Divya Bhaskar

Home » National News » Desh » Man dead in a road accident was going to be father after 27 years of marriage at Gwalior

લગ્નના 27 વર્ષે બનવાનો હતો પિતા, બાળકનું મોઢું જોવે તે પહેલા દુનિયાને અલવિદા

Divyabhaskar.com | Updated - Jun 05, 2018, 11:41 AM

શ્યામને લગ્નના 27 વર્ષ પછી પિતા બનવાની ખુશી મળવાની હતી, તે અને તેમની પત્ની બહુ ખુશ હતા

  • Man dead in a road accident was going to be father after 27 years of marriage at Gwalior
    મૃતક શ્યામસુંદર ગૌડ

    ગ્વાલિયર: શહેરમાં સ્પીડમાં વાહનો ચલાવવાને કારણે દર બીજા દિવસે અકસ્માતનો કિસ્સો બને છે. ફક્ત મે મહિનામાં જ સ્પીડના કારણે 11 લોકોનાં મોત થયાં છે અને 39 લોકો ઘાયલ થયા છે. તે પછી પણ આવા વાહનો પર લગામ કસવા ટ્રાફિક પોલીસ કોઇ પ્રયાસ નથી કરતી. 25મેના રોજ પિંટો પાર્ક વિસ્તારમાં સ્પીડમાં આવી રહેલી કારની ટક્કર વાગવાથી ઘાયલ શ્યામ સુંદર ગૌડે શુક્રવારે રાતે દમ તોડી નાખ્યો. તેમના મોતથી આખા પરિવારની ખુશીઓ વેરવિખેર થઇ ગઇ.

    27 વર્ષે મળી હતી પિતા બનવાની ખુશી

    - શ્યામને લગ્નના 27 વર્ષ પછી પિતા બનવાની ખુશી મળવાની હતી. તે અને તેમની પત્ની બહુ ખુશ હતા.

    - પરંતુ જીવનની આ અણમોલ ખુશીને પામી શકે તે પહેલાં જ શ્યામનો જીવ એક સ્પીડી કારે લઇ લીધો. એક પરિવારની ખુશીઓ છીનવાઇ ગઇ પરંતુ પોલીસની ઉદાનસીનતા એ હદની છે કે હજુ સુધી કાર ડ્રાઇવરનો પત્તો મેળવી શક્યા નથી.
    - ગોલાકા મંદિર પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધવામાં આવી છે, પરંતુ પોલીસ સ્ટેશન અધિકારીનું કહેવું છે કે આ મામલાની કોઇ જાણકારી નથી.

    શું હતો મામલો

    - શ્યામ સુંદર ગૌડ ગોલાકા મંદિર સ્થિત એક ફેક્ટરીમાં સુપરવાઇઝર હતો. 25મેના રોજ રાતે લગભગ 9.30 વાગે ડ્યૂટી પરથી પાછા ફરી રહ્યા હતા. પિંટો પાર્ક સ્થિત બૂસ્ટર પંપની પાસેથી પસાર થઇ રહ્યા હતા કે અચાનક સામેથી સ્પીડમાં આવી રહેલી કારે તેમને ટક્કર મારી દીધી.

    - તેના કારણે તેઓ ગંભીર રીતે ઘાયલ થઇ ગયા હતા. તેમને હોસ્પિટલમાં દાખળ કરવામાં આવ્યા. તેમના માથામાં ગંભીર ઇજા થઇ હતી, તેના કારણે શુક્રવારે રાતે તેમણે દમ તોડી નાખ્યો.
    - કાર શશાંક અગ્રવાલના નામ પર રજિસ્ટર્ડ છે.

    લગ્નના 27 વર્ષ પછી પત્ની થઇ હતી ગર્ભવતી

    - શ્યામના લગ્ન 5 મે, 1992ના રોજ થયા હતા. લગ્ન પછી તેમની પત્નીને સંતાન નહોતું થઇ રહ્યું. ઘણી જગ્યાઓએ ઇલાજ કરાવ્યો. આ વર્ષે તેની પત્ની ગર્ભવતી થઇ તો તેની ખુશીઓનો પાર ન રહ્યો. તે રાત-દિવસ પત્નીનો ખ્યાલ રાખતો હતો.

    - પત્ની સુનીતાને 6 મહિનાનો ગર્ભ છે. બાળકના આગમનને લઇને ખૂબ ખુશ હતા પરંતુ તે દિવસ જોઇ શકે તે પહેલાં જ દુનિયામાંથી ચાલ્યા ગયા. હજુ ગયા મહિને જ તેમણે લગ્નની 27મી એનિવર્સરી ઊજવી હતી. આ વર્ષે તેમના ઘરે બાળક આવવાનું હતું એટલે જ એનિવર્સરી ઊજવી હતી.
    - તેમના પરિવારજનોએ જણાવ્યું કે લગ્ન પછી સંતાન ન હોવાને કારણે નિરાશ રહેતા હતા એટલે ન તો પોતાનો બર્થડે ઊજવતા હતા અને ન તો વેડિંગ એનિવર્સરી.

    જાણ થતાં જ થઇ બેભાન

    - શ્યામસુંદરની પત્ની સુનીતાને સવાર સુધી જણાવવામાં નહોતું આવ્યું કે હવે તેમના પતિ ક્યારેય પાછા નહીં આવે. તેમને એમ જ જણાવવામાં આવ્યું હતું કે એક્સિડેન્ટના કારણે તેઓ હોસ્પિટલમાં દાખલ છે. સાંજે જ્યારે તેને જાણ થઇ તો તે બેભાન થઇ ગઇ.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending