ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Man became saint reached his home after 40 years for begging from family in Rajasthan

  40 વર્ષ પહેલા સાધુ બન્યા હતા, પરંપરા નિભાવવા માટે ઘરે પહોંચ્યા ભિક્ષા માંગવા

  divyabhaskar.com | Last Modified - May 11, 2018, 08:00 AM IST

  સાધુ બન્યાના 40 વર્ષ પછી મોહન ભારતી સાધુ સંતોની ટોળીની સાથે પોતાના ઘરે પહોંચેલા અને પરિવારજનો પાસેથી ભિક્ષા માંગી
  • વર્ષો પછી મોહનને ઘરમાં જોઇને પરિવારજનોની આંખો ખુશીથી છલકાઇ ઉઠી.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   વર્ષો પછી મોહનને ઘરમાં જોઇને પરિવારજનોની આંખો ખુશીથી છલકાઇ ઉઠી.

   પાલી (રાજસ્થાન): સાધુ બન્યાના 40 વર્ષ પછી મોહન ભારતી સાધુ સંતોની ટોળીની સાથે પોતાના ઘરે પહોંચેલા અને પરિવારજનો પાસેથી ભિક્ષા માંગી. સાધુ પરંપરા પ્રમાણે કહેવામાં આવે છે કે જ્યાં સુધી સાધુને તેના પોતાના પરિવારવાળાઓ ભિક્ષા ન આપે ત્યાં સુધી સાધુની દીક્ષા અધૂરી રહે છે. આ જ પરંપરાને નિભાવવા માટે મોહન પોતાના ઘરે પહોંચ્યો અને ભિક્ષામ દેહી-ભિક્ષામ દેહી કરીને ભિક્ષા માંગી. વર્ષો પછી મોહનને ઘરમાં જોઇને પરિવારજનોની આંખો ખુશીથી છલકાઇ ઉઠી.

   પરિવાર દ્વારા આપવામાં આવી ભિક્ષા

   મોહન ભારતીને જોઇને ઉલવા પરિવારની સાથે દેવાસી સમાજના લોકો પણ ઉત્સાહિત હતા. સાધુ સંતોની ટોળીનું ઢોલ નગારાથી સ્વાગત કરવામાં આવ્યું. ભિક્ષા કાર્યક્રમના એક દિવસ પહેલા ભજન સંધ્યા પણ થઇ. હનુમાનજી મંદિરથી પોતાના પૈતૃક મકાન સુધી મોહન ભારતીને નાચતા-ગાતા લાવવામાં આવ્યા. પરિવારજનો દ્વારા તેમને ભિક્ષા આપવામાં આવી.

   40 વર્ષ પછી હવે સાચો સાધુ બન્યો

   કાર્યક્રમ દરમિયાન પ્રવચન આપતા મોહન ભારતી બોલ્યા, 40 વર્ષ બાદ હવે પરિવારજનો પાસેથી ભિક્ષા લીધા પછી સાચો સાધુ બન્યો છું. સતયુગમાં રાજા ભરથરીને પણ પત્નીએ ભિક્ષા આપીને સાધુ બનાવ્યા હતા. તેમણે માતા-પિતાની સેવા કરવાની શીખ આપવાની સાથે પોતાની કમાણીનો એક હિસ્સો સત્કાર્યમાં ખર્ચ કરવા માટે કહ્યું.

  • પ્રતીકાત્મક તસવીર
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   પ્રતીકાત્મક તસવીર

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Man became saint reached his home after 40 years for begging from family in Rajasthan
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top