Home » National News » Desh » Girls Brother felt that she is shouting because of the games fear

મોલમાં વિકૃત હરકતથી 9 વર્ષની બાળકી પાડતી હતી ચીસો, ભાઈને લાગ્યું ગેમ રમે છે

Divyabhaskar.com | Updated - Mar 09, 2018, 04:02 PM

ઈન્દોરના મોલ ટ્રેઝર આઈલેન્ડમાં એક 9 વર્ષની બાલકી સાતે ખૂબ વિકૃત હરકત કરવામાં આવી હતી

 • Girls Brother felt that she is shouting because of the games fear
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  બ્લેક સર્કલમાં માતા સાથે તેની દીકરી

  ઈન્દોર: અહીં આવેલા મોલ ટ્રે્ઝર આઈલેન્ડના પાંચમાં ફ્લોર પર ગેમ ઝોનમાં ગુરુવારે સાંજે મ્યૂઝિકના અવાજમાં માસ્ક અને ચશ્મા પહેરીને બાળકો અંદારા રૂમમાં રમી રહ્યા હતા. ત્યારે એક 9 વર્ષની બાળકીની ચીસો સંભળાવા લાગી. બાળકીના 12 વર્ષના ભાઈ સહિત બધાને એવુ લાગ્યું કે, બાળકી ગેમના ડરના કારણે ચીસો પાડી રહી છે, પરંતુ હકીકત ખૂબ ભયાનક હતી. બાળકીને ત્યાં જ કામ કરતો કર્મચારી હાથ પકડીને એક ખૂણામાં લઈ ગયો હતો અને ત્યાં તેની સાથે વિકૃત હરકત કરી હતી. કર્મચારી દ્વારા કરવામાં આવેલી હરકત પણ એટલી ભયાનક હતી કે ફ્લોર ઉપર લોહી લોહી ફેલાઈ ગયું હતું. બાળકીએ કણસતા કર્મચારી અર્જુન સામ આંગળી કરી હતી તો માએ તુરંત તેને ચાર-પાંચ થપ્પડ મારી હતી. ત્યાં હાજર લોકોને પણ ઘટનાની જાણ થતાં તેમણે આરોપીને ખૂબ માર માર્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. બાળકીને શહેરની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે અને ત્યાં તેનો મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવ્યો છે.

  ડરી ગઈ બાળકી


  - બાળકી તે વિકૃત હરકતથી એટલી હદે ડરી ગઈ હતી કે, જ્યારે બાઉન્સ તેની નજીક આવ્યો ત્યારે પણ બાળકીએ ચીસ પાડીને કહ્યું હતું કે, મા પ્લીઝ તેને મારાથી દૂર રાખો, મને બહુ ડર લાગે છે. માએ બાળકીને છાતીએ લગાડીને બાઉન્સરને બૂમ પાડીને દૂર રહેવા કહ્યું હતું.

  બાળકીની ચીસોથી તેના ભાઈને લાગ્યુ તે ગેમ રમી રહી છે


  - જૂની ઈન્દોર વિસ્તારમાં રહેતી એક વેપારીની પત્ની તેમની 9 વર્ષની દીકરી અને 12 વર્ષના દીકરાને ગુરુવારે સાંજે ટ્રેઝર આઈલેન્ડમાં ફરવા ગઈ હતી. તે મોલમાં ફરતા ફરતાં પાંચમાં ફ્લોર પર ગેમ ઝોનમાં ગયા હતા.
  - બાળકોએ ક્યાં વર્ચ્યુઅલ ગેમ ઝોનમાં જવાની જિદ કરી હતી. ત્યાં ચશમા અને માસ્ક પહેરીને લોકો આવે છે.
  - ભાઈ-બહેને પણ ત્યાંની ટીકિટ લીધી અને માસ્ક અને ચશ્મા પહેરીને અંદર જતા રહ્યા હતા. પોતાની ગેમ રમવા માટે ભાઈ બહેન અલગ અલગ થઈ ગયા હતા.
  - મ્યૂઝિકના અવાજમાં અંધારા રૂમમાં બાળકો ગેમ રમી રહ્યા હતા ત્યારે અચાનક એક બાળકીની ચીસો સંભળાવા લાગી. તેના 12 વર્ષના ભાઈ સહિત બદા બાળકોને લાગ્યું કે, બાળકી ગેમના ડરના કારણે ચીસો પાડી રહી છે. પરંતુ વકીકત ભયાનક હતી.

  પોલીસ વેરિફિકેશન વગર મોલમાં કામ કરતો હતો કર્મચારી


  - સીપીસીના જણાવ્યા પ્રમાણે ગેમિંગ ઝોનના કર્મચારીઓનું પોલીસ વેરિફિકેશન ન થતુ હોવાની વાત સામે આવી છે. અમે આ વિશે સખત તપાસ કરી રહ્યા છીએ અને કડક કાર્યવાહી કરવામાં આવશે.
  - ઘટના વિશે જ્યારે ટીઆઈ મોલના માલિક પિંટૂ છાબડા સાથે વાત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો તો જાણવા મળ્યું કે તેઓ સૂરતમાં છે. મોલમાં બાળકી સાથે આવી ઘટનાએ સૌને ચોંકાવી દીધા છે. તેથી તેમણે હવે ગેમિંગ ઝોનને હંમેશા માટે બંધ કરવાનો નિર્ણય લીધો છે.
  - માલિક પિંટૂના જણાવ્યા પ્રમાણે મોલના દરેક કર્મચારીઓનું પોલીસ વેરિફિકેશન કરવામાં આવ્યું છે. પોલીસ આરોપી યુવક સાથે ગેમ ઝોનના મેનેજમેન્ટ ઉપર પણ કડક કાર્યવાહી કરશે.

  મોલમાં વિદ્યાર્થી સાથે પહેલાં પણ થઈ ચૂકી છે આવી ઘટના


  - આ મોલમાં આ પહેલાં પણ 11માં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે આ પ્રમાણેની ઘટના થઈ ચૂકી છે. અન્નપૂર્ણા વિસ્તારમાં રહેતી વિદ્યાર્થીની આ મોલમાં કપડાં ખરીદવા ગઈ હતી. વિદ્યાર્થીની ચેન્જિંગ રૂમમાં કપડાં બદલી રહી હતી ત્યારે ત્યાંના જ એક કર્મચારી દ્વારા તેમાં મોબાઈલ નાખીને વીડિયો બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. વિદ્યાર્થીનીને આ વાતની ખબર પડતાં તેણે હોબાળો કર્યો હતો. ત્યારપછી યુવતીની ફરિયાદના આધારે પોલીસે કેસ નોંધીને આરોપીની ધરપકડ કરી લીધી હતી.

  આગળની સ્લાઈડમાં જુઓ ઘટના સંબંધિત અન્ય તસવીરો

 • Girls Brother felt that she is shouting because of the games fear
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી
 • Girls Brother felt that she is shouting because of the games fear
  ગેમ ઝોન બંધ કરી દેવામાં આવ્યો છે
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ