માલદીવે ફગાવ્યું ઇન્ડિયન નેવીનું મિલન આમંત્રણ, કોઇ કારણ આપ્યું નહીં

મિલન એક્સરસાઇઝનું આયોજન પોર્ટબ્લેયરમાં 6થી 13 માર્ચ સુધી કરશે. તેમાં ભારત સહિત 17 દેશોની નેવી ભાગ લેશે

divyabhaskar.com | Updated - Feb 27, 2018, 05:57 PM
1995થી શરૂ થયેલી મિલન એક્સરસાઇઝનો હેતુ પૂર્વ એશિયા અને દક્ષિણ પૂર્વ એશિયાની નૌકાદળની મિત્રતાના સંબંધોને પ્રોત્સાહન આપવાનું છે. (ફાઇલ)
1995થી શરૂ થયેલી મિલન એક્સરસાઇઝનો હેતુ પૂર્વ એશિયા અને દક્ષિણ પૂર્વ એશિયાની નૌકાદળની મિત્રતાના સંબંધોને પ્રોત્સાહન આપવાનું છે. (ફાઇલ)

નવી દિલ્હીઃ માલદીવિયન કોસ્ટ ગાર્ડ (એમસીબી)એ મંગળવારે ઇન્ડિયન નેવીની મિલન એક્સરસાઇઝનું આમંત્રણ રદ કર્યું છે. જો કે, માલદીવે ઇન્કારનું કારણ નથી જણાવ્યું. ઇન્ડિયન નેવી, મિલન એક્સરસાઇઝનું આયોજન પોર્ટબ્લેયરમાં 6થી 13 માર્ચ સુધી કરશે. તેમાં ભારત સહિત 17 દેશોની નેવી ભાગ લેશે. ઉલ્લેખનીય છે કે, માલદીવ સંવિધાનિક સંકટ સામે લડી રહ્યું છે. અહીં 5 ફેબ્રુઆરીથી ઇમરજન્સી લાગુ થશે.

ઇન્ડિયન નેવી ચીફે શું કહ્યું?


- ઇન્ડિયન નેવીના ચીફ એડમિરલ સુનિલ લાંબાએ કહ્યું, અમે માલદીવને મિલનમાં ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું હતું, જેને તેઓએ ઠુકરાવી દીધું છે. માલદીવે તેનું કોઇ કારણ નથી જણાવ્યું. અત્યાર સુધી 16 દેશ એક્સરસાઇઝ (મિલન)માં ભાગ લેવા પર સહમતિ વ્યક્ત કરી ચૂક્યા છે.
- એડમિરલ લાંબાએ કહ્યું, ઇન્ડિયન ઓશનમાં ચીનની ગતિવિધિઓ પર અમારી નજર છે. ભારતીય સેનાના 8થી 10 જહાજ ઇન્ડિયન ઓશનમાં દરેક સમયે ગોઠવાયેલા રહે છે.

શું હોઇ શકે છે ઇન્કારનું કારણ?


- એવું માનવામાં આવે છે કે, માલદીવે દેશમાં ચાલી રહેલા રાજકીય સંકટના કારણે ભારતનું આમંત્રણ નકાર્યું છે. માલદીવના પ્રેસિડન્ટ અબ્દુલ્લા યામીને અહીં 5 ફેબ્રુઆરીથી ઇમરજન્સી લગાવી હતી.
- વળી, એક કારણ એ પણ હોઇ શકે છે કે, માલદીવમાં ઇમરજન્સીની અવધિ 15થી વધીને 30 દિવસ સુધી કરવા પર ભારતે તેને ગેરબંધારણીય ગણાવી હતી. તેના જવાબમાં માલદીવે કહ્યું હતું કે, ભારત હકીકતને તોડી-મરોડીને રજૂ કરી રહ્યું છે. તે અમારાં સંવિધાન અને કાયદાની અવગણના છે.
- ઉલ્લેખનીય છે કે, 2009માં મોહમ્દ નશીદ પહેલીવાર દેશના પ્રેસિડન્ટ બન્યા હતા. 2012માં તેઓને પદ પરથી હટાવી દેવામાં આવ્યા. ત્યારબાદથી માલદીવમાં સંકટ શરૂ થયું.

આગળની સ્લાઇડ્સમાં જાણો, શું છે મિલન એક્સરસાઇઝનો હેતુ?

ઇન્ડિયન નેવીના ચીફ એડમિરલ સુનિલ લાંબાએ જણાવ્યું કે, અત્યાર સુધી 16 દેશ મિલનમાં ભાગ લેવા પર સહમતિ વ્યક્ત કરી ચૂક્યા છે. (ફાઇલ)
ઇન્ડિયન નેવીના ચીફ એડમિરલ સુનિલ લાંબાએ જણાવ્યું કે, અત્યાર સુધી 16 દેશ મિલનમાં ભાગ લેવા પર સહમતિ વ્યક્ત કરી ચૂક્યા છે. (ફાઇલ)

મિલન એક્સરસાઇઝનો હેતુ શું છે?

 
- 1995થી શરૂ થયેલી મિલન એક્સરસાઇઝનો હેતુ પૂર્વ એશિયા અને દક્ષિણ પૂર્વ એશિયાના નૌકાદળની મિત્રતાને પ્રોત્સાહન આપવાનો છે. 
- સમુદ્ર ક્ષેત્રમાં સ્થિરતા અને સમુદ્રી માર્ગોથી વેપારને જોતાં આ એક્સરસાઇઝ ખૂબ જ મહત્વની છે. પશ્ચિમ ક્ષેત્રમાં સમુદ્ર મોર્ગોની સુરક્ષાનું મહત્વ પહેલેથી છે, પરંતુ મલક્કા સ્ટ્રેટથી થઇને પણ ભારતનો વેપાર થાય છે. જે હેઠળ, મિલન એક્સ ઇસ્ટ પોલીસનો પ્રમુખ આધાર છે. 


મિલનનું ફોર્મેટ શું રહેશે? 


- આ વખતે ઓપરેશનલ મામલે વધારે ભાર મુકાશે. ગેરકાયદેસર સમુદ્રી ગતિવિધિઓને પહોંચી વળવા માટે ક્ષેત્રીય સહયોગ પર ફોક્સ રહેશે. 
- રિજનલ પાર્ટનરોની કોમ્બેટ સ્કિલ્સને પણ પરખવામાં આવશે. રાહત અને બચાવ કાર્યો અને જહાજોની ઓળખની રીતને પણ પરખવામાં આવશે. 
- સ્થાનિક નૌકાદળના પરસ્પર સંબંધો વધારવા અને ઓપરેશનલ અનુભવ એકઠાં કરવાનો અવસર મળે છે. આ દરમિયાન સેમિનાર અને ટેબલ ટોપ એક્સરસાઇઝમાં સુરક્ષા સાથે જોડાયેલા મુદ્દા પર રિસ્પોન્સની રણનીતિ પણ નક્કી થશે. 

 

X
1995થી શરૂ થયેલી મિલન એક્સરસાઇઝનો હેતુ પૂર્વ એશિયા અને દક્ષિણ પૂર્વ એશિયાની નૌકાદળની મિત્રતાના સંબંધોને પ્રોત્સાહન આપવાનું છે. (ફાઇલ)1995થી શરૂ થયેલી મિલન એક્સરસાઇઝનો હેતુ પૂર્વ એશિયા અને દક્ષિણ પૂર્વ એશિયાની નૌકાદળની મિત્રતાના સંબંધોને પ્રોત્સાહન આપવાનું છે. (ફાઇલ)
ઇન્ડિયન નેવીના ચીફ એડમિરલ સુનિલ લાંબાએ જણાવ્યું કે, અત્યાર સુધી 16 દેશ મિલનમાં ભાગ લેવા પર સહમતિ વ્યક્ત કરી ચૂક્યા છે. (ફાઇલ)ઇન્ડિયન નેવીના ચીફ એડમિરલ સુનિલ લાંબાએ જણાવ્યું કે, અત્યાર સુધી 16 દેશ મિલનમાં ભાગ લેવા પર સહમતિ વ્યક્ત કરી ચૂક્યા છે. (ફાઇલ)
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App