લોકસભા ચૂંટણી 2019 / કોંગ્રેસ-લેફ્ટ સાથે અમારા મુકાબલો બંગાળમાં, રાષ્ટ્રીય સ્તરે અમે એકઃ મમતા બેનર્જી

પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજી, દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલ, શરદ યાદવ, સપાના રામ ગોપાલ યાદવ અને આરએલડીના ત્રિલોક ત્યાગી સ્ટેજ ઉપર જોવા મળ્યા હતા
પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજી, દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલ, શરદ યાદવ, સપાના રામ ગોપાલ યાદવ અને આરએલડીના ત્રિલોક ત્યાગી સ્ટેજ ઉપર જોવા મળ્યા હતા
Mamata Banerjee is in Delhi today to join the opposition protest
Mamata Banerjee is in Delhi today to join the opposition protest
Mamata Banerjee is in Delhi today to join the opposition protest
Mamata Banerjee is in Delhi today to join the opposition protest

  • દિલ્હીમાં આપની રેલીમાં મમતાએ કહ્યું- બાપૂને પ્રાર્થના કરી છે કે મોદી બાબૂથી દેશ બચાવો
  • મમતાએ કહ્યું- મોદી જાણે છે કે તેઓ ફરી સત્તામાં નથી આવવાના, તેમની એક્સપાઈરી ડેટ ખતમ થઈ ગઈ છે
  • 19 જાન્યુઆરીએ મમતાએ કોલકાતામાં મહારેલી કરી હતી જેમાં 15 પક્ષના નેતા સામેલ થયા હતા

divyabhaskar.com

Feb 14, 2019, 08:07 AM IST

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બુધવારે દિલ્હીમાં આપ દ્વારા આયોજિત રેલીને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેઓએ ભાજપ વિરૂદ્ધ તમામ પાર્ટીઓ એક સાથે લડે તે વાત પર જોર આપ્યું. તેઓએ કહ્યું કે, આવનારા દિવસોમાં અમે એકઠાં થઈને લડીશું. પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ-લેફ્ટની સાથે અમારી લડાઈ યથાવત રહેશે પરંતુ રાષ્ટ્રીય સ્તરે અમે એક સાથે લડીશું.

કેજરીવાલની રેલીમાં વિપક્ષ સાથે: દિલ્હીના જંતર મંતર પર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રેલી બોલાવી હતી. જેમાં મમતા બેનર્જી ઉપરાંત આંધ્રના મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડૂ, જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂખ અબ્દુલ્લા, NCPના પ્રમુખ શરદ પવાર અને CPIના નેતા સીતારામ યેચુરી ઉપસ્થિત રહ્યાં હતા. આ ઉપરાંત સપાના રામ ગોપાલ યાદવ અને આરએલડીના ત્રિલોક ત્યાગી સ્ટેજ ઉપર જોવા મળ્યા. જોકે સ્ટેજ પર મમતા આવે તે પહેલાં યેચૂરી અને ડી-રાજાએ સ્ટેજ છોડી દીધું હતું.

હું દેશ માટે બલિદાન આપવા તૈયાર- મમતા: મમતાએ કહ્યું, "તેઓને મારા વિરૂદ્ધ લડવા દો, મને કોઈજ ફર્ક નથી પડતો. દેશ માટે હું મારું જીવન અને પાર્ટીનું બલિદાન આપવા તૈયાર છું." આ પહેલાં તેઓએ કહ્યું, આજે લોકસભાનો અંતિમ દિવસ છે. અમે બાપૂને પ્રાર્થના કરી છે કે ભાજપ અને મોદી બાબૂને હટાવો અને દેશને બચાવો.

19 જાન્યુઆરીએ કોલકાતામાં મમતાએ કરી હતી મહારેલી: આ પહેલાં 19 જાન્યુઆરીએ મમતાએ કોલકાતામાં મહારેલી કરી હતી, જેમાં 15 પક્ષના નેતાઓ સામેલ થયા હતા. આ દરમિયાન મમતા બેનર્જીએ કહ્યું- અખિલેશ યાદવ, આપ ઉત્તરપ્રદેશની ભાજપને ઝીરો કરી દો, અમે બંગાળથી કરી દઈશું. કોણ વડાપ્રધાન બનશે તેથી કોઈ ફેર પડતો નથી માત્ર ભાજપે જવું. કોલકાતાથી દિલ્હી આવતી વખતે મમતા બેનરજીએ કહ્યું, નરેન્દ્ર મોદી જાણે છે કે, તેઓ ફરી સત્તામાં નથી આવવાના. તેમની એક્સપાઈરી ડેટ ખતમ થઈ ગઈ છે. 15 દિવસની અંદર ચૂંટણીની તારીખો જાહેર થઈ જશે. ચૂંટણી પછી અમે નવી સરકાર જોઈશું. દેશ પરિવર્તન ઈચ્છે છે. દેશ તે અખંડ ભારતને જોવા માંગે છે જેમાં લોકતંત્ર અને સમાનતા હોય.

મોદીને મુદ્દો ન બનાવો- યશવંત: યશવંત સિન્હાએ કહ્યું કે કોલકાતામાં કહ્યું હતું કે અમારા માટે મોદી મુદ્દો નથી, અમારા માટે દેશના લોકોના મુદ્દા જ મુદ્દા છે. તેઓ ઈચ્છે છે કે અમે મોદીને મુદ્દો બનાવીએ, પરંતુ અમારે તેનાથી બચવું જોઈએ. આ પહેલી સરકાર છે જે આંકડા સાથે છેડછાડ કરે છે. ભાજપે દેશની દરેક સંસ્થાને બરબાદ કરી. સિન્હાએ કહ્યું કે મંચ પર હાજર તમામ તાકાતવર નેતાઓને આગ્રહ કરુ છું કે હું ફકીરી તરફ છું મને કંઈ જ નથી જોઈતું. બસ મારું એક જ લક્ષ્ય છે કે આ સરકારને બહાર કરો. તેના માટે જરૂરી તમામ નક્કી કરે કે ભાજપના ઉમેદવારની સામે આપણો એક જ ઉમેદવાર ઊભો રહે.

X
પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજી, દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલ, શરદ યાદવ, સપાના રામ ગોપાલ યાદવ અને આરએલડીના ત્રિલોક ત્યાગી સ્ટેજ ઉપર જોવા મળ્યા હતાપશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજી, દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલ, શરદ યાદવ, સપાના રામ ગોપાલ યાદવ અને આરએલડીના ત્રિલોક ત્યાગી સ્ટેજ ઉપર જોવા મળ્યા હતા
Mamata Banerjee is in Delhi today to join the opposition protest
Mamata Banerjee is in Delhi today to join the opposition protest
Mamata Banerjee is in Delhi today to join the opposition protest
Mamata Banerjee is in Delhi today to join the opposition protest
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી