Home » National News » Latest News » National » GSTને કારણે મલેશિયામાં વર્તમાન વડાપ્રધાનની ચૂંટણીમાં હાર | Due to GST Najib Razak loose general election in Malaysia

ભારતથી 2 વર્ષ પહેલાં અહીં લાગુ થયો હતો GST, હવે ચૂંટણી હાર્યા PM

Divyabhaskar.com | Updated - May 10, 2018, 05:21 PM

થોડાં દિવસ પહેલાં એક ઈન્ટરવ્યૂમાં મલેશિયન વડાપ્રધાને GST લાગુ કરવાના ફેંસલાને સૌથી મુશ્કેલ નિર્ણય ગણાવ્યો હતો.

  • GSTને કારણે મલેશિયામાં વર્તમાન વડાપ્રધાનની ચૂંટણીમાં હાર | Due to GST Najib Razak loose general election in Malaysia
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    GST લાગુ કરવાનો ફેંસલો સૌથી કઠિન- મલેશિયાના વડાપ્રધાન (ફાઈલ)

    નેશનલ ડેસ્કઃ 1લી જુલાઈ, 2017થી ભારતમાં ગુડ્સ એન્ડ સર્વિસિઝ ટેક્સ (GST) લાગુ થયો હતો. આ નવી ટેક્સ પ્રણાલિકા લાગુ થઈ તે પહેલાંથી જ ઘણાં વિવાદો જોવા મળ્યાં હતા. GST, આ ટેક્સ પદ્ધતિ મલેશિયામાં વર્ષ 2015થી લાગુ છે. જો કે વાત એ નથી કે મલેશિયામાં GST કયારથી અમલી છે, પરંતુ અહીં બુધવારે ચૂંટણી પરિણામે જાહેર થયા જેમાં મલેશિયન વડાપ્રધાને સત્તા ગુમાવી પડી છે, જેમણે GST લાગુ કરાવ્યો હતો. તો આ પહેલાં કેનેડામાં GST લાગુ કરાવનાર સરકારના હાથમાં સત્તા ફરી મેળવી હતી.

    GST લાગુ કરવાનો ફેંસલો સૌથી કઠિન


    - થોડાં દિવસ પહેલાં એક ઈન્ટરવ્યૂમાં મલેશિયન વડાપ્રધાન નજીબ રજ્જાકે GST લાગુ કરવાના ફેંસલાને સૌથી મુશ્કેલ નિર્ણય ગણાવ્યો હતો.
    - તેમના જણાવ્યા મુજબ તેઓને ખ્યાલ હતો કે GST લાગુ થયાં બાદ અનેક વસ્તુઓ અને સેવાઓના ભાવમાં વધારો થશે, પરંતુ દેશહિત માટે આ નિર્ણય જરૂરી હતો.

    - પરંતુ તેમનો આ નિર્ણય પાર્ટીની હારનું કારણ પણ બન્યો.

    મલેશિયામાં GSTથી લોકો કેમ હતા નારાજ?

  • GSTને કારણે મલેશિયામાં વર્તમાન વડાપ્રધાનની ચૂંટણીમાં હાર | Due to GST Najib Razak loose general election in Malaysia
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    મલેશિયાની જનતાએ GST હટાવવા માટે મહાતિરને સત્તાની ચાવી સોંપી છે

    મલેશિયામાં 2015માં લાગુ થયું GST


    - મલેશિયામાં થયેલી સામાન્ય ચૂંટણીમાં કૌભાંડના આરોપમાં ઘેરાયેલા વડાપ્રધાન નજીબ રજ્જાકનો મુકાબલો 92 વર્ષના નેતા મહાતિર મોહમ્મદ સાથે હતો.
    - બુધવારે આવેલાં પરિણામોમાં મહાતિર મોહમ્મદે સામાન્ય ચૂંટણીમાં ઐતિહાસિક જીત પ્રાપ્ત કરી છે. 
    - વડાપ્રધાન નજીબ રજ્જાકે પોતાના શાસનમાં 1લી એપ્રિલ, 2015થી મલેશિયામાં GST લાગુ કર્યું હતું. 

     

    આગળ વાંચો મલેશિયામાં કેમ થયું સત્તા પરિવર્તન?

  • GSTને કારણે મલેશિયામાં વર્તમાન વડાપ્રધાનની ચૂંટણીમાં હાર | Due to GST Najib Razak loose general election in Malaysia
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    92 વર્ષના મહાતિરે રજ્જાકની પાર્ટી બેરિસન નેશનલ ગઠબંધનને ચૂંટણીમાં GST હટાવવાની વાતને જોર આપ્યું હતું (ફાઈલ)

    GST હટાવવાનો વાયદાએ અપાવી સત્તા


    - 92 વર્ષના મહાતિરે રજ્જાકની પાર્ટી બેરિસન નેશનલ ગઠબંધનને ચૂંટણી જોરદાર મ્હાત આપી છે. 
    - મહાતિરે માત્ર રજ્જાક પર લગાવવામાં આવેલા ભ્રષ્ટાચારના આરોપોને મુદ્દો બનાવ્યો ન હતો, પરંતુ તેઓએ સત્તા પર આવશે તો GSTને હટાવવાનો પણ વાયદો કર્યો હતો. 
    - એવામાં હવે કહેવાય છે કે મલેશિયાની જનતાએ GST હટાવવા માટે મહાતિરને સત્તાની ચાવી સોંપી છે. 

     

    આગળ વાંચો ભારતમાં 2019ની ચૂંટણીમાં GST કેમ મહત્વનું બની રહેશે?

  • GSTને કારણે મલેશિયામાં વર્તમાન વડાપ્રધાનની ચૂંટણીમાં હાર | Due to GST Najib Razak loose general election in Malaysia
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    મોદી સરકારના દાવા મુજબ GST લાગુ થવાથી ભારતમાં વેપાર કરવો સહેલો થયો છે, ટેક્સ ચોરી રોકાઈ છે (ફાઈલ)

    2019માં GST બની શકે છે મુદ્દો


    - મોદી સરકારના દાવા મુજબ GST લાગુ થવાથી ભારતમાં વેપાર કરવો સહેલો થયો છે, ટેક્સ ચોરી રોકાઈ છે તેમજ ટેક્સ પ્રક્રિયા આસાન થઈ છે.
    - મોદી સરકારના દાવા મુજબ GSTથી આવનારા દિવસોમાં સરકારી તિજોરીમાં વધારો થશે. તેમજ GDP પણ ઝડપથી વધશે. 
    - ભાજપ GSTને 2019ની ચૂંટણી માટે એક મોટું હથિયાર માની રહ્યાં છે. જો કે મલેશિયાના ચૂંટણી પરિણામને જોતા ભાજપનો આ દાંવ ઊલટો પડી શકે છે. ઼
    - કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વાયદો કર્યો છે કે જો 2019માં કોંગ્રેસ સત્તા પર પરત ફરશે તો GSTને યોગ્ય કરવા માટે મોટા નિર્ણયો લઈ શકે છે. 
    - રાહુલના જણાવ્યા મુજબ કોંગ્રેસ માત્ર સિંગલ ટિયરમાં GST લાગુ કરવા ઈચ્છે છે એટલે કે કાં તો 18 ટેક્સ લાગે કે આમ આદમીની જરૂરિયાતની વસ્તુઓ પર ઝીરો ટેક્સ લાગે. 

     

    આગળ વાંચો કયા દેશની સરકાર ઉથલાવવા GST નિમિત બન્યું હતું?

  • GSTને કારણે મલેશિયામાં વર્તમાન વડાપ્રધાનની ચૂંટણીમાં હાર | Due to GST Najib Razak loose general election in Malaysia
    ભાજપ GSTને 2019ની ચૂંટણી માટે એક મોટું હથિયાર માની રહ્યાં છે

    GSTથી અહીં પણ સરકાર ગઈ હતી


    - કેનેડાની કન્જર્વેટિવ પાર્ટીના નેતા, વડાપ્રધાન કિમ કેંપબેલને 1993ના જનરલ ઈલેકશનમાં હારનો સામનો કરવો પડ્યો હતો. કેમકે તેમની સરકારે GST લાગુ કર્યા બાદ પોતાની લોકપ્રિયતા ગુમાવી દીધી હતી.
    - લગભગ 80 ટકા મતદાતાઓએ કરાધાન કાયદાને ફગાવી દીધો હતો જે બાદ જીન શિરેટીનના નેતૃત્વમાં લિબરલ પાર્ટીએ એક મજબૂત બહુમત પ્રાપ્ત કર્યું હતું. 
    - ઓસ્ટ્રેલિયામાં જોન હાવર્ડ સરકારે GST લાગુ કર્યા બાદ થયેલી 1998ની ચૂંટણીમાં ઘણી મુશ્કેલી બાદ સત્તા પ્રાપ્ત કરી હતી. 
    - GST લાગુ કરનાર મોટા ભાગના દેશોને મોંઘવારીનો સામનો કરવો પડ્યો હતો. 
    - સિંગાપુરે પણ 1994માં જ્યારે GST લાગુ કર્યુ તો ત્યાં મોંઘવારી ઘણી વધી ગઈ હતી. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending