ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Mamta Banerjee in Delhi: She will meet the disappointed leaders of BJP

  દિલ્હી: થર્ડ ફ્રન્ટ માટે મમતા આજે બીજેપીના અસંતુષ્ટ નેતાઓને મળશે

  divyabhaskar.com | Last Modified - Mar 28, 2018, 11:03 AM IST

  મમતા 12 પક્ષોને સાથે લાવવાની કોશિશમાં છે, જેમની પાસે અત્યારે 172 સાંસદો છે
  • મમતા બેનર્જી થર્ડ ફ્રન્ટની તૈયારીઓને લઇને 4 દિવસ માટે દિલ્હી પહોંચી છે.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   મમતા બેનર્જી થર્ડ ફ્રન્ટની તૈયારીઓને લઇને 4 દિવસ માટે દિલ્હી પહોંચી છે.

   નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019માં બીજેપી-કોંગ્રેસ વિરોધી મોરચો તૈયાર કરવા માટે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી બુધવારે બીજેપીના અસંતુષ્ટ નેતા યશવંત સિંહા, શત્રુઘ્ન સિંહા અને અરૂણ શૌરી સાથે મુલાકાત કરશે. ત્રણેય મોદી સરકારના નિર્ણયો પર ઘણીવાર નારાજગી દર્શાવી ચૂક્યા છે. આ પહેલા મંગળવારે ટીએમસી પ્રમુખ મમતા દિલ્હીમાં એનસીપી નેતા શરદ પવાર અને શિવસેનાના નેતા સંજય રાઉત સહિત 7 રાજકીય પક્ષોના નેતાઓને મળ્યા હતા. આ પહેલા તેઓ તેલંગણાના સીએમને પણ મળી ચૂક્યા છે. મમતા 12 પક્ષોને સાથે લાવવાની કોશિશમાં છે, જેમની પાસે અત્યારે 172 સાંસદો છે.

   નોટબંધી ઇમરજન્સી જેવી હતી: મમતા

   - મમતા અને પવારની વચ્ચે 30 મિનિટ સુધી મીટિંગ થઇ. ત્યારબાદ મીડિયાના સવાલો પર મમતાએ કહ્યું, "જ્યારે રાજકીય લોકોને મળીશ તો સ્વાભાવિક છે કે વાતો પણ રાજકારણની જ હશે. તેમાં છુપાવવા જેવું કશું નથી. 2019ની લોકસભા ચૂંટણી નિશ્ચિતપણે ખૂબ રસપ્રદ રહેશે."

   - મમતાએ કહ્યું, "તમે માનો કે ન માનો, ઇમરજન્સી-નસબંધીનો લોકોમાં મેસેજ ફેલાયો હતો. તે જ રીતે નોટબંધીનો મામલો છે. નરેન્દ્ર મોદી બધાને ધમકી આપે છે કે આ કરીશું, તે કરીશું. હું સાત વાર સાંસદ રહી. રેલવે મંત્રીની જવાબદારી પણ સંભાળી. ઘણા વર્ષો સંસદમાં પસાર કર્યા, પરંતુ આવો માહોલ ક્યારેય નથી જોયો."

   જો માયા-અખિલેશે બોલાવ્યા તો લખનઉ જઇશ

   - ટીએમસી પ્રમુખે કહ્યું, "સોનિયાજીની તબિયત સારી નથી, પરંતુ તેમની સેહતમાં સુધારો થઇ રહ્યો છે. જ્યારે તેઓ સારા થઇ જશે ત્યારે એકવાર તેમને પણ મળીશ. જો માયાવતી-અખિલેશ યાદવ બોલાવે છે તો તેમને મળવા લખનઉ જઇશ."

  • મમતા મંગળવારે શરદ પવારને મળી. બંને વચ્ચે લગભગ 30 મિનિટ સુધી મીટિંગ ચાલી.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   મમતા મંગળવારે શરદ પવારને મળી. બંને વચ્ચે લગભગ 30 મિનિટ સુધી મીટિંગ ચાલી.

   નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019માં બીજેપી-કોંગ્રેસ વિરોધી મોરચો તૈયાર કરવા માટે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી બુધવારે બીજેપીના અસંતુષ્ટ નેતા યશવંત સિંહા, શત્રુઘ્ન સિંહા અને અરૂણ શૌરી સાથે મુલાકાત કરશે. ત્રણેય મોદી સરકારના નિર્ણયો પર ઘણીવાર નારાજગી દર્શાવી ચૂક્યા છે. આ પહેલા મંગળવારે ટીએમસી પ્રમુખ મમતા દિલ્હીમાં એનસીપી નેતા શરદ પવાર અને શિવસેનાના નેતા સંજય રાઉત સહિત 7 રાજકીય પક્ષોના નેતાઓને મળ્યા હતા. આ પહેલા તેઓ તેલંગણાના સીએમને પણ મળી ચૂક્યા છે. મમતા 12 પક્ષોને સાથે લાવવાની કોશિશમાં છે, જેમની પાસે અત્યારે 172 સાંસદો છે.

   નોટબંધી ઇમરજન્સી જેવી હતી: મમતા

   - મમતા અને પવારની વચ્ચે 30 મિનિટ સુધી મીટિંગ થઇ. ત્યારબાદ મીડિયાના સવાલો પર મમતાએ કહ્યું, "જ્યારે રાજકીય લોકોને મળીશ તો સ્વાભાવિક છે કે વાતો પણ રાજકારણની જ હશે. તેમાં છુપાવવા જેવું કશું નથી. 2019ની લોકસભા ચૂંટણી નિશ્ચિતપણે ખૂબ રસપ્રદ રહેશે."

   - મમતાએ કહ્યું, "તમે માનો કે ન માનો, ઇમરજન્સી-નસબંધીનો લોકોમાં મેસેજ ફેલાયો હતો. તે જ રીતે નોટબંધીનો મામલો છે. નરેન્દ્ર મોદી બધાને ધમકી આપે છે કે આ કરીશું, તે કરીશું. હું સાત વાર સાંસદ રહી. રેલવે મંત્રીની જવાબદારી પણ સંભાળી. ઘણા વર્ષો સંસદમાં પસાર કર્યા, પરંતુ આવો માહોલ ક્યારેય નથી જોયો."

   જો માયા-અખિલેશે બોલાવ્યા તો લખનઉ જઇશ

   - ટીએમસી પ્રમુખે કહ્યું, "સોનિયાજીની તબિયત સારી નથી, પરંતુ તેમની સેહતમાં સુધારો થઇ રહ્યો છે. જ્યારે તેઓ સારા થઇ જશે ત્યારે એકવાર તેમને પણ મળીશ. જો માયાવતી-અખિલેશ યાદવ બોલાવે છે તો તેમને મળવા લખનઉ જઇશ."

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Mamta Banerjee in Delhi: She will meet the disappointed leaders of BJP
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top