Home » National News » Desh » કચરો વીણવાવાળાને મારી મારીને લૂંટ્યાં 3 લાખ| Man Collected 3 Lakh From Junk In 25 Years

ભંગારવાળા પાસે હતા સવા 3 લાખ રૂપિયા, આ કારણથી દિવસ-રાત રાખતો હતો ખિસ્સામાં

Divyabhaskar.com | Updated - Jun 08, 2018, 03:09 PM

કચરો વીણીને 25 વર્ષમાં ભેગા કર્યા હતા સવા 3 લાખ રૂપિયા, બદમાશોએ મારી-મારીને લૂંટી લીધા

 • કચરો વીણવાવાળાને મારી મારીને લૂંટ્યાં 3 લાખ| Man Collected 3 Lakh From Junk In 25 Years
  આ કચરો વીણનારના ખીસ્સામાં હતા સવા ત્રણ લાખ

  ધનબાદ (બિહાર). ફાટેલા જૂના કપડા, ગળામાં મેલો ગમછો અને પીઠ પર બોરી... શહેરમાં જ્યાં-ત્યાં કચરો વીણનારા આ શખ્સને જોઈને માનવું મુશ્કેલ હતું કે તે દરેક સમયે પોતાના ખીસ્સામાં સવા ત્રણ લાખ રૂપિયા લઈને ફરતો હતો. સૂતા-જાગતા પણ રૂપિયા ખીસ્સામાં જ રાખતો હતો, ડર હતો કે કોઈ ચોરી ન કરી લે. પરંતુ, રંજન સાહા નામના આ શખ્સનો ડર 4 જૂને સાચો સાબિત થયો. 6 બદમાશોએ તેને ખરાબ રીતે મારીને રૂપિયા છીનવી લીધા. રંજન દોડીને ધનબાદ પોલીસ સ્ટેશન પહોંચ્યો પરંતુ ત્યાં અધિકારીઓએ એકવાર પણ તેની વાત પર વિશ્વાસ ન મૂક્યો. જોકે, બાદમાં પોલીસે બદમાશોને શોધવામાં લાગી ગઈ.

  આ પણ વાંચો: આ સીધા સાદા દેખાતા યુવકે કરી 27 કિલો સોનાની લૂંટ, બીજેપી નેતાઓ સાથે હતા સંબંધ

  ખર્ચ નહોતો કરતો એક પણ રૂપિયો, પત્ની-બાળકો માટે પણ નહીં


  45 વર્ષીય રંજન મૂળે બિહારના આરા જિલ્લાનો છે પરંતુ તે ધનબાદમાં એક ઓફિસની પાસે ઝૂંપડી બનાવીને રહે છે. છેલ્લા 25 વર્ષથી તે કચરાના ઢગલામાંથી લોખંડ, લાકડું, પ્લાસ્ટિક એકત્ર કરે છે અને તેને વેચે છે. આ દરમિયાન તેણે 3.25 લાખ રૂપિયા જમા કરી લીધા હતા. આ રૂપિયા તે કોઈની પર ખર્ચ નહોતો કરતો, પત્ની એન બાળકો ઉપર પણ નહીં. તેને રૂપિયા એકત્ર કરવાનો જાણે કે નશો થઈ ગયો હતો. કદાચ આ કારણથી જ પત્ની અને બાળકો તેને છોડીને ચાલ્યા ગયા. રૂપિયા ચોરાઈ ન જાય એ ડરથી રંજન તેને હંમેશા પોતાની સાથે રાખતો હતો.

  પહેલા માર્યો, પછી ચહેરા પર મરચું પાવડર લગાવી લૂંટી લીધા રૂપિયા


  - રંજને પોલીસને જણાવ્યું કે, 4 જૂનની સવારે 6 છોકરા તેની ઝૂંપડીમાં આવ્યા. ઝાડી કાપવાના નામે તેને માડા કોલોની લઈ ગયા. તે સમયે પણ રૂપિયા તેના ખીસ્સામાં જ હતા. તે છોકરાઓએ નિર્જન સ્થળે લઈ જઈને તેને ખરાબ રીતે માર્યો અને ચહેરા પર મરચું પાવડર લગાવી દીધો. પછી ખીસ્સામાંથી રૂપિયા કાઢી ભાગી ગયા.
  - રંજન મોડી સાંજ સુધી પોલીસ સ્ટેશનમાં ગૂપચૂપ પડ્યો રહ્યો. પૂછતાં જણાવ્યું કે બદમાશોથી કોઈક રીતે 25 હજાર બચાવી લીધા. તે આ રૂપિયાને પણ પોલીસથી છૂપાવવાનો પ્રયાસ કરતો રહ્યો. અંધારું થઈ જતા ઉદાસ થઈને પોતાની ઝૂંપડી તરફ જતો રહ્યો.


  બીજાને ખબર ન પડી જાય એટલે બેંકમાં ન રાખ્યા રૂપિયા


  રંજન આ રૂપિયા બેંકમાં પણ રાખી શકતો હતો, પરંતુ તેણે એવું ન કર્યું. તેણે બેંકમાં ખાતું પણ ખોલાવ્યું હતું. મૂળે, તે નહોતો ઈચ્છતો કે તેના પાસે વધુ રૂપિયા છે તેની જાણ કોઈને થાય.

  પેંટ કાઢીને ક્યાંક મૂકવું પડશે, એવું વિચારી સ્નાન પણ નહોતો કરતો


  તે અનેક દિવસો સુધી સ્નાન નહોતો કરતો. તેને લાગતું હતું કે સ્નાન કરવા માટે પેંટ ઉતારવું પડશે. એવામાં રૂપિયા ખોવાઈ શકે છે કે ચોરી થઈ શકે છે. અનેક દિવસોના બાદ તે નિર્જન સ્થળે જઈને સ્નાન કરતો હતો.

  દોઢ લાખ રૂપિયા સાથે પકડાયો હતો


  બે-ત્રણ મહિના પહેલા ધનબાદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન રંજનને સંદિગ્ધ સ્થિતિમાં જોઈ અટકાયત કરી હતી. તલાશીમાં તેની પાસેથી 1.5 લાખ રૂપિયા મળ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું કે આસનસોલના કોઈ ભંગાર લેનારે તેને આ રૂપિયા આપ્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ