NRC પર મમતા Vs બીજેપી, આસામ એરપોર્ટ પર TMC સાંસદોના ધરણા ચાલુ

તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સુખેંદુ શેખર રોય
તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સુખેંદુ શેખર રોય
ટીએમસીના સાંસદોએ આખી રાત સિલચર એરપોર્ટ પર વીતાવી.
ટીએમસીના સાંસદોએ આખી રાત સિલચર એરપોર્ટ પર વીતાવી.
ટીએમસી સાંસદ એસએસ રોયે આસામના DG સાથે દલીલ કરી.
ટીએમસી સાંસદ એસએસ રોયે આસામના DG સાથે દલીલ કરી.
TMCના ઘણા સાંસદો અત્યારે આસામના સિલચર એરપોર્ટ પર ધરણા કરી રહ્યા છે.
TMCના ઘણા સાંસદો અત્યારે આસામના સિલચર એરપોર્ટ પર ધરણા કરી રહ્યા છે.

નવી દિલ્હી/કોલકાતા: આસામમાં નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન (NRC)નો આંકડો જાહેર થયા પછી દેશનું રાજકારણ ગરમાયું છે. સડકથી લઇને સંસદ સુધી આ મુદ્દો ઉગ્ર ચર્ચાઓ થઇ રહી છે. ગુરૂવારે તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના પ્રતિનિધિમંડળની આસામ એરપોર્ટ પરથી જ અટકાયત કરવામાં આવી, જે પછીથી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના નિશાના પર મોદી સરકાર છે. TMCના ઘણા સાંસદો અત્યારે આસામના સિલચર એરપોર્ટ પર ધરણા કરી રહ્યા છે. ટીએમસી સાંસદ એસ.એસ. રોયે જણાવ્યું કે 'એ જ વિમાનના 77 પેસેન્જર્સને બહાર જવા દેવામાં આવ્યા, ફક્ત અમને 6 જણને જ જવા દેવામાં ન આવ્યા. અમારે અમારી પબ્લિક મીટિંગ રદ કરવી પડી. અમારે ફક્ત સ્થળ પર જઇને પરિસ્થિતિનો અભ્યાસ જ કરવો હતો.'

divyabhaskar.com

Aug 03, 2018, 10:07 AM IST

નવી દિલ્હી: આસામમાં નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન (NRC)નો વિરોધ કરવા ગયેલા તૃણમૂલ કોંગ્રેસના છ સાંસદો અને બે ધારાસભ્યોએ આખી રાત સિલચર એરપોર્ટ પર કસ્ટડીમાં વીતાવી. સવારે તેમાંથી છ નેતા કોલકાતા રવાના થઇ ગયા. બાકીના બે બપોર સુધીમાં દિલ્હી રવાના થશે તેવો અંદાજ છે. ઉલ્લેખનીય છે કે એનઆરસીનો ફાઇનલ ડ્રાફ્ટ જાહેર થયા પછી ટીએમસીનું એક પ્રતિનિધિમંડળ આસામમાં પરિસ્થિતિનો તાગ લેવા માટે પહોંચ્યું હતું. પોલીસે આ તમામને ગુરુવારે એરપોર્ટ પર અટકાવી દીધા હતા.

NRC જાહેર થયા પછી ગરમાયું રાજકારણ

- આસામમાં નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન (NRC)નો આંકડો જાહેર થયા પછી દેશનું રાજકારણ ગરમાયું છે. સડકથી લઇને સંસદ સુધી આ મુદ્દો ઉગ્ર ચર્ચાઓ થઇ રહી છે.

- ગુરૂવારે તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના પ્રતિનિધિમંડળની આસામ એરપોર્ટ પરથી જ અટકાયત કરવામાં આવી, જે પછીથી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના નિશાના પર મોદી સરકાર છે.

- TMCના ઘણા સાંસદો અત્યારે આસામના સિલચર એરપોર્ટ પર ધરણા કરી રહ્યા છે. ટીએમસી સાંસદ એસ.એસ. રોયે જણાવ્યું કે 'એ જ વિમાનના 77 પેસેન્જર્સને બહાર જવા દેવામાં આવ્યા, ફક્ત અમને 6 જણને જ જવા દેવામાં ન આવ્યા. અમારે અમારી પબ્લિક મીટિંગ રદ કરવી પડી. અમારે ફક્ત સ્થળ પર જઇને પરિસ્થિતિનો અભ્યાસ જ કરવો હતો.'

ટીએમસીનું પ્રતિનિધિમંડળ ગુરૂવારે આખી રાત એરપોર્ટ પર રોકાયું

- ટીએમસીએ આ મુદ્દે શુક્રવારે લોકસભામાં આસામ DG અને રાજ્યના ગૃહસચિવ વિરુદ્ધ વિશેષાધિકાર હનનો પ્રસ્તાવ લાવી શકે છે. તેમણે આ માટે નોટિસ પણ આી દીધી છે. એવો અંદાજ છે કે શુક્રવારે પણ સંસદમાં આ મુદ્દે ઘણી બબાલ થઇ શકે છે. ટીએમસીની સાથે આખો વિપક્ષ આ મુદ્દાને લઇને સરકાર પર નિશાનો સાધી રહ્યો છે.

- બીજી બાજુ NRCના મુદ્દે મમતા બેનર્જીની ચિંતાઓ વધી રહી છે. ગુરૂવારે જ આસામ TMCના ચીફ દ્વિપન પાઠકે એવું કહીને રાજીનામું આપી દીધું કે NRC વિશે મમતા બેનર્જીને વધુ કશી ખબર નથી. તેમના ઉપરાંત બે અન્ય નેતાઓએ પણ પાર્ટીનો સાથે છોડી દીધો.
- આ દરમિયાન ગુરૂવારે ટીએમસીનું પ્રતિનિધિમંડળ આખી રાત સિલચર એરપોર્ટ પર રોકાયેલું રહ્યું. શુક્રવારે સવારે તમામ સાંસદો કોલકાતા પાછા જવા રવાના થયા. જણાવવામાં આવી રહ્યું છે કે મમતા ઠાકુર અને અર્પિતા ઘોષ બપોરે દિલ્હી પણ આવી શકે છે. એરપોર્ટ પર જ રાતે રોકાવા માટે ટીએમસી સાંસદોને બે રૂમ આપવામાં આવ્યા હતા.

X
તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સુખેંદુ શેખર રોયતૃણમૂલ કોંગ્રેસના સાંસદ સુખેંદુ શેખર રોય
ટીએમસીના સાંસદોએ આખી રાત સિલચર એરપોર્ટ પર વીતાવી.ટીએમસીના સાંસદોએ આખી રાત સિલચર એરપોર્ટ પર વીતાવી.
ટીએમસી સાંસદ એસએસ રોયે આસામના DG સાથે દલીલ કરી.ટીએમસી સાંસદ એસએસ રોયે આસામના DG સાથે દલીલ કરી.
TMCના ઘણા સાંસદો અત્યારે આસામના સિલચર એરપોર્ટ પર ધરણા કરી રહ્યા છે.TMCના ઘણા સાંસદો અત્યારે આસામના સિલચર એરપોર્ટ પર ધરણા કરી રહ્યા છે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી