ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Desh» મેજર પરીક્ષિત બન્યા આર્મી પૈરા કમાન્ડો| Major Parikshit Army Para Commandos

    મેજર પરીક્ષિત બન્યા આર્મી પૈરા કમાન્ડો, 90 દિવસની ટ્રેનિંગમાં માત્ર 90 કલાક ઉંઘ્યા

    divyabhaskar.com | Last Modified - May 31, 2018, 11:05 AM IST

    પરીક્ષિત આચાર્યએ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યૂનિકેશનમાં એન્જિનિયરિંગ કર્યું, 2011માં બે નોકરી એક સાથે કરી
    • મેજર પરીક્ષિત બન્યા આર્મી પૈરા કમાન્ડો, 90 દિવસની ટ્રેનિંગમાં માત્ર 90 કલાક ઉંઘ્યા
      મેજર પરીક્ષિત બન્યા આર્મી પૈરા કમાન્ડો, 90 દિવસની ટ્રેનિંગમાં માત્ર 90 કલાક ઉંઘ્યા

      ભીલવાડા: આ છે ભીલવાડાના રાયલા ગામના પરીક્ષિત આચાર્ય. તેમણે ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યૂનિકેશનમાં એન્જિનિયરિંગ કર્યું છે. 2011માં તેમણે બે નોકરીઓ એક સાથે કરી હતી. એક જાપાન અને બીજી ઈન્ડિયન આર્મીમાં. ત્યારપછી પરીક્ષિતે 9.50 લાખનું જાપાની કંપનીનું પેકેજ નકારીને આર્મીમાં લેફ્ટિનન્ટ તરીકે જોઈન્ટ કરી લીધું હતું.

      આ ટ્રેનિંગને દેશની સૌથી મુશ્કેલ ટ્રેનિંગ માનવામાં આવે છે...


      - 2013માં તેઓ કેપ્ટન અને 2014માં મેજર બન્યા હતા. થોડા સમય પછી તેમણએ ધાતક કમાન્ડો કોર્સ પણ પૂરો કર્યો હતો. ત્યારપછી વારો આવ્યો પૈરા કમાન્ડો ફોર્સની ટ્રેનિંગનો.
      - એખ રિસર્ચ પ્રમાણે પૈરા કમાન્ડો ફોર્સની ટ્રેનિંગમાં માત્ર 10 ટકા લોકો જ સિલેક્ટ થતા હોય છે. પરીક્ષિતની બેન્ચમાં પાંચ ઓફિસર અને 13 જવાન હતા પરંતુ ફોર્સમાં માત્ર પરીક્ષિતની જ પસંદગી કરવામાં આવી હતી.
      - આર્મી એર ડિફેન્સમાં આ ટ્રેનિંગને દેશની સૌથી મુશ્કેલ ટ્રેનિંગ માનવામાં આવે છે. પરીક્ષિત જિલ્લાના પહેલા અને એક માત્ર પૈરા કમાન્ડો છે.
      - પરીક્ષિતે જણાવ્યું કે, તેમને આર્મીમાં જવાની પ્રેરણા તેમના મોટા ભાઈ નવલેશ અને રાઘવ આચાર્ય પાસેથી મળી હતી. નવલેશ પણ આર્મીમાં જૂનિયર કમિશન ઓફિસર છે. પિતા જગદીશચંદ્ર શર્મા એડ્વોકેટ અને માતા સુમિત્રા દેવી હાઉસ વાઈફ છે.

      ટાઈમ શેડ્યૂલમાં પૂરો કરવાનો હોય છે એરબોર્ન ઓપરેશન


      - પરીક્ષિતે ભાસ્કર.કોમ સાથેની મુલાકાતમાં જણાવ્યું કે, કમાન્ડો ફોર્સની ટ્રેનિંગ 90 દિવસની હોય છે. તેમાં ટ્રેનિંગ દરમિયાન માત્ર 90 કલાક જ ઉંઘવા મળે છે.
      - આ દેશની સૌથી મુશ્કેલ ટ્રેનિંગ માનવામાં આવે છે. તેમાં ટ્રેનિંગ લેનારને ઉંચાઈ, પાણી અને જાનવરનો ડર કાઢવાનો હોય છે. તેમણે જણાવ્યું કે ટ્રેનિંગ દરમિયાન તેઓ 1350 કિમી દોડી ચૂક્યા હતા.
      - એક દિવસમાં 16થી 18 કલાક સુધી એક્સરસાઈઝ કરવાની હોય છે. આ ટ્રેનિંગમાં જવાને 22.50 કિલોની બેગ અને 3.50 કિલોની બંદૂક લઈને રોજ 40 કિમી ભાગવાનું હોય છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: મેજર પરીક્ષિત બન્યા આર્મી પૈરા કમાન્ડો| Major Parikshit Army Para Commandos
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `