

આરોપીએ જણાવ્યું કે શહરીન સાથે છેડતી અને દુષ્કર્મ કરવામાં નિષ્ફળ જવાથી તેણે ગળું દબાવીને તેની હત્યા કરી દીધી હતી

divyabhaskar.com | Updated - Apr 01, 2018, 08:00 AM
બાળકીને સૂમસામ જગ્યાએ લઇ જઇને તેની સાથે દુષ્કર્મ કરવાની કોશિશ કરી. (પ્રતીકાત્મક તસવીર)
બાળકીને સૂમસામ જગ્યાએ લઇ જઇને તેની સાથે દુષ્કર્મ કરવાની કોશિશ કરી. (પ્રતીકાત્મક તસવીર)

જનપદ અમરોહાના સૈદનગણી પોલીસ સ્ટેશન વિસ્તારના ઉઝરી કસ્બામાં મહોલ્લા શાહી ચોકમાં છ વર્ષની માસૂમ બાળકી શહરીનની હત્યા થઇ ગઇ હતી. આ મામલે પોલીસે શનિવારે પર્દાફાશ કર્યો. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. આરોપીએ જણાવ્યું કે શહરીન સાથે છેડતી અને દુષ્કર્મ કરવામાં નિષ્ફળ જવાથી તેણે ગળું દબાવીને તેની હત્યા કરી દીધી હતી. તેને ડર હતો કે બાળકી ઘરમાં કોઇને તેની ફરિયાદ કરી દેશે.

મુરાદાબાદ (યુપી): જનપદ અમરોહાના સૈદનગણી પોલીસ સ્ટેશન વિસ્તારના ઉઝરી કસ્બામાં મહોલ્લા શાહી ચોકમાં છ વર્ષની માસૂમ બાળકી શહરીનની હત્યા થઇ ગઇ હતી. આ મામલે પોલીસે શનિવારે પર્દાફાશ કર્યો. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. આરોપીએ જણાવ્યું કે શહરીન સાથે છેડતી અને દુષ્કર્મ કરવામાં નિષ્ફળ જવાથી તેણે ગળું દબાવીને તેની હત્યા કરી દીધી હતી. તેને ડર હતો કે બાળકી ઘરમાં કોઇને તેની ફરિયાદ કરી દેશે.

ઝૂલો ઝૂલાવવાના બહાને લઇ ગયો હતો સાથે

- આરોપી ઇકરામ અમરોહા સૈદનગલી પોલીસ સ્ટેશન વિસ્તારના મહોલ્લા કુરૈશિયાનમાં રહે છે. 18 ફેબ્રુઆરીના રોજ પાડોશમાં ઘરની બહાર રમી રહેલી શહરીનને તે ઝૂલો ઝૂલાવવાને બહાને પોતાની સાથે લઇ ગયો.

- શહરીનને તે એક સૂમસામ જગ્યાએ લઇ ગયો અને ત્યાં તેણે તેની સાથે છેડતી અને દુષ્કર્મ કરવાની કોશિશ કરી. બાળકી આ માટે રાજી થઇ નહીં અને તેણે ઘરે જઇને તેના વિરુદ્ધ ફરિયાદ કરવાની વાત કરી.
- છેડતી અને દુષ્કર્મ કરવામાં નિષ્ફળ જવાથી ગુસ્સે થયેલા ઇકરામે બાળકીનું ગળું દબાવીને તેની હત્યા કરી નાખી. ત્યારબાદ તેના શબને પોતાના કાકાના દીકરા ભાઈ ઝાહિદના ઘરના બાથરૂમમાં રાખી દીધું.

લોકોને સચ્ચાઇ ન ખબર પડે એ માટે શબ પર મૂક્યો લવ લેટર

- લોકોને સત્ય ખબર ન પડે એટલે શબની ઉપર લવ લેટર લખીને રાખી દીધો.

- ઘરના બાથરૂમમાં માસૂમ શહરીનનું શબ જોઇને ઝાહિદના હોશ ઉડી ગયા. ઝાહિદને જ્યારે ખબર પડી કે આ આખી ઘટનામાં તેના ભાઈ ઇકરામનો હાથ છે તો બંનેએ મામલાને દબાવી દેવા માટે શહરીનના શબને ઉઠાવીને 19 ફેબ્રુઆરીના રોજ ઇમામવાડામાં નાખી દીધું.
- પરિવારજનો અને અન્ય લોકોને સચ્ચાઇ ન ખબર પડે એ માટે તેના શબ ઉપર ફરી પેલો લવ લેટર મૂકી દીધો. આ તમામ વાતો ધરપકડ પછી ઇકરામે પોલીસને જણાવી.
- પોલીસ હવે ઇકરામના ભાઈની શોધ કરી રહી છે.

બાળકી આ માટે રાજી થઇ નહીં અને તેણે ઘરે જઇને તેના વિરુદ્ધ ફરિયાદ કરવાની વાત કરી. (પ્રતીકાત્મક તસવીર)
બાળકી આ માટે રાજી થઇ નહીં અને તેણે ઘરે જઇને તેના વિરુદ્ધ ફરિયાદ કરવાની વાત કરી. (પ્રતીકાત્મક તસવીર)
X
બાળકીને સૂમસામ જગ્યાએ લઇ જઇને તેની સાથે દુષ્કર્મ કરવાની કોશિશ કરી. (પ્રતીકાત્મક તસવીર)બાળકીને સૂમસામ જગ્યાએ લઇ જઇને તેની સાથે દુષ્કર્મ કરવાની કોશિશ કરી. (પ્રતીકાત્મક તસવીર)
બાળકી આ માટે રાજી થઇ નહીં અને તેણે ઘરે જઇને તેના વિરુદ્ધ ફરિયાદ કરવાની વાત કરી. (પ્રતીકાત્મક તસવીર)બાળકી આ માટે રાજી થઇ નહીં અને તેણે ઘરે જઇને તેના વિરુદ્ધ ફરિયાદ કરવાની વાત કરી. (પ્રતીકાત્મક તસવીર)
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App