સાસુએ જમાઈને કહ્યું- તું મરી જ જા, આ વાતે એટલું દર્દ આપ્યું કે લગ્નના 2 જ મહિના પછી યુવક કૂદી ગયો ટ્રેનની સામે

યુવકની માતાએ કહ્યું, 'પોતાની માના કહેવા પર વહુ મારા દીકરાને કરતી હતી ટોર્ચર'

divyabhaskar.com | Updated - Sep 11, 2018, 12:14 PM
તરનતારનથી લુધિયાણા જઇ રહેલી માલગાડીની નીચે યુવકે મૂક્યું પડતું.
તરનતારનથી લુધિયાણા જઇ રહેલી માલગાડીની નીચે યુવકે મૂક્યું પડતું.

જલંધર: પત્ની અને સાસરીપક્ષથી પરેશાન 31 વર્ષના રોહિત સાહનીએ રવિવારે સવારે 8 વાગે ટ્રેનની નીચે કૂદીને સુસાઈડ કરી લીધું. જીઆરપીએ રોહિતની માતા પ્રભા સાહનીના નિવેદન પર વહુ ચાંદની, તેની માતા લાડી ઢલ્લા, પિતા ગુરમીત સિંહ અને ભાઈ રાહુલ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. તરનતારનથી લુધિયાણા જઇ રહેલી માલગાડીની નીચે યુવકના કપાઈ જવાની સૂચના મળતાં જ જીઆરપીએ શબને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી દીધું. ત્યાં એકમાત્ર દીકરાના સુસાઇડના સમાચાર સાંભળતાં જ પ્રભા સાહની દીકરી સાથે જીઆરપી પોલીસ સ્ટેશન પહોંચી ગઈ.

થોડા દિવસ પહેલા જ સાસુએ કર્યો હતો હોબાળો

મૃતકની માતા પ્રભા સાહનીએ જણાવ્યું કે, બે મહિના પહેલા જ ચાંદની સાથે તેમના દીકરાના લગ્ન થયા હતા. ચાંદનીના આ બીજા લગ્ન હતા. પહેલાના સાસરીપક્ષ સાથે પણ તેને ઝઘડો થયો હતો. હવે રોહિત સાથે લગ્ન પછી ચાંદની પોતાની માના કહેવા પર રોહિતને પરેશાન કરતી હતી. થોડાક દિવસ પહેલા જ ચાંદની ઝઘડીને પિયર ચાલી ગઈ હતી. તે પછી તેની માતા લાડી ડઝન લોકો સાથે તેમના ઘરે આવી અને ખૂબ હોબાળો કર્યો. ત્યારે લાડીએ રોહિતને કહ્યું હતું- તું મરી જ જા. તે પછી રોહિત ઘણો પરેશાન રહેવા લાગ્યો હતો અને રવિવારે તેણે આટલું મોટું પગલું ભરી લીધું. તેમણે જણાવ્યું કે 18 વર્ષ પહેલા તેમના પતિ ઇરવાન સાહનીનું મોત થઈ ગયું હતું અને હવે દીકરો પણ ચાલી ગયો.

આ પણ વાંચો: યુવકે FB લાઇવ થઇને કરી આત્મહત્યા, દોસ્તોને વારંવાર કહેતો રહ્યો- આ વીડિયો વધુમાં વધુ શેર કરો, 2 હજાર લોકોએ જોયું લાઇવ સુસાઇડ

X
તરનતારનથી લુધિયાણા જઇ રહેલી માલગાડીની નીચે યુવકે મૂક્યું પડતું.તરનતારનથી લુધિયાણા જઇ રહેલી માલગાડીની નીચે યુવકે મૂક્યું પડતું.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App